Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશ્રદ્ધા હત્યા કેસ: 100 સાક્ષીઓની જુબાની, ઇલેક્ટ્રોનિક અને ફોરેન્સિક પુરાવાઓ સહિતની ચાર્જશીટ...

    શ્રદ્ધા હત્યા કેસ: 100 સાક્ષીઓની જુબાની, ઇલેક્ટ્રોનિક અને ફોરેન્સિક પુરાવાઓ સહિતની ચાર્જશીટ તૈયાર, જલ્દીથી કોર્ટમાં રજૂ કરાશે

    આ ચાર્જશીટ જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં કોર્ટ સમક્ષ રજૂ કરી દેવામાં આવશે.

    - Advertisement -

    દિલ્હીની હિંદુ યુવતી શ્રદ્ધા વલકરના હત્યા કેસ મામલે દિલ્હી પોલીસે આરોપી આફ્તાબ આમીન પૂનાવાલા સામે 3 હજાર પાનાંની ચાર્જશીટ તૈયાર કરી દીધી છે. પોલીસે ચાર્જશીટમાં સેંકડો સાક્ષીઓનાં નિવેદનો તેમજ ફોરેન્સિક અને ઇલેક્ટ્રોનિક પુરાવાઓ ટાંક્યા છે. 

    રિપોર્ટ્સ અનુસાર, આફતાબ સામે રજૂ કરવામાં આવનાર 3 હજાર પાનાંની ચાર્જશીટમાં 100 જેટલા સાક્ષીઓની જુબાનીનો આધાર લેવામાં આવ્યો છે તેમજ ઇલેક્ટ્રોનિક અને ફોરેન્સિક સબૂતો સામેલ છે. હમણાં સુધીની તપાસ દરમિયાન પોલીસે આ પુરાવા એકઠા કર્યા હતા.

    અહેવાલોમાં દિલ્હી પોલીસના સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે આ ચાર્જશીટ આ મહિનાના અંત સુધીમાં કોર્ટ સમક્ષ રજૂ કરી દેવામાં આવશે. હાલ પોલીસે તૈયાર કરેલી ચાર્જશીટ કાયદાકીય નિષ્ણાતો તપાસી રહ્યા હોવાનું ઉમેરવામાં આવ્યું છે. 

    - Advertisement -

    ચાર્જશીટમાં છતરપુરના જંગલમાંથી મળી આવેલાં હાડકાં અને તેના DNA રિપોર્ટ્સની વિગતો પણ સામેલ કરવામાં આવી છે. આ રિપોર્ટ્સમાં હાડકાં શ્રદ્ધાનાં જ હોવાનું બહાર આવ્યું હતું. ગત 4 જાન્યુઆરીએ પોલીસે જણાવ્યું હતું કે જંગલમાંથી મળેલાં હાડકાં અને વાળના સેમ્પલ શ્રદ્ધાના DNA સાથે મેચ થયાં હતાં. 

    તપાસ અને પૂછપરછ દરમિયાન આરોપી આફતાબનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેનો અને તેણે કરેલી કબૂલાતનો રિપોર્ટ પણ સાથે જોડવામાં આવ્યો છે. જોકે, પોલીસ અનુસાર કોર્ટમાં આ બંને રિપોર્ટ્સનું ખાસ મહત્વ નથી. 

    ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 18 મેના રોજ દિલ્હીમાં રહેતી શ્રદ્ધા વલકર નામની યુવતીને તેના લિવ-ઈન પાર્ટનર આફતાબ પૂનાવાલાએ મારી નાંખી હતી અને ત્યારબાદ તેના મૃતદેહના 35 જેટલા ટુકડા કરી નાંખ્યા હતા. જેને સ્ટોર કરવા માટે તે એક રેફ્રિજરેટર પણ લાવ્યો હતો. જેમાંથી દરરોજ થોડા-થોડા ટુકડાઓ લઈને તે બહાર ફેંકતો રહેતો હતો. 

    ઘણા સમય સુધી શ્રદ્ધાનો સંપર્ક ન થતાં તેના પિતા તેને શોધતા દિલ્હી આવ્યા હતા અને ફ્લેટ પર પણ ન મળતાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ શરૂ કરી હતી અને આખરે નવેમ્બર મહિનામાં શ્રદ્ધાના હત્યારા આફતાબ પાસે પહોંચી હતી. ત્યારબાદ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. 

    નવેમ્બરથી આફતાબ દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી તેની પૂછપરછ અને અન્ય તપાસ દરમિયાન કેસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થઇ ચૂક્યા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં