દિલ્હી સ્થિત એક મંદિરમાં મટન ન પહોંચાડનાર Swiggyના ડિલિવરીબોયનું સન્માન કરવામાં આવ્યું છે. ફૂડ ડિલિવરી કંપની સ્વિગીના ડિલિવરી બોય સચિન પંચાલે મંદિર પરિસરમાં મટન પહોંચાડવાની ના પાડી દીધી હતી. એટલું જ નહીં, તેણે તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ મંદિરના પૂજારીઓએ ડિલિવરી બોયનું સન્માન કર્યું છે. આ સાથે જ સ્વિગીએ સચિનને નોકરીમાંથી કાઢી મુકવાના સમાચારને નકારી દીધા છે.
વાસ્તવમાં દિલ્હીના કાશ્મીરી ગેટ વિસ્તારમાં સ્થિત પ્રાચીન મારઘાટ હનુમાન મંદિરની અંદરથી મટન કોરમાનો ઓર્ડર કરવામાં આવ્યો હતો. જોકે મંદિરમાં મટન ડિલિવર કરવા Swiggyના ડિલિવરીબોયનું મન ન માન્યું અને સચિન પંચાલે મંદિરની અંદર મટન નહીં લઇ જવાનું કહીને ડિલિવરી કરવાની ના પાડી દીધી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે ડિલીવરી બોય મંદિરની અંદર ડિલીવરી કરવાની ના પાડી રહ્યો છે.
Shop name: #RamKachoriwala
— Satyaagrah (@satyaagrahindia) March 7, 2023
Place: Marghat wale baba #HanumanMandir#Food ordered – #Mutton and roti #Delivery boy refused to deliver nonveg | Kudos to delivery boy who refused to deliver inside the temple@Swiggy #AntiHindu #Hindumisia pic.twitter.com/GDEbdvgfXy
ઉલ્લેખનીય છે કે Swiggy પોલીસી અનુસાર ડિલિવરી બોયે ઓર્ડર આપનારના દરવાજા સુધી સમાન પહોંચાડવાનો હોય છે. પરંતુ સચિને મંદિરની ગરિમાને ધ્યાનમાં રાખીને મંદિરની અંદર મટન ડીલીવર કરવાની ના પાડી દીધી હતી.
આજ તકના રિપોર્ટ અનુસાર સચિને Swiggyના કસ્ટમર કેર સાથે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે તે મંદિરની અંદર મટન નહીં લઇ જાય. સચિને દલીલ કરી હતી કે મંદિર પરિસરમાં જ્યાં તેમને ઓર્ડર આપવાનો છે, ત્યાં ભગવાન હનુમાનને પ્રસાદ ચઢાવવામાં આવે છે. જો કે કસ્ટમર કેર ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તે ખોટું નથી કરી રહ્યો. પરંતુ કંપનીના નિયમ મુજબ તેણે ઓર્ડર ગ્રાહકના દરવાજા સુધી પહોંચાડવો જોઈએ.
કસ્ટમર કેર સાથે વાત કરતા સચિને એમ પણ કહ્યું હતું કે તે ‘અધર્મી’ નથી અને નોન-વેજ ઓર્ડર આપવા માટે મંદિરની અંદર નહીં જાય. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું હતું કે, જો તેમને મંદિરની અંદર મટન લઈ જવાની ફરજ પાડવામાં આવશે તો તેઓ આ કોલનું રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર મૂકી દેશે.
સચિનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઇ રહ્યો હતો. લોકો તેના ખુબજ વખાણ કરી રહ્યા છે. પ્રશંસાની હારમાળાઓ વચ્ચે હવે મરઘટ હનુમાન મંદિરના બોર્ડ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું છે. ટ્રસ્ટી અને મરઘટ બાબા મંદિરના પ્રભારી પંડિત વૈભવ શર્માએ આ બાબતે જણાવ્યું હતું કે, “સચિન પંચાલે હિંદુ ધર્મની રક્ષા માટે જે કંઈ પણ કર્યું છે, તે તેમણે પોતાની નૈતિકતા અને વિચારથી કર્યું છે. તે કોઈ હિન્દુ સંગઠન કે કોઈ રાજકીય પક્ષ કે કોઈ ધાર્મિક સંગઠન સાથે સંકળાયેલ વ્યક્તિ નથી. આ તે લોકો માટે સંદેશ છે જે કહે છે કે હિન્દુ સૂઈ રહ્યા છે. વાસ્તવમાં હિન્દુ હવે જાગી ગયો છે. “
વીડિયો વાયરલ થયા બાદ અનેક હિંદુ સંગઠનો તે દુકાને પહોંચ્યા હતા. જ્યાંથી મટન મંગાવવામાં આવ્યું હતું. લોકોનું કહેવું છે કે જે વ્યક્તિ દિવસ દરમિયાન મંદિર માટે પ્રસાદ બનાવે છે તે રાત્રે એ જ દુકાનમાં મટન ખાય છે. આ સમગ્ર મામલે હિંદુવાદી સંગઠનની નારાજગી બાદ દુકાનની બહાર સીઆરપીએફ અને દિલ્હી પોલીસના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.
So finally Ram Kachori wala is seized 😌😌👏👏👏👏
— Rohit Sharma (@RohitkrSh) March 6, 2023
Kudos to Swiggy delivery boy who had the courage to make a video and refused to deliver Mutton https://t.co/4boGVTro3d pic.twitter.com/bXegZuyGQw
આ સાથે જ મીડિયામાં એવા સમાચાર પણ આવ્યા હતા કે સ્વિગીએ મટન મંદિર લઈ જવાની ના પાડતા તેના ડિલિવરી બોય સચિન પંચાલને નોકરીમાંથી કાઢી મૂક્યો છે. જોકે, સ્વિગીએ આ પ્રકારના અહેવાલોનું ખંડન કર્યું છે.