Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમદાવાદની KD હોસ્પિટલ પર સાયબર અટેક: હોસ્પિટલના તમામ ડેટા ગાયબ, હેકર્સે રેન્સમવેર...

    અમદાવાદની KD હોસ્પિટલ પર સાયબર અટેક: હોસ્પિટલના તમામ ડેટા ગાયબ, હેકર્સે રેન્સમવેર વાયરસથી ડેટા ચોર્યા, બીટકોઈનમાં 70 હજાર ડોલરની માગણી કરી

    રેન્સમવેર એક પ્રકારનો વાયરસ હોય છે જે સિસ્ટમમાં આવતા જ ફેલાઈ જાય છે અને તમામ ફાઈલો લોક કરી દે છે. આ ફાઈલ ખોલવા પૈસાની માગણી કરવામાં આવે છે.

    - Advertisement -

    અમદાવાદની જાણીતી KD હોસ્પિટલમાં સાયબર હુમલો થયો છે. હેકર્સે હોસ્પિટલના સર્વરને ટાર્ગેટ કરીને રેન્સમવેર અટેક કરતાં હોસ્પિટલની ફાઈલ, દર્દીઓનો ડેટા અને સીસીટીવી સહિતના ડેટા ગાયબ થઇ ગયા હતા. સર્વર પર હુમલો થતાં હોસ્પિટલની કામગીરી ખોરવાઈ ગઈ હતી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હેકર્સે સાયબર હુમલો કરી બીટકોઈનમાં 70 હજાર ડોલરની માગણી કરી છે.

    KD હોસ્પિટલમાં સાયબર હુમલો થતાં તંત્ર ખોરવાયું, તમામ ડેટા ગાયબ

    KD હોસ્પિટલમાં સાયબર હુમલો થયા બાદ હોસ્પિટલનું સર્વર ડાઉન થઇ ગયું હતું જેથી હોસ્પિટલ તંત્રની કામગીરી પર અસર પડી હતી. રેન્સમવેર વાયરસથી હેકર્સે હોસ્પિટલના તમામ જરૂરી ડેટા ચોરી લીધા છે. જેના કારણે દર્દીઓના ડેટા, હોસ્પિટલની ફાઈલો અને સીસીટીવી સહિતના ડેટા ગાયબ થઇ ગયા છે. સાયબર અટેક બાદ હોસ્પિટલ પાસે 70 હજાર ડોલર બીટકોઈનમાં ટ્રાન્સફર કરવાની માંગણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલ કે મોટી કંપનીઓમાં સંવેદનશીલ ડેટાનો લાભ ઉઠાવીને જ હેકર્સ તેના સર્વરને ટાર્ગેટ કરતા હોય છે.

    અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચ સહિતની એજન્સીઓ તપાસમાં લાગી

    અમદાવાદના એસ.જી. હાઈવે પાસે આવેલી કેડી હોસ્પિટલના આઈ.ટી. હેડ કિશોર ગોજીયાએ સાયબર અટેક અંગે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગત 13 મેના રોજ રાત્રે કિશોર ગોજીયાને હોસ્પિટલના નાઈટ સુપરવાઈઝરનો ફોન આવ્યો હતો કે હોસ્પિટલના સોફ્ટવેર યુઝર કામ નથી કરી રહ્યા અને સર્વર ડાઉન થઇ ગયું છે. બાદમાં કિશોરભાઈએ સર્વરનું વીએમ વેર કનેક્ટ કર્યું હતું જેમાં બધા જ સોફ્ટવેર બંધ બતાવતા હતા. બાદમાં સર્વર અને સોફ્ટવેર ચેક કરતા કોઈ અજાણ્યા હેકર ગ્રુપ દ્વારા રેન્સમવેર અટેક થયો હોવાનું સામે આવ્યું હતું.

    - Advertisement -

    કેડી હોસ્પિટલમાં સાયબર હુમલો થયા બાદ બધા જ સર્વરોનું કનેક્શન બંધ કરી દેવામાં આવ્યું હતું અને કોઈ ડેટા રિકવર થઇ શકે છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે એક સર્વર ઉપર હેકર્સની એક્ટિવિટી ફાઈલ ચાલુ હતી અને બધી જ ફાઈલો ઇન્ક્રીપ્ટ થયેલી જોવા મળી હતી.

    રેન્સમવેર અટેક બાદ NFSUની ટીમે સર્વરની ઇમેજ અને ઇન્ક્રીપ્ટ થયેલા સર્વરની ઇમેજ લેવાનું શરુ કર્યું હતું. હેકર્સએ 70 હાજર ડોલર માગ્યા બાદ ડિસ્કાઉન્ટની પણ ઓફર કરી હતી એવું અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. હોસ્પિટલની ફરિયાદ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ સહિતની એજન્સીઓ તપાસમાં જોડાઈ છે.

    શું છે રેન્સમવેર અટેક?

    રેન્સમવેર એક પ્રકારનો વાયરસ હોય છે જે સિસ્ટમમાં આવતા જ ફેલાઈ જાય છે અને તમામ ફાઈલો લોક કરી દે છે. આ ફાઈલ ખોલવા પૈસાની માગણી કરવામાં આવે છે. સ્ક્રીન પર જ બીટકોઈનનું એડ્રેસ આવે છે તેમાં પૈસા ટ્રાન્સફર કરવાના હોય છે. પોલીસે જણાવ્યું હતું કે, કેડી હોસ્પિટલની સિસ્ટમ સારી છે અને તેમની પાસે બેકઅપ પણ છે. ટૂંક સમયમાં સિસ્ટમ શરુ થઇ જશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં