Saturday, October 12, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશર્લીન ચોપડાના આરોપો બાદ પણ ફરિયાદ દાખલ ન થતા મહિલા આયોગ પ્રમુખ...

    શર્લીન ચોપડાના આરોપો બાદ પણ ફરિયાદ દાખલ ન થતા મહિલા આયોગ પ્રમુખ આકરા પાણીએ, કહ્યું- ’10 મહિલાઓનું શોષણ કરનાર સાજીદ ખાનને બિગબોસવાળા છાવરે છે’

    વાયરલ વિડીયોમાં સાજિદ ખાને ગૌહર ખાન સાથેની સગાઇ તૂટવા અંગે અને તેમના સબંધો અંગે વાત કરી હતી. સાજિદ ખાને કહ્યું હતું કે, સગાઇ પહેલાં તેઓ એક વર્ષ સુધી સાથે રહ્યાં હતાં.

    - Advertisement -

    શર્લીન ચોપડાના “મી ટુ” ના આરોપો બાદ સાજીદ ખાન વિવાદોમાં ઘેરાયેલ હોવા છતાં રીયાલીટી શો ‘બીગ બોસ’માં બની રહેવા બદલ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે, લગભગ 10 જેટલી મહિલાઓનું શોષણ કરવાના આરોપો બાદ પણ કોઈ જ ફરિયાદ ન નોંધાતા સાજીદ ખાન વિરુદ્ધ મહિલા આયોગ પ્રમુખ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે, DCW (દિલ્હી મહિલા આયોગ) પ્રમુખ સ્વાતી માલીવાલે સાજીદ વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા હતા.

    અહેવાલો અનુસાર સાજીદ ખાન વિરુદ્ધ મહિલા આયોગ પ્રમુખ સ્વાતિ માલીવાલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “સાજિદ ખાન વિરુદ્ધ વધુ એક ફરિયાદ સામે આવી છે. મને એ નથી સમજાતું કે સાજિદ ખાન વિરુદ્ધ અત્યાર સુધી FIR કેમ નોંધવામાં આવી નથી. સાજિદ ખાન સામે અત્યાર સુધી કેમ કોઈ કાર્યવાહી નથી થઈ? સાજિદ ખાન બિગ બોસ 16ના ઘરમાં પોતાની ઈમેજ સુધારવાનો પ્રયાસ કરી રહ્યો છે. બિગ બોસના મેકર્સ આ કામમાં સાજિદ ખાનની મદદ કરી રહ્યા છે. આ એ જ પુરુષ છે જેની સામે 10 મહિલાઓએ #MeTooના આરોપો લગાવ્યા છે.”

    સ્વાતિ માલીવાલે વધુમાં કહ્યું કે, “આ વ્યક્તિએ મહિલાઓ સાથે ગેરવર્તન કર્યું છે. તે પોતાની મન મરજી ચલાવીને અભિનેત્રીઓને રોલ આપતો હતો. તેની સામે કાર્યવાહી થવી જોઈએ. તેણે યુવતીઓનો ઉપયોગ કરવાનો ધંધો ખોલ્યો હતો. તેને પાઠ ભણાવવો જરૂરી છે.” આ પહેલીવાર નથી કે જ્યારે સ્વાતિ માલીવાલે સાજિદ ખાન વિરુદ્ધ નિવેદન આપ્યું હોય. આ પહેલા પણ સ્વાતિ માલીવાલે સાજિદ ખાનની બિગ બોસ એન્ટ્રી પર સવાલ ઉઠાવ્યા હતા. નોંધપાત્ર વાત એ છે કે, બિગ બોસ 16ના મેકર્સ આટલું બધું થયા પછી પણ સાજિદ ખાનને શોમાંથી બહાર કાઢવા તૈયાર નથી.

    - Advertisement -

    9 મહિલાઓએ લગાવ્યા હતા જાતીય સતામણીના આરોપ

    ઉલ્લેખીય છે કે ‘MeToo’ કેમ્પેઈન દરમિયાન 9 મહિલાઓએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો . આ પછી, આ આરોપોના આધારે, ધ ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડિરેક્ટર્સ એસોસિએશન (IFTDA) એ તેમના પર ફિલ્મોના નિર્દેશન પર પ્રતિબંધ મૂક્યો હતો. જ્યારે સાજિદ ખાન શનિવારે (1 ઓક્ટોબર, 2022) ‘બિગ બોસ‘ના સ્ટેજ પર પહોંચ્યો હતો, ત્યારે તેણે સલમાન ખાન સાથે વાત કરતાં પોતાનું દુઃખ રડ્યું હતું. તેણે કહ્યું કે સખત મહેનત કર્યા પછી પણ હાઉસફુલ 4 ની ક્રેડિટ તેની પાસેથી છીનવાઈ ગઈ છે અને છેલ્લા 4 વર્ષમાં કોઈએ તેને કોઈ કામ આપ્યું નથી.

    પોતેજ સ્વીકાર્યું હતું પોતાનું “ઢીલું કેરેક્ટર”

    સલમાન ખાનના રિયાલિટી શૉમાં જોવા મળ્યા બાદથી જ ફિલ્મ ડાયરેક્ટર સાજિદ ખાન વિવાદોમાં હતા. દરમિયાન સાજીદ ખાનનો એક જૂનો વિડીયો પણ વાયરલ થયો હતો, જેમાં તેઓ કહે છે કે તેમનું ચરિત્ર બહુ ખરાબ હતું અને તેમણે અનેક યુવતીઓ સાથે વિશ્વાસઘાત કર્યો હતો અને સેંકડો યુવતીઓ સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો.

    વાયરલ વિડીયોમાં સાજિદ ખાને ગૌહર ખાન સાથેની સગાઇ તૂટવા અંગે અને તેમના સબંધો અંગે વાત કરી હતી. સાજિદ ખાને કહ્યું હતું કે, સગાઇ પહેલાં તેઓ એક વર્ષ સુધી સાથે રહ્યાં હતાં. જોકે, તેમણે કહ્યું હતું કે, સગાઇ કરી હોવા છતાં તેમણે લગ્ન કર્યાં ન હતાં. તેમણે કહ્યું કે, તેઓ છોકરીઓ સાથે બહાર ફરતા હતા અને તમામ સામે લગ્નનો પ્રસ્તાવ મૂકતા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં