Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદિલ્હીમાં DJ બંધ કરવાનું કહેતાં પાડોશીએ ગર્ભવતી મહિલાને ગોળી મારી દીધી: ગર્ભમાં...

    દિલ્હીમાં DJ બંધ કરવાનું કહેતાં પાડોશીએ ગર્ભવતી મહિલાને ગોળી મારી દીધી: ગર્ભમાં રહેલા બાળકનું થયું મૃત્યુ, બેની ધરપકડ

    હરીશને ત્યાં કુઆ પૂજન દરમિયાન ડીજે શરુ થયું હતું. લાઉડ મ્યુઝિકથી કંટાળીને રંજુ પોતાની બાલ્કનીમાં આવી અને હરીશને મ્યુઝિક બંધ કરવા કહ્યું હતું. આ વાતે હરીશને ગુસ્સો આવ્યો અને તેણે પોતાના મિત્ર અમિત પાસેથી બંદૂક લઈને ફાયરિંગ કરી નાખ્યું.

    - Advertisement -

    એક ચોંકાવનારા કિસ્સામાં દિલ્હીમાં ગર્ભવતી મહિલાને પાડોશીએ ગોળી મારતાં ગર્ભમાં રહેલા બાળકનું મૃત્યુ થઈ ગયું છે, જ્યારે મહિલાની હાલત અત્યંત ગંભીર છે. આ દર્દનાક ઘટના સમયપુર બાદલી વિસ્તારમાં આવેલા સિરસપુર ગામની છે.

    અહેવાલો મુજબ અહીં એક યુવકે પાડોશી મહિલાને ફક્ત એટલા માટે ગોળી મારી દીધી કારણ કે મહિલાએ તેને ડીજે વગાડવા મામલે અટકાવ્યો હતો. ફાયરિંગમાં મહિલાની ગરદનમાં ગોળી વાગી હતી અને તેને ગર્ભપાત થઈ ગયો હતો. હાલ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસે કેસ નોંધીને બે વ્યક્તિની ધરપકડ કરી છે.

    રવિવારે રાત્રે ઉત્તર પશ્ચિમ દિલ્હીમાં ગર્ભવતી મહિલાને પાડોશીએ ગોળી ધરબી દીધી હતી. ડીસીપી (આઉટર નોર્થ) રવિ કુમાર સિંહે જણાવ્યું કે, રાત્રે 12.15 વાગ્યે સિરસપુરમાં ફાયરિંગ મામલે PCR કોલ આવ્યો હતો. મહિલાની ઓળખ રંજુ તરીકે થઈ છે અને તેને શાલીમાર બાગ સ્થિત મેક્સ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી છે. ડીસીપીએ જણાવ્યું હતું કે, “હોસ્પિટલમાં પીડિતાના MLC બાદ ડોક્ટરે જણાવ્યું છે કે ફાયરિંગમાં મહિલાને ગળાના ભાગે ઇજા થઈ છે અને તે નિવેદન આપી શકે તેવી સ્થિતિમાં નથી. તેની હાલત અત્યંત નાજુક છે.”

    - Advertisement -

    કુઆ પૂજન દરમિયાન પાડોશીએ કર્યું ફાયરિંગ

    પીડિતા રંજુની હાલત ગંભીર હોવાથી પોલીસે રંજુના ભાભીનું નિવેદન નોંધ્યું હતું. પીડિતાની ભાભીએ જણાવ્યું હતું કે, કોલોનીમાં સામે રહેતા હરીશને ત્યાં દસ દિવસ પહેલા બાળકનો જન્મ થયો છે. રવિવારે મોડી રાત્રે હરીશના દીકરાનો ‘કુઆ પૂજન’ કાર્યક્રમ હતો.

    કુઆ પૂજન બાળકના જન્મ બાદ થાય છે, જેમાં મહિલાઓ ગીતો ગાતાં કૂવા પાસે જાય છે અને પૂજા દરમિયાન મા અને બાળકને સ્નાન કરાવીને નવા કપડા પહેરાવામાં આવે છે.

    મિત્ર પાસેથી બંદૂક લીધી હતી

    હરીશને ત્યાં કુઆ પૂજન દરમિયાન ડીજે શરુ થયું હતું. લાઉડ મ્યુઝિકથી કંટાળીને રંજુ પોતાની બાલ્કનીમાં આવી અને હરીશને મ્યુઝિક બંધ કરવા કહ્યું હતું. આ વાતે હરીશને ગુસ્સો આવ્યો અને તેણે પોતાના મિત્ર અમિત પાસેથી બંદૂક લઈને ફાયરિંગ કરી નાખ્યું. પોલીસે સોમવારે હરીશ અને અમિત બંનેની ધરપકડ કરી છે.

    ડીસીપી રવિ કુમાર સિંહે જણાવ્યું કે, હરીશ અને અમિતની ધરપકડ કરીને તેમની સામે ઇન્ડિયન પિનલ કોડની કલમ 307 (હત્યાનો પ્રયાસ) અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. હરીશ એક કુરિયર કંપનીમાં કામ કરે છે જ્યારે અમિત આ એરિયામાં મોબાઈલ રિપેર શોપ ચલાવે છે. પોલીસ આ કેસમાં સેલિબ્રેટરી ફાયરિંગનું એન્ગલ પણ તપાસી રહી છે અને એ મુજબની કલમ પણ બાદમાં લગાડવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં