ભાજપ નેતા તેજિંદર પાલ સિંઘ બગ્ગાની પંજાબ પોલીસે ધરપકડ કર્યા બાદ આ મામલે નવો વળાંક આવ્યો છે. હવે દિલ્હી પોલીસે પંજાબ પોલીસ વિરુદ્ધ અપહરણનો કેસ દાખલ કરી દીધો છે. પંજાબ પોલીસના જે અધિકારીઓએ તેજિંદર પાલ સિંઘ બગ્ગાની ધરપકડ કરી છે તેમની વિરુદ્ધ અપહરણનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આજે સવારે પંજાબ પોલીસે તેજિંદર પાલ સિંઘ બગ્ગાને તેમના દિલ્હી સ્થિત ઘરેથી ધરપકડ કરીને લઇ ગઈ હતી. આ દરમિયાન લગભગ પચાસ પોલીસકર્મીઓ હાજર હોવાનું કહેવાય છે. ઉપરાંત લગભગ દસથી વધુ વાહનોનો કાફલો પહોંચ્યો હતો. જોકે, તેજિંદર પાલ સિંઘ બગ્ગાને લઇ જતી પંજાબ પોલીસની ગાડીઓને હરિયાણા પોલીસ દ્વારા કુરુક્ષેત્રમાં રોકી દેવામાં આવી હતી.
ભાજપ નેતા નેહા જોશીએ ટ્વીટર પર આપેલ જાણકારી અનુસાર, પંજાબ પોલીસની જે ગાડી તેજિંદર પાલ સિંઘ બગ્ગાને ગેરકાયદેસર ધરપકડ કરીને લઇ જઈ રહી હતી તેને હરિયાણા પોલીસે કુરુક્ષેત્રમાં રોકી લીધી છે.
पंजाब पुलिस की वह गाड़ी जो @TajinderBagga भाई को ग़ैरक़ानूनी तरीक़े से गिरफ़्तार कर के ले जा रही थी, उसे हरियाणा पुलिस ने कुरुक्षेत्र में रोक लिया है ।#IStandWithTajinderBagga
— Neha Joshi (@The_NehaJoshi) May 6, 2022
આ ઉપરાંત પત્રકાર વિકાસ ભદૌરિયાએ પણ એક વિડીયો ટ્વીટ કર્યો હતો અને લખ્યું હતું, ‘હરિયાણા પોલીસે પંજાબ પોલીસને પીપળી પેટ્રોલ પંપ પર રોકી, બગ્ગાની ધરપકડનો મામલો.’
तस्वीरें- हरियाणा पुलिस ने पंजाब पुलिस को पीपली के पेट्रोल पम्प पर रोका, बग्गा गिरफ़्तारी मामला. pic.twitter.com/NhJjNXX8cz
— Vikas Bhadauria (@vikasbha) May 6, 2022
પિતાએ કહ્યું- પોલીસકર્મી મને રૂમમાં ખેંચી લઇ ગયા, ઝપાઝપી કરી
આ ઘટનાક્રમ અંગે વાત કરતાં તેજિંદર પાલ સિંઘ બગ્ગાના પિતાએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, પહેલાં મારા ઘરમાં બે પોલીસકર્મીઓ ઘૂસ્યા. ત્યારે ઘરે મારા અને તેજિંદર સિવાય ઘરે કોઈ ન હતું. તે જ સમયે તેજિંદર બહાર આવ્યા. થોડી વાતચીત બાદ કેટલાક પોલીસકર્મીઓ મારા ઘરમાં ઘૂસી ગયા. જેનો હું વિડીયો ઉતારી રહ્યો હતો ત્યારે એક પોલીસકર્મી મને રૂમ તરફ ખેંચી લઇ ગયો અને મારી સાથે ઝપાઝપી કરી.”
તેજિંદર પાલ સિંઘ બગ્ગાના પિતાએ આગળ જણાવ્યું, જે બાદ તેઓ તેજિંદરને ખેંચીને બહાર લઇ ગયા અને હિરાસતમાં લઇ લીધા. પોલીસકર્મીઓએ બગ્ગાને તેમની પાઘડી પણ પહેરવા ન દીધી હતી. તેઓ તેમનો ફોન પણ સાથે જ લઇ ગયા હતા. તેજિંદર પાલ સિંઘ બગ્ગાની ધરપકડ બાદ ટ્વીટર ઉપર #IStandWithTajinderBagga ટ્રેન્ડ થઇ રહ્યું છે.
તેજિંદર પાલ સિંઘ બગ્ગાએ કેજરીવાલ વિરુદ્ધ શું નિવેદન આપ્યું હતું?
એક રિપોર્ટ અનુસાર, પંજાબ પોલીસે તેજિંદર પાલ સિંઘ બગ્ગા વિરુદ્ધ તેમના એક નિવેદનને લઈને FIR દાખલ કરી હતી. જે તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ આપ્યું હતું. 30 માર્ચ 2022 તેજિંદર પાલ સિંઘ બગ્ગાનું એક નિવેદન ઇન્ડિયા ટીવી પર દર્શાવવામાં આવ્યું હતું. આ નિવેદન અરવિંદ કેજરીવાલના ઘરની બહાર પ્રદર્શન દરમિયાન આપવામાં આવ્યું હતું. ત્યારે બગ્ગાએ કહ્યું હતું, “આખા દેશમાં થયેલા સૌથી મોટા નરસંહારની દિલ્હી વિધાનસભામાં મજાક ઉડાવવામાં આવી હતી. કેજરીવાલ અનુસાર ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મમાં દેખાડવામાં આવેલ કાશ્મીરી પંડિતોનો નરસંહાર ખોટો છે. મને લાગે છે કે 100 કરોડ હિંદુઓ આ ક્યારેય ભૂલશે નહીં.”
તેમણે આગળ કહ્યું હતું, “સોનિયા ગાંધીએ ભગવાન રામના અસ્તિત્વને નકારી દીધું હતું અને આજે તેમની પાર્ટી પર સંકટ તોળાઈ રહ્યું છે. તેથી હું અરવિંદ કેજરીવાલને જણાવવામાં માંગુ છું કે દેશનો હિંદુ તમને તમારું સ્થાન બતાવી દેશે. કેજરીવાલે પોતાના નિવેદન પર માફી માંગવી જોઈએ. જો તેઓ માફી નહીં માંગે તો ભાજપ કાર્યકર્તા તેમને શાંતિથી રહેવા નહીં દે. અમારું વિરોધ-પ્રદર્શન ચાલુ રહેશે.”
પંજાબ પોલીસે તેમના આ નિવેદનના આધારે પટિયાલામાં FIR દાખલ કરી હતી. જેના બીજા દિવસે બગ્ગાએ ટ્વીટ કરીને FIR પરત ખેંચી લેવામાં આવ્યાની જાણકારી આપી હતી. જે બાદ આ મામલે SIT રચવામાં આવી હતી.