છેલ્લા કેટલાક સમયથી મધ્યપ્રદેશ ધર્માંતરણના દુષણથી ગ્રસિત થઇ ગયું છે. ઇન્દોરમાં ધર્માંતરણના દબાણથી ડીપ્રેશનમાં આવેલી દિવ્યાંગ યુવતીનું મોત નીપજવાના કિસ્સાથી તે બાબતની ગંભીરતા સમજી શકાય તેવી છે. વાસ્તવમાં ઘટના શુક્રવાર સવારની હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેમાં કાજલ નામની દિવ્યાંગ યુવતીનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થઈ ગયું હતું. કાજળની મોટી બહેન અને પિતા ગોપાલ દાસે કાજલના મૃત્યુ પાછળ પડોશમાં રહેતા ખ્રિસ્તી પરિવારનો હાથ હોવાનું કહી રહ્યાં છે. આરોપ છે કે ખ્રિસ્તી પરિવારના કરને કાજળ ડીપ્રેશનમાં જતી રહી હતી.
અહેવાલો અનુસાર ઇન્દોરમાં ધર્માંતરણના દબાણથી દિવ્યાંગ યુવતીનું મોત થવાની આ ઘટના વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારની છે, મૃતક યુવતીના પિતા વાયરમેન તરીકે કામ કરે છે, સંતાનોમાં તેમને ત્રણ દીકરીઓ અને એક 4 વર્ષનો દીકરો છે, જેમાંથી 24 વર્ષીય કાજળનું મોત થયું હતું. મૃતક યુવતીના પિતા અને બહેનનો આરોપ છે કે તેમના ઘરની સામે રહેતો પરિવાર પહેલા પોતે ખ્રિસ્તી બન્યો, અને ત્યાર બાદ પીડિત પરિવારને પણ ખ્રિસ્તી ધર્મ અપનાવવા મજબુર કરી રહ્યો હતો. તેમને ધાક-ધમકી અને લાલચ પણ આપવામાં આવી રહી હતી.
મૃતક યુવતીના પિતાએ જયારે તેમનો વિરોધ કર્યો તો વટલાયેલા ખ્રિસ્તી પરિવારે ગોપાલના પરિવારને પ્રતાડિત કરવાનું શરુ કરી દીધું હતું. ખ્રિસ્તી પરિવાર આ પીડિત હિંદુ પરિવારના ઘરમાં ઈંડા, માંસ અને મચ્છીના ટુકડાઓ ફેંકતા હતા. જયારે પીડિત પરિવાર પૂજાપાઠ કરતો ત્યારે આ ખ્રિસ્તી પરિવારમાં મોટા અવાજોથી ઈસાઈ ઉપદેશો વગાડતાં હતા, આટલું જ નહી તે લોકોએ હિંદુ પરિવાર પર છેડતી સહિતના ગંભીર આરોપો પણ લગાવ્યા હતા.
જે બાદ ગોપાલે ઘરે રહેવાનું બંધ કરી દીધું હતું, તેનું વાયરમેનનું કામ પણ ઠપ્પ થઈ ગયું હતું. જેના કારણે તેની દિવ્યાંગ પુત્રી કાજળ આઘાતમાં સરી પડી હતી. અને તે સતત રડ્યા કરતી હતી. એટલું જ નહિ મૃતક કાજલે કેટલાક દિવસોથી ખાવા-પીવાનું પણ ત્યજી દીધું હતું. દરમિયાન ગુરુવારે રાત્રે તે સુઈ ગઈ પછી સવારે ઉઠી જ નહી. દીકરીના મૃત્યુ બાદ ગોપાલ તેની લાશ લઈને ઇન્દોરના વિજયનગર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યાં હતા, અને ખ્રિસ્તી પરિવાર વિરુદ્ધ કાર્યવાહી કરીને ન્યાયની માંગ કરી હતી. જે બાદ પોલીસે તપાસ હાથ ધરીને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી.