Monday, November 25, 2024
More
    હોમપેજક્રાઈમઅપહરણ, હત્યા, રાયોટીંગ સહિતના ગુનામાં રેહાનાબાનુ, શાહરુખ સહિત 7 આરોપીઓને દાણીલીમડા પોલીસે...

    અપહરણ, હત્યા, રાયોટીંગ સહિતના ગુનામાં રેહાનાબાનુ, શાહરુખ સહિત 7 આરોપીઓને દાણીલીમડા પોલીસે ઝડપી પાડ્યા: મોહમ્મદ હમદ પર પહેલેથી છે 2 પાસા, તો બાકીના પશુહત્યા, ચેન-મોબાઈલ સ્નેચિંગ, ચોરી માટે કુખ્યાત

    દાણીલીમડા પોલીસે પોતાના બાતમીદારો પાસેથી ચોક્કસ બાતમી મેળવીને માત્ર 24 કલાકની અંદર 7 કુખ્યાત અપરાધીઓને શોધી કાઢીને તેમની ધરપકડ કરી હતી.

    - Advertisement -

    અમદાવાદનો દાણીલીમડા, જમાલપુર, બહેરામપુરા અને તેની આસપાસના વિસ્તારો હમેશાથી ગુનાખોરીના હોટસ્પોટ રહ્યા છે. એમાંય ખાસ કરીને દાણીલીમડાના ચંડોળા તળાવ અને શાહઆલમ વિસ્તારોમાંથી રોજ કોઈને કોઈક ગુનાઓના અહેવાલો સામે આવતા હોય છે. તાજેતરમાં આ જ વિસ્તારમાંથી પહેલા 18 અને બાદમાં 13 ગેરકાયદે બાંગ્લાદેશીઓ પોલીસ દ્વારા પકડવામાં આવ્યા હતા. હવે વિસ્તારમાં ગુનાખોરી જેટલી વધારે હોય તેટલી જ સ્થાનિક પોલીસની જવાબદારી પણ વધી જતી હોય છે. તેવામાં ગત રવિવારના દિવસે દાણીલીમડા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા અપહરણ, હત્યા, રાયોટીંગ સહિતના ગુનાઓમાં સપડાયેલા 7 કુખ્યાત આરોપીઓને ફરિયાદ દાખલ થયાના ગણતરીના કલાકોમાં શોધી કઢાયા અને ધરપકડ કરાઈ હતી.

    મળતી માહિતી અનુસાર દાણીલીમડા વિસ્તારમાં એક યુવકની હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની વિગતો એવી છે કે 7 જેટલા શખસોએ ચોરીની શંકાએ એક યુવકને બાંધીને ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં, તેના પેન્ટમાં રેતી ભરીને ફટકારતા તે ત્યાં જ બેભાન થઈ ગયો છે. ત્યારબાદ તેને જેમ તેમ કરીને એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થતાં સમગ્ર બનાવ હત્યામાં પલટાઈ ગયો હતો.

    સમગ્ર મામલે સ્થાનિક પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે તપાસ કરીને હત્યામાં સામેલ તમામ આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

    - Advertisement -

    પોલીસ ફરિયાદ અનુસાર દાણીલીમડા વિસ્તારમાં બેરલ માર્કેટમાં મુજીબ અન્સારી રહે છે અને સિલાઈકામ કરીને પરિવારનું ગુજરાત કરે છે. તેનો નાનો ભાઈ નદીમ માતા સાથે ફૈસલનગરમાં રહેતો હતો. 15 જૂનની વહેલી સવારે એક મહિલા સહિત સાત લોકોએ મુજીબના ઘરે તેના ભાઈએ ચોરી કરી હોવાનું કહીને નદીમને લઈ આવ્યા હતા. મુજીબે ટોળામાં રહેલી મહિલાને કહ્યું કે, જો તેના ભાઈએ ચોરી કરી હોય તો તેને પોલીસને સોંપી દો. ત્યારબાદ તમામ શખસો નદીમને રિક્ષામાં બેસાડીને તેનું અપહરણ કરીને ફરાર થઈ ગયા હતા.

    બાદમાં આરોપીઓએ બપોરે નદીમની બહેને ફોન કરીને તેના ભાઈને લઈ જવાનું કહેતા તેઓ નદીમને ઘરે લઈ આવ્યા હતા. આરોપીઓએ નદીમની બહેનને ફરિયાદ કરશો તો હજી મારીશું તેવી ધમકી આપી હતી. ત્યારબાદ માતા-બહેને જોયું તો નદીમને ગંભીર ઈજાઓ થઈ હતી અને લોહી પણ નીકળતું હતું.

    પૂછપરછ કરતા નદીમે પરિવારને જણાવ્યું કે, રેહાનાબાનુ શેખ, શારરૂખ હસન શેખ, આમિર હસન શેખ, સમીરખાન સિપાઈ, મોહમ્મદ હમન ઉર્ફે સોનુ શેખ, અયુબ ઉર્ફે પોટલી પઠાણ અને સોહિલ ઉર્ફે ઘીએ ભેદા મળીને ચોરીનો આરોપ લગાવ્યો હતો. બાદમાં કસાઈ જમાતની ચાલીમાં દોરડાથી બાંધીને રૂમમાં બંધ કરી દીધો અને પેન્ટમાં કપચી ભરીને પથ્થર નાખી દંડા અને પટ્ટાથી માર માર્યો હતો.

    ત્યારબાદ પરિવાર નદીમને તાત્કાલિક સારવાર માટે એલજી હોસ્પિટલ લઈ ગયા હતો. જ્યાં સારવાર દરમિયાન નદીમનું મોત થથાં દાણીલીમડા પોલીસે મહિલા સહિત 7 સામે ગુનો નોંધીને તેમની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    દાણીલીમડા પોલીસે 24 કલાકમાં તમામ આરોપીઓને પકડી પાડ્યા, બધા નીકળ્યા કુખ્યાત ગુનેગાર

    ફરિયાદ મળ્યા બાદ દાણીલીમડા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર જી જે રાવતે પોતાની ટિમ કામે લગાવી હતી. જે અંતર્ગત સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી બી વાઘેલા, પોલીસ કોસ્ટેબલ કમલેશ હસમુખભાઈ, પોલીસ કોન્સ્ટેબલ વજાભાઇ અને ઝાહિદહુસેને પોતાના બાતમીદારોને કામે લગાવીને આરોપીઓની ચોક્કસ ભાલ મેળવી હતી. બાતમી મુજબ સફળ દરોડા પાડીને તમામ 7 આરોપીઓને આબાદ ઝડપી પાડવામાં આવ્યા હતા.

    આ આરોપીઓ વિષે ચોંકાવનારી વિગતો બહાર એવો છે કે આ તમામ કુખ્યાત અપરાધીઓ છે. આ દરેક પાર આ પહેલા પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે.

    આરોપીઓ અને તેમનો ગુનાહિત ઇતિહાસ

    1. રેહાનાબાનુ શરીફભાઈ શેખ
    2. શાહરુખ હસનભાઈ શેખ – જેના પર પશુહત્યાના 6 ગુના નોંધાયેલા છે, સાથે મોબાઈલ સ્નેચીંગના ગુનામાં પકડાઈ ચૂકેલ છે.
    3. આમિર હસનભાઈ શેખ – જે શરીર સંબંધિત ગુનામાં અને મોબાઈલ સ્નેચીંગના ગુનામાં પકડાઈ ચૂકેલ છે.
    4. સમીરખાં ઉર્ફે જાંજરું મુનિરખાન સિપાઈ – જે અગાઉ મિલકત સંબંધી, શરીર સંબંધી, ચોરી અને મોબાઈલ સ્નેચીંગના ગુનામાં પકડાઈ ચૂકેલ છે.
    5. મોહંમદ હમદ ઉર્ફે સોનુ સિરાજભાઈ શેખ – જે શરીર સંબંધી અને મોબાઈલ સ્નેચીંગના ગુનાઓમાં અગાઉ પકડાઈ ચુક્યો છે અને તેને 2 વખત પાસા પણ કરવામાં આવી છે.
    6. અયુબ ઉર્ફે પોટલી મકબુલખાન પઠાણ
    7. સોહિલ ઉર્ફે ઘી સલીમભાઇ છીપા – જે અગાઉ પશુહત્યાના ગુનામાં પકડાઈ ચુક્યો છે.

    દાણીલીમડા પોલીસની આ ત્વરિત કાર્યવાહીને સ્થાનિક રહીશો આવકારી રહ્યા છે. આવા કિસ્સાઓથી જ સમાજને વિશ્વાસ મળે છે કે પોલીસ ખરેખર તેમની સુરક્ષા માટે કટિબદ્ધ છે અને પોલીસ ચાહે તો કોઈ પણ અપરાધીઓને તેમની સાચી જગ્યા બતાવી શકે છે.

    રથયાત્રા પહેલા જ 25થી વધુ બાંગ્લાદેશીઓ પકડાઈ ચુક્યા છે

    છેલ્લા 15 દિવસમાં રથયાત્રાની પૂર્વતૈયારીના ભાગરૂપે અમદાવાદ પોલીસે શહેરભરમાં સખત કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું અને તેમાં તેમને મોટી સફળતાઓ હાથ લાગી હતી.

    ગત અઠવાડિયે અમદાવાદ શહેર એસઓજી ક્રાઇમે અમદાવાદના ચંડોળા તળાવ ખાતેના દબાણ કરીને બનાવાયેલા છાપરા તેમજ ઘાટલોડીયા અને ઓઢવ વિસ્તારમાંથી કુલ 13 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પકડી પાડ્યા હતા. આ લોકો ઘણા વર્ષોથી બોગસ ડોક્યુમેન્ટ્સના સહારે અહીંયા ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા હતા.

    આ પહેલા 2જી જૂનના રોજ અમદાવાદમાંથી SOGએ 18 બાંગ્લાદેશીઓ ઝડપી પાડયા હતા. આ તમામ પાસેથી બાંગ્લાદેશી હોવાના ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા હતા. કેટલાક બાંગ્લાદેશી યુવકો વિઝા પૂરા થઈ ગયા હોવા છતાં પણ ગેરકાયદે રહેતા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં