Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘મોદીને ખતમ કરવાની વાત કરો..’: વધુ એક કોંગ્રેસ નેતાનું આપત્તિજનક નિવેદન, કહ્યું-...

    ‘મોદીને ખતમ કરવાની વાત કરો..’: વધુ એક કોંગ્રેસ નેતાનું આપત્તિજનક નિવેદન, કહ્યું- અદાણીને એક જ દિવસમાં ભારતમાંથી કાઢી મૂકીશું

    તેમણે પુલવામા હુમલાને લઈને પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું, “મોદી સાહેબ કહે છે કે અમે ઘરમાં ઘૂસીને મારીશું. તો પુલવામા કઈ રીતે થઇ ગયો?

    - Advertisement -

    વધુ એક કોંગ્રેસી નેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વ્યક્તિગત ટિપ્પણી કરીને અપમાનજનક નિવેદન આપ્યું છે. રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી સુખજિન્દર સિંઘ રંધાવાએ કહ્યું કે, આપણે અંદરની લડાઈ બંધ કરીને મોદીને ખતમ કરવાની વાત કરવી જોઈએ, કારણ કે મોદી ખતમ થઇ જશે તો અદાણી પણ સાથે ખતમ થશે. 

    જયપુરમાં એક કાર્યક્રમમાં કોંગી નેતા સુખજિન્દર સિંઘ રંધાવાએ કહ્યું કે, “આપણી લડાઈ બંધ કરો અને મોદીને ખતમ કરવાની વાત કરો. જો મોદી ખતમ થઇ ગયો તો હિંદુસ્તાન બચી જશે. જો મોદી રહ્યો તો હિંદુસ્તાન ખતમ થઇ જશે. તેઓ કહે છે કે મારાથી મોટો દેશભક્ત નથી. પણ તેમને દેશભક્તિનો અર્થ ખબર નથી.” 

    તેમણે એવા પણ પ્રશ્ન ઉઠાવ્યા કે ભાજપ કે જનસંઘનો કયો નેતા સ્વતંત્રતાની લડાઈમાં જેલમાં ગયો હતો. સાથે ઉમેર્યું કે જેઓ જેલમાં ગયા હતા તે બધા કોંગ્રેસ પાર્ટીના નેતાઓ હતા. 

    - Advertisement -

    ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને લઈને પણ કોંગ્રેસ નેતાએ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, તેમની લડાઈ અંબાણી-અદાણી સાથે નહીં પરંતુ ભાજપ સાથે છે. જો ભાજપ હટી જશે તો અંબાણી-અદાણી આપમેળે નીકળી જશે. તેમણે અદાણીને ભારતમાંથી કાઢવાની પણ વાત કરી હતી. 

    કોંગ્રેસ નેતાએ કહ્યું, “જો શિસ્તતા આવી જાય તો અદાણીને આપણે એક જ દિવસમાં હિંદુસ્તાનમાંથી કાઢી મૂકીશું. મોદી નીકળી જશે તો અદાણી ખતમ થઇ જશે. પહેલાં ભાજપને મારી લો, અદાણી સાથે જ મરી જશે. તમે અદાણી-અદાણી કરો છો, મોદી-મોદી કરો. મોદી દેશ વેચી રહ્યો છે. આપણી લડાઈ અદાણી સાથે નથી, આપણી આ લડાઈ ભાજપ સાથે છે. ભાજપને મારો, અદાણી-અંબાણી સાથે જ મરી જશે. ત્યારબાદ એવું થવું જોઈએ કે જ્યારે કોંગ્રેસ આવે અદાણી-અંબાણી ન આવે અને તેઓ જેલમાં જાય.” 

    તેમણે પુલવામા હુમલાને લઈને પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું, “મોદી સાહેબ કહે છે કે અમે ઘરમાં ઘૂસીને મારીશું. તો પુલવામા કઈ રીતે થઇ ગયો? તેની તપાસ કરાવો. આજ સુધી જવાનો અંગે ખબર ન પડી કે તેઓ કઈ રીતે શહીદ થઇ ગયા. ક્યાંક ચૂંટણી લડવા તો ન એવું કરી નાંખ્યું હતું?”

    સુખજિન્દર સિંઘ રંધાવા પંજાબના ધારાસભ્ય છે છે. હાલ તેઓ રાજસ્થાનના કોંગ્રેસ પ્રભારી છે. ચરણજીત સિંઘ ચન્નીની સરકારમાં તેઓ પંજાબના નાયબ મુખ્યપ્રધાન પણ રહી ચૂક્યા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં