ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતાની સાથે તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી જીતવા તૈયારી શરૂ કરી છે. જે અંતર્ગત પ્રધાનમંત્રી મોદી, દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ગુજરાતનો પ્રવાસ કરવાના છે, એવા સમયે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આજે સુરત જિલ્લાની મુલાકાતે છે. કડોદરા આકડા મુખી હનુમાન મંદિર ખાતે વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ હેઠળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તેઓએ ખાસ હાજરી આપી હતી.
ભાજપ અધ્યક્ષ સી આર પાટીલનું મિશન 2022 વન ડે વન ડિસ્ટ્રિક્ટ હેઠળ આજે સુરત જિલ્લામાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પેજ પ્રમુખોના સંમેલન સાથે ભાજપ અધ્યક્ષ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. સુરતમાં વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ‘મહાઠગ ગુજરાત આવે છે, ગુજરાતની જનતા તેનાથી ચેતીને રહેજો.’
જીલ્લાનાં કાર્યકર્તાશ્રીઓ અને આગેવાનશ્રીઓ સાથેની રૂબરૂ મુલાકાત થઇ શકે એ અંતર્ગત “વન ડે વન ડિસ્ટ્રીક્ટ” અભિયાન અંતર્ગત સુરતનાં કડોદરા ખાતે યોજાયેલી વાહન રેલીમાં હાજરી આપી, સૌનાં અપ્રતિમ સ્નેહ બદલ આભાર વ્યક્ત કર્યો.
— C R Paatil (@CRPaatil) May 7, 2022
(1/2) pic.twitter.com/vpHtjpZ2z5
સુરતમાં વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમમાં આપ અને કોંગ્રેસ પર સી.આર. પાટીલે અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી પર આકરા શબ્દોમાં વરસ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “ગુજરાતમાં મહાઠગ આવે છે, લોકો સાવધાન રહે, એક મહાઠગ ગુજરાત આવી રહ્યો છે. ગુજરાતની જનતા જાણે છે કે આ ઠગ કોણ છે?” પાટિલે જણાવ્યું હતું કે, “હવે જ્યારે એમનો ઉલ્લેખ કરો ત્યારે માત્ર ઠગ જ કહેજો. મહાઠગની એક પણ સીટ પર ડિપોઝિટ ન બચવી જોઈએ. મહાઠગની ડિપોઝીટ ન બચે એ આપણે જોવાનું છે.”
પાટિલે ઉમેર્યું હતું કે, “દેડકાઓ ડ્રાઉ-ડ્રાઉ કરતા-કરતા આવી જાય છે, એમ કેટલીક પાર્ટીના દેડકાઓ આવી જાય છે. તેમ ગુજરાતમાં મહાઠગ આવી રહ્યા છે. ઠગ મફતની ઓફર કરે છે. પરંતુ મારે તેમણે જણાવવાનું છે કે, ગુજરાતને મફતનું કઈ સદતું નથી. ગુજરાતને મફતની લાલચ આપવાથી લાભ નહીં થાય.” પાટીલે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, “એક પપ્પુ છે જેણે પાર્ટીનું ધનોતપનોત કાઢી નાખ્યું છે.” સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, “અહીં નેટવર્કના ઇસ્યુ છે ત્યાંથી પણ જજો. આટલા તાપમાં કાર્યકર્તાઓની સંખ્યા જોઈ કેટલાય ના છાતીના પાટિયા બેસી ગયા હશે. નરેન્દ્ર મોદીના યજ્ઞને રોકવાની કોઈની તાકાત નથી. ભાજપા પાર્ટી વિથ ડિફરન્સ તરીકે ઓળખાય છે.” પાટિલે જણાવ્યું કે, “બીજેપીનો એકેય કાર્યકર એક પણ રજા પર ન હતો. ચૂંટણી સામે રજા પાડે એ કાર્યકરોના લોહીમાં નથી.”
સી.આર. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, બીજેપી દ્વારા વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકામાં કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પેજકમીટીની સભા અને રેલીનું આયોજન કરાયું છે. જેમાં પાટિલ સહિત ભાજપના નેતાઓ તબીબ, વકિલ, સાધુ તમામ લોકો સાથે મુલાકાત કરશે. પેજ કમિટીના સભ્યો સાથે કાર્યકરોની વ્યથા લેખિત સ્વરૂપે આપી શકશે. દરેક જિલ્લામાં મહાનુભવોની પ્રતિમા પણ લગાવવામાં આવશે.
મહત્વનું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રણનીતિ નક્કી કરવા માટે ભાજપે કમર કસી છે. વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ હેઠળ સી.આર. પાટીલે સુરતના કાર્યકરો અને સંગઠન સાથે મુલાકાત કરી હતી. બપોર બાદ બારડોલી ખાતે સંમેલનમાં પણ હાજરી આપી હતી. આ ઉપરાંત સી.આર.પાટીલ પ્રવાસ દરમિયાન પદાધિકારીઓ, ધારાસભ્યો, વકીલો અને શિક્ષકો સાથે મુલાકાત કરશે. ઉપરાંત RSSના સ્થાનિક સભ્યો સાથે બેઠક કરશે. જેમાં ચૂંટણીલક્ષી ચર્ચા થવાની સંભાવના છે.