સમયે-સમયે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ પોતાની હિંદુ ઘૃણા પ્રદર્શિત કરતા રહે છે. આ જ ક્રમ જાળવી રાખતાં કર્ણાટકના કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ હિંદુત્વ વિરુદ્ધ ઝેર ઓક્યું છે. તેમણે કહ્યું કે, હિંદુત્વ એ બંધારણની વિરુદ્ધ છે. બીજી તરફ, છત્તીસગઢની કોંગ્રેસ સરકારના મંત્રી કવાસી લખમાએ કહ્યું કે, આદિવાસીઓ હિંદુ ન હોવાનું કહ્યું હતું.
સિદ્ધારમૈયાએ રવિવારે (5 ફેબ્રુઆરી, 2023) એક કાર્યક્રમમાં બોલતી વખતે કહ્યું હતું કે, હિંદુત્વ અને હિંદુ ધર્મ અલગ છે અને તેઓ હિંદુ ધર્મની વિરુદ્ધ નથી પરંતુ હિંદુત્વ અને મનુવાદની વિરુદ્ધ છે.
Hindutva is against Constitution.Hindutva & Hindu dharma are different.I’m not against Hindu religion. I’m a Hindu but oppose Manuvad&Hindutva. No religion supports murder&violence but Hindutva & Manuvad support murder, violence&discrimination: Siddaramaiah, in Kalaburagi (05.02) pic.twitter.com/KsqSotPCAf
— ANI (@ANI) February 6, 2023
તેમણે કહ્યું, “હિંદુત્વ બંધારણની વિરુદ્ધ છે. હિંદુત્વ અને હિંદુ ધર્મ બંને જુદાં-જુદાં છે. હું હિંદુ ધર્મની વિરુદ્ધ નથી. હું હિંદુ છું પરંતુ મનુવાદ અને હિંદુત્વનો વિરોધ કરું છું. કોઈ પણ ધર્મ હત્યા અને હિંસાનું સમર્થન નથી કરતો પરંતુ હિંદુત્વ અને મનુવાદ હત્યા, ભેદભાવ અને હિંસાનું સમર્થન કરે છે.”
તેમના આ નિવેદનની લોકોએ સોશિયલ મીડિયા પર ખૂબ ટીકા કરી હતી. લોકોએ લખ્યું કે, તેઓ પોતાના રાજનીતિક અને વ્યક્તિગત લાભ માટે આખા હિંદુ સમાજને બદનામ કરી રહ્યા છે.
सिर्फ अपनी व्यक्तिगत स्वार्थ के लिए पूरे हिन्दू समाज को बदनाम करते ये नकारा नेता लोग ।
— K P (@PanwarK14) February 6, 2023
કેટલાક લોકોએ તેમની સામે કાયદેસરની કાર્યવાહીની પણ માંગ કરી હતી.
@MinOfCultureGoI @HMOIndia @AmitShahOffice @AmitShah @CMofKarnataka @BJP4India@BJP4Karnataka
— Shirshendu Ghoshal 🚩 🇮🇳 (@Shiri8580) February 6, 2023
When this person will be booked for such speeches &sent to prison ? https://t.co/1WylVPbAA2
સિદ્ધારમૈયા કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. વર્ષ 2013થી 2018 સુધી તેઓ કર્ણાટકના સીએમ હતા. હાલ તેઓ કર્ણાટક વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા છે.
આદિવાસીઓ હિંદુ નથી: છત્તીસગઢ સરકારના મંત્રી
છત્તીસગઢ સરકારના મંત્રી કવાસી લખમાએ વિવાદાસ્પદ નિવેદન આપતાં આદિવાસીઓને હિંદુઓથી અલગ ગણાવી દીધા હતા. તેમણે કહ્યું કે, આદિવાસીઓ હિંદુ નથી અને તેમની પૂજાની પદ્ધતિઓ પણ અલગ છે.
લખમાએ કહ્યું, “અમે આદિકાળથી રહેતા લોકોએ છીએ. અમે જંગલમાં રહીએ છીએ. પૂજા-પાઠ કરીએ છીએ. હિંદુ અલગ કરે છે અને અમે અલગ કરીએ છીએ. આદિવાસી લગ્ન કરે છે તો ગામના પૂજારી પાસે પાણી નંખાવીએ છીએ, અમે કોઈ પંડિત પાસે પૂજા નથી કરાવતા. એટલે અમે હિંદુઓથી અલગ છીએ. અમે જંગલમાં રહેતા આદિવાસીઓ છીએ.” તેમણે ઉમેર્યું કે, “હિંદુઓ અને આદિવાસીઓના રીત-રિવાજ અલગ-અલગ છે.”
ઉલ્લેખનીય છે કે છત્તીસગઢ અને કર્ણાટક, બંને એવાં રાજ્યો છે જ્યાં આ વર્ષે વિધાનસભા ચૂંટણીઓ યોજાનાર છે. તેવા સમયે તે પહેલાં જ કોંગ્રેસ નેતાઓએ હિંદુ ઘૃણા પ્રદર્શિત કરતી બયાનબાજી શરૂ કરી દીધી છે, જે પાર્ટીને નુકસાનકારક સાબિત થઇ શકે છે.