Tuesday, November 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદિલ્હી સચિવાલયમાં ફાઈલોની હેરફેર?: CCTV ફૂટેજમાં રાત્રે 2 વાગ્યે IAS અધિકારીના કેબિનમાંથી ફાઈલો...

    દિલ્હી સચિવાલયમાં ફાઈલોની હેરફેર?: CCTV ફૂટેજમાં રાત્રે 2 વાગ્યે IAS અધિકારીના કેબિનમાંથી ફાઈલો લઈને જતા વ્યક્તિઓ દેખાયા, કેજરીવાલ સરકાર સામે સવાલ

    સીસીટીવી ફૂટેજમાં કેટલાક લોકો વિજિલન્સ સચિવની ઓફિસમાં ઘૂસીને ફાઈલો લઇ જતા જોવા મળે છે.

    - Advertisement -

    દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર દિવસેને દિવસે વધુ મુશ્કેલીમાં ફસાતી જોવા મળી રહી છે. હવે રાતોરાત દિલ્હી સરકારના વિજિલન્સ વિભાગના એક અધિકારીની ચેમ્બરમાંથી ફાઈલોની હેરફેર કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. 

    આ ખુલાસો ટાઈમ્સ નાઉ નવભારત ચેનલે કર્યો છે. ગુરૂવારે (25 મે, 2023) એક રિપોર્ટમાં ચેનલે કેટલાક સીસીટીવી ફૂટેજ જારી કર્યા હતા, જેમાં રાત્રે 2 વાગ્યે અમુક લોકો દિલ્હી સરકારના વિજિલન્સ વિભાગના અધિકારી રાજશેખરની ઓફિસમાં ઘૂસીને ફાઈલોની હેરફેર કરતા જોવા મળે છે. આ ફૂટેજ 16 મે, 2023ના હોવાનું કહેવાય છે. 

    સીસીટીવી ફૂટેજમાં 16-05-2023ની તારીખ અને 2:08નો સમય લખેલો જોવા મળે છે. જેમાં ત્રણ વ્યક્તિઓ વિજિલન્સ વિભાગના અધિકારી રાજશેખરની કેબિનમાં ઘૂસીને અમુક ફાઈલો લઇ જતા જોવા મળે છે.  જોકે, તેઓ ફાઈલો ક્યાં લઇ ગયા હતા જેને લઈને હજુ સુધી કોઈ વિગતો સામે આવી નથી. 

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે ગત 17 મેના રોજ દિલ્હીના વિજિલન્સ વિભાગના વિશેષ સચિવ વાયવીવીજે રાજશેખરે કેન્દ્રીય ગૃહ મંત્રાલય, દિલ્હીના એન્ટી કરપ્શન બ્યુરો અને એલજી ઓફિસને એક પત્ર લખ્યો હતો અને જેમાં તેમણે પોતાની ઓફિસમાં રાત્રિના  તોડફોડ થઇ હોવાનો અને એક્સાઇઝ પોલિસી અને કેજરીવાલના ઘરના રિનોવેશન સબંધિત ફાઈલોની ફોટોકૉપી કરવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો હતો. 

    વાસ્તવમાં કેજરીવાલ સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે થોડા દિવસ પહેલાં રાજશેખરને પદ પરથી હટાવી દીધા હતા. આરોપ છે કે ત્યારબાદ 15-16 મેની રાત્રે દિલ્હી સચિવાલયના વિશેષ સચિવ (વિજિલન્સ)ની કેબિનમાં ઘૂસી જઈને ફાઈલો સાથે છેડછાડ કરવામાં આવી હતી. તેમણે પત્રમાં જણાવ્યું હતું કે, તેમના એક સહ-કર્મચારીએ 15 મેની રાત્રે સવા નવ વાગ્યે તેમને ફોન કરીને જણાવ્યું હતું કે અમુક અધિકારીઓને કેટલાક રેકોર્ડ્સ કાઢવા માટે વિજિલન્સ ઓફિસરનો રૂમ ખોલવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. રાજશેખરનું કહેવું છે કે તેમણે ફોન પર જ સૌરભ ભારદ્વાજના આ આદેશો સામે વાંધો ઉઠાવ્યો હતો. 

    પત્રમાં તેમણે કહ્યું હતું કે, 15 અને 16 મેની રાત્રે 3 વાગ્યા સુધીમાં ઓફિસમાં ઘૂસીને આ રેકોર્ડની ફોટોકૉપી લેવામાં આવી છે. જોકે, તેઓ એ બાબતે ચોક્કસ નથી કે કોઈ ફાઈલ લઇ લેવામાં આવી હતી કે તેની નકલ કરવામાં આવી હતી. હાલના સંજોગોમાં આ એક ગંભીર ચૂક હોવાનું પણ તેમણે પત્રમાં જણાવ્યું હતું. તેમણે એવી પણ આશંકા વ્યક્ત કરી હતી કે આ રેકોર્ડ્સ નષ્ટ કરવામાં આવી શકે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં