Tuesday, April 16, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદેહરાદૂનમાં કબાડીવાળા હાશિમે મહિલાને ફસાવી 3 દીકરીઓ સમેત તેનું કરાવ્યું ધર્માંતરણ: બાળકીઓને...

    દેહરાદૂનમાં કબાડીવાળા હાશિમે મહિલાને ફસાવી 3 દીકરીઓ સમેત તેનું કરાવ્યું ધર્માંતરણ: બાળકીઓને બળજબરીથી મદરેસામાં મોકલવાનો પણ આરોપ

    નહેરુ કોલોની પોલીસ સ્ટેશને ધર્મ પરિવર્તન કરાવનાર આરોપીઓ હાશિમ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. યુવતીઓની દાદીએ આરોપી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

    - Advertisement -

    ઉત્તરાખંડના દેહરાદૂનમાં ધર્મ પરિવર્તનનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં કબાડીવાળા હાશિમે એક હિંદુ મહિલાને ફસાવીને તેનું અને તેની સગીર દીકરીઓનું ધર્માંતરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. નહેરુ કોલોની પોલીસ સ્ટેશને ધર્મ પરિવર્તન કરનાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. કિશોરીઓની દાદીએ આરોપી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

    અહેવાલો મુજબ આ મામલો દેહરાદૂનની નેહરુ કોલોનીનો જણાવવામાં આવી રહ્યો છે. પોલીસ સ્ટેશનના પ્રમુખ લોકેન્દ્ર બહુગુણાએ જણાવ્યું કે, પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી એક વૃદ્ધ મહિલાએ ફરિયાદ આપતાં જણાવ્યું કે તેની એક દીકરીના લગ્ન દેહરાદૂનમાં રહેતા સોનુ વર્મા નામના છોકરા સાથે થયા હતા, જેનાથી ત્રણ દીકરીઓનો જન્મ થયો હતો. તેમાંથી સૌથી મોટી આઠ, બીજી છ અને ત્રીજી ત્રણ વર્ષની છે. દંપતી વચ્ચે ઝઘડો થતાં તે તેની પુત્રી અને પુત્રીની ત્રણ પુત્રીઓ સાથે રહેવા લાગી હતી.

    આરોપ છે કે નયાગાંવ, નેહરુ કોલોનીમાં રહેતો અને કબાડીનો ધંધો કરતો હાશિમ અહીં આવતો-જતો હતો. ધીરે-ધીરે હાશિમ વૃદ્ધ મહિલાની પુત્રીના સંપર્કમાં આવ્યો અને તેને ફોસલાવીને વૃદ્ધાની પુત્રી અને પુત્રીની ત્રણ પુત્રીઓને પોતાની સાથે લઈ ગયો હતો.

    - Advertisement -

    વૃદ્ધ મહિલાને ખબર પડી કે તેની પુત્રીએ હાશિમ સાથે લગ્ન કરી લીધા છે અને તેની પૌત્રીઓનું ધર્માંતરણ કરીને બિજનૌર જિલ્લાના ચાંદપુર ખાતેની મદરેસામાં દાખલ કરવામાં આવી છે. આ પછી, બાળકોની દાદી બાળકીઓને પોતાની સાથે દહેરાદૂન પરત ફર્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો. અહીં આવીને તેમણે કબાડીવાળા હાશિમે તેમની દીકરી અને પૌત્રીઓનું ધર્મ પરિવર્તન કરાવ્યું હોવાની ફરિયાદ આપી હતી.

    પોલીસે આરોપી કબાડીવાળા હાશિમ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સીઓએ કહ્યું કે આરોપીને પકડવાના પ્રયાસો ચાલુ છે. ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.

    નૈનીતાલમાં સાકિબે શિવ બનીને હિંદુ યુવતી પર બળાત્કાર કરી ધર્માંતરણ માટે કર્યું હતું દબાણ

    ઉત્તરાખંડમાં હમણાંથી લવ જેહાદના કિસ્સાઓ ખુબ વધી રહ્યા છે. ઉત્તરાખંડના જ નૈનીતાલમાં ગત મહિને અહેવાલ મળ્યા હતા કે જેમાં એક સાકિબ સૈફી નામના મુસ્લિમ વ્યક્તિએ હિંદુ નામ શિવ ધારણ કરીને એક હિંદુ યુવતીને ફસાવી હતી.

    સાકિબે પહેલા ખોટી ઓળખ આપીને યુવતી સાથે સંબંધ બાંધ્યા હતા. બાદમાં ઓળખ છતી થઇ જતા તેના પર બળાત્કાર કર્યો હતો. યુવતીએ વિરોધ કરતા તેને અને તેના પરિવારને જીવથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ઉપરાંત સાકિબે બળજબરીથી યુવતીનું ધર્માંતરણ કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો.

    આ કેસમાં પોલીસે પીડિત યુવતીની ફરિયાદ પર 5 આરોપીઓ પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરવા સહિતની અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ઉત્તરાખંડ ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ 2018 હેઠળ કુમાઉમાં નોંધાયેલો આ પહેલો કેસ હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં