Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમLCBના દરોડામાં દાહોદ યુથ કોંગ્રેસનો પ્રમુખ વિદેશી દારૂ સાથે ઝડપાયો: ઉઘરાણાં કરતો...

    LCBના દરોડામાં દાહોદ યુથ કોંગ્રેસનો પ્રમુખ વિદેશી દારૂ સાથે ઝડપાયો: ઉઘરાણાં કરતો હોવાને કારણે અગાઉ TRBમાંથી હાંકી પણ કઢાયો હતો, પ્રોહિબિશનનો છે આરોપી

    જ્યારે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા (Bharat Jodo Nyaya Yatra) ચાલી રહી હતી ત્યારે તે રાહુલ ગાંધીનું (Rahul Gandhi) સ્વાગત કરવા પોસ્ટરો લઈને ફરતો પણ દેખાયો હતો. આ દરમિયાન તેના પોસ્ટર પણ દાહોદ શહેરમાં લગાવવામાં આવ્યા હતા

    - Advertisement -

    કોંગ્રેસના નેતાઓ જાતિગત રાજનીતિથી ઉપર કઈ જોઈ શકતા નથી ત્યારે કોંગ્રેસના કાર્યકરો એક બાદ એક ગેરકાયદેસર કામો કરતાં પકડાઈ રહ્યા છે. દાહોદ ખાતે કોંગ્રેસ કાર્યકર્તા (Youth Congress) સુનિલ બારીયાના ઘરેથી વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. બારીયા દાહોદમાં યુથ કોંગ્રેસનો પ્રમુખ છે. દાહોદની લોકલ ક્રાઇમ બ્રાન્ચે 29 જુલાઇના રોજ સુનિલ રામસિંહ બારીયાના ઘરે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન સુનિલ બારીયાના ઘરેથી અંદાજે ₹5000થી વધુનો વિદેશી દારૂ મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી છે.

    બારીયા દાહોદના ઉસરવાણ ગામના ટીંડોરી નિશાળ ફળિયાનો રહેવાસી છે. બાતમી આધારે કાર્યવાહી કરતા, LCBએ 27મી જુલાઈના રોજ તેના ઘરે દરોડો પાડ્યો હતો અને વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો હતો. જેના પગલે દાહોદ ટાઉન B ડિવિઝન પોલીસે તેની સામે ગુનો નોંધ્યો હતો. નોંધનીય છે કે પોલીસ દ્વારા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો, ત્યારબાદ સોમવાર, 29 જુલાઈએ તેની ધરપકડ કરવામાં આવી હતી.

    દારૂના જ ગુનામાં ગુમાવી ચૂક્યો છે નોકરી

    ઉલ્લેખનીય છે કે સુનિલ બારિયા સામે અગાઉ પણ આવો જ પ્રોહિબિશન (Prohibition) કેસ નોંધાયેલો હતો. દાહોદ યુથ કોંગ્રેસનો પ્રમુખ સુનિલ અગાઉ દાહોદ TRBમાં નોકરી કરતો હતો. નોકરી દરમિયાન તે લોકો પાસેથી ઉઘરાણા કરતો હતો હોવાની ફરિયાદો સામે આવી હતી. આ ફરિયાદો દાહોદ જિલ્લા પોલીસ વડાને મળતા તેઓ દ્વારા સુનિલ બારીયાને ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યો હતો, અને તેના પર પ્રોહિબિશનનો (Prohibition) કેસ લગાવવામાં આવ્યો હતો.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે જ્યારે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા (Bharat Jodo Nyaya Yatra) ચાલી રહી હતી ત્યારે તે રાહુલ ગાંધીનું (Rahul Gandhi) સ્વાગત કરવા પોસ્ટરો લઈને ફરતો પણ દેખાયો હતો. આ દરમિયાન તેના પોસ્ટર પણ દાહોદ શહેરમાં લગાવવામાં આવ્યા હતા.

    કોંગ્રેસ નેતાઓ અને દારૂનો સંબંધ નવો નથી

    આ અગાઉ પણ ગત વર્ષે કોંગ્રેસના સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોરનો ભાઈ દારૂની બોટલો સાથે ઝડપાયો હતો. તેના પર પણ પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો લાગુ કરતાં સમયે તે ગેનીબેન ઠાકોરનો સગો ભાઈ છે એ બાબત સામે આવી હતી. વર્ષ 2022માં રાધનપુરના મિરા દરવાજા ગંજ બજાર રોડ પર અન્ય રાજ્યોમાંથી ગેરકાયદેસર દારૂ મંગાવવાનો મામલો સામે આવ્યો હતો. જયેશ કરસનભાઇ ઠાકોર નામના વ્યક્તિના ઘરે રેડ પડતાં ગાંધીનગર મોનિટરિંગ સેલને વિદેશી દારૂ અને 120 બિયરની બોટલો સહિત ₹25,230નો મુદ્દામાલ મળી આવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં