Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદિલ્હીની કેજરીવાલ સરકારે ક્લાસરૂમના નામે બનાવ્યાં ટોયલેટ, 1300 કરોડનું કૌભાંડ બહાર આવ્યું:...

    દિલ્હીની કેજરીવાલ સરકારે ક્લાસરૂમના નામે બનાવ્યાં ટોયલેટ, 1300 કરોડનું કૌભાંડ બહાર આવ્યું: એજન્સી પાસે તપાસ કરાવવાની ભલામણ

    કેજરીવાલ સરકારે 192 શાળાઓમાં 160 ટોયલેટની જરૂરિયાત સામે 1214 ટોયલેટ બનાવ્યાં અને તેને કલાસરૂમ બતાવી દીધાં !

    - Advertisement -

    દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર વધુ એક કૌભાંડમાં ફસાઈ છે. હવે 1300 કરોડનું ક્લાસરૂમ કૌભાંડ સામે આવ્યું છે. AAP સરકારે દિલ્હીની સરકારી શાળાઓના 2,405 ક્લાસરૂમના બાંધકામમાં અનિયમિતતા દાખવી હોવાનું સામે આવ્યું છે. જેને લઈને વિશેષ એજન્સી પાસે મામલાની તપાસ કરવા માટે ભલામણ પણ થઇ છે. 

    દિલ્હી સરકારના વિજિલન્સ ડિરેક્ટોરેટ દ્વારા રાજ્યની 194 સરકારી શાળાઓના કુલ 2,405 વર્ગખંડોના બાંધકામમાં અનિયમિતતા અને ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવીને મામલાની વિગતપૂર્ણ તપાસ વિશેષ એજન્સી પાસે કરાવવા માટેની ભલામણ કરી છે અને આ બાબતનો રિપોર્ટ મુખ્ય સચિવને સોંપવામાં આવ્યો છે. 

    ઉપરાંત, કેજરીવાલ સરકારના આ 1300 કરોડના ક્લાસરૂમ કૌભાંડ મામલે તેમાં સામેલ શિક્ષણ વિભાગ અને PWDના જવાબદાર અધિકારીઓની જવાબદારીઓ નક્કી કરવા માટે પણ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. 

    - Advertisement -

    ફેબ્રુઆરી 2020માં સેન્ટ્રલ વિજિલન્સ કમિશને દિલ્હી સરકારના લોક નિર્માણ વિભાગ (PWD) દ્વારા વિવિધ સરકારી શાળાઓમાં બનાવવામાં આવેલ વર્ગખંડોના બાંધકામમાં અનિયમિતતા જોવા મળી હોવાનું પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું. ત્યારબાદ આ રિપોર્ટ દિલ્હીની કેજરીવાલ સરકારને મોકલવામાં આવ્યો હતો પરંતુ અઢી વર્ષ થયાં હોવા છતાં સરકારે કોઈ ધ્યાન આપ્યું નહીં અને ત્યારબાદ આખરે ઉપ-રાજ્યપાલ વી. કે સક્સેનાએ આ મામલે વિલંબના કારણો અંગે તપાસ કરી રિપોર્ટ સોંપવા માટે મુખ્ય સચિવને આદેશ આપ્યો હતો. 

    વિજિલન્સ કમિશને રિપોર્ટમાં જણાવ્યું હતું કે, દિલ્હી સરકારના વિજિલન્સ વિભાગના રિપોર્ટ પરથી જાણવા મળે છે કે આ પ્રક્રિયામાં ન માત્ર નિયમોનું ઉલ્લંઘન થયું હતું પરંતુ તેમાં ખાનગી એજન્સીઓ અને વ્યક્તિઓની પણ ભૂમિકા બહાર આવી હતી. આ બાબતને કમિશને નિયમોની વિરુદ્ધ ગણાવી હતી. 

    વાસ્તવમાં વર્ષ 2015માં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી સરકારની શાળાઓમાં વધારાના કલાસરૂમના બાંધકામનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ લોક નિર્માણ વિભાગે 193 શાળાઓના 2405 વર્ગખંડોનું બાંધકામ કરવાનું કામ હાથ પર લીધું હતું. વિભાગે વર્ગખંડોની જરૂરિયાત તપાસવા માટે એક સરવે કર્યો હતો અને એ સરવેના આધારે 194 શાળાઓમાં કુલ 7,180 કલાસરૂમની જરૂર હોવાનું જણાવ્યું હતું. જે આંકડો 2,405 વર્ગખંડની જરૂરિયાત કરતાં ત્રણ ગણો હતો. 

    ત્યારબાદ ઓગસ્ટ 2019માં CVCને આ કલાસરૂમના બાંધકામના અનિયમિતતા તેમજ ખર્ચમાં વધારો કરી દેવામાં આવ્યો હોવાની ફરિયાદ મળી હતી. જે અનુસાર, સરકારે ટેન્ડર બહાર પાડ્યા વિના જ વધુ સારી સુવિધાઓ પૂરી પાડવાના નામે 90 ટકા ખર્ચ વધારી દીધો હતો. સરકારે લગભગ 500 કરોડનો વધારો ટેન્ડર વગર જ પાસ કરી દીધો હતો. 

    તપાસમાં સામે આવ્યું કે, કલાસરૂમના બાંધકામ પહેલાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. પરંતુ પછી વધુ સારી સુવિધાઓના નામે 17 ટકાથી સીધો 90 ટકાનો વધારો કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે પહેલાં જે ખર્ચ 326.52 કરોડ જેટલો થતો હતો, તે 53 ટકા વધી ગયો હતો. 

    રિપોર્ટ વધુમાં જણાવે છે કે, 192 શાળાઓમાં 160 ટોયલેટની જરૂરિયાત સામે 1214 ટોયલેટ બનાવવામાં આવ્યાં હતાં અને જે માટે 37 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ ટોયલેટને વર્ગખંડ તરીકે દર્શાવવામાં આવ્યાં હતાં. જ્યારે 141 શાળાઓમાં માત્ર 4027 ક્લાસરૂમનું જ બાંધકામ કરવામાં આવ્યું હતું. આ માટે કુલ 989.26 કરોડ રૂપિયા મંજૂર થયા હતા, પરંતુ વાસ્તવિક ખર્ચ રૂ. 1315.57 કરોડ પર પહોંચ્યો હતો. આ વધારાનાં કામ માટે કોઈ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું ન હતું. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં