Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ22 વર્ષીય યુવતીની પાછળ પડ્યો હતો 50 વર્ષનો કોંગ્રેસ નેતા, પ્રસ્તાવ ન...

    22 વર્ષીય યુવતીની પાછળ પડ્યો હતો 50 વર્ષનો કોંગ્રેસ નેતા, પ્રસ્તાવ ન માનતાં તેના પ્રેમીની હત્યા કરી નાંખી: પુત્રો અસલમ અને અઝરૂદ્દીન પણ સામેલ

    રૂપેશની હત્યાના સમાચાર ફેલાતાં જ હિંદુ સંગઠનોએ પરિજનો સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો અને લગભગ ચાર કલાક સુધી ચક્કાજામ કર્યું હતું.

    - Advertisement -

    મધ્ય પ્રદેશમાં એક કોંગ્રેસ નેતા આશિક પટેલે તેના બે પુત્રો અસલમ અને અઝરૂદ્દીન સાથે મળીને એક યુવકની હત્યા કરી નાંખી હોવાનો મામલો સામે આવ્યો છે. મૃતકની ઓળખ રૂપેશ બિરલા તરીકે થઇ છે. 22 વર્ષીય યુવતીએ પ્રસ્તાવ ઠુકરાવી દેતાં કોંગ્રેસ નેતાએ તેના સાથીઓ સાથે મળીને હત્યા કરી નાંખી હતી.

    ઘટના મધ્યપ્રદેશના ધાર જિલ્લાના પીથમપુરની હોવાનું જણાવવામાં આવ્યું છે. 50 વર્ષીય આશિક પટેલ એક 22 વર્ષીય યુવતીની પાછળ પડ્યો હતો. પરંતુ તેણે પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો. ત્યારબાદ તેણે પુત્રો અસલમ અને અઝરૂદ્દીન સાથે મળીને યુવતીના પ્રેમી રૂપેશની હત્યા કરી નાંખી હતી અને ત્યારબાદ મૃતદેહ ખેતરમાં દાટી દીધો હતો. 

    પોલીસે આ મામલે છ લોકોની ધરપકડ કરી લીધી હતી. જોકે, આશિકના બે પુત્રો અસલમ અને અઝરૂદ્દન હજુ ફરાર છે. 

    - Advertisement -

    અહેવાલ અનુસાર, રૂપેશ બિરલા 11-12 ઓક્ટોબર વચ્ચે લાપતા થઇ ગયો હતો. ત્યારબાદ તેના પરિજનોને શંકા જતાં તેમણે પોલીસને જાણ કરીને યુવક ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. પરિજનોએ મુખ્ય આરોપી આશિક પટેલ પર જ આશંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ પોલીસે 12 ઓક્ટોબરના રોજ આશિકને પકડીને કડક પૂછપરછ કરી હતી. 

    પોલીસની પૂછપરછ દરમિયાન આશિક પટેલે પ્રેમપ્રસંગના કારણે તેના પાંચ અન્ય સાથીદારો સાથે મળીને રૂપેશ બિરલાની હત્યા કરીને તેને દફનાવી દેવાની વાત કબૂલી હતી. ત્યારબાદ પોલીસે અન્ય આરોપીઓની ધરપકડ કરીને મૃતકનો મૃતદેહ કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને પરિજનોને જાણ કરી હતી. 

    રિપોર્ટ અનુસાર, આશિક પટેલ તેને ત્યાં અકાઉન્ટન્ટનું કામ કરતી 22 વર્ષીય યુવતીના એકતરફી પ્રેમમાં હતો. જેના કારણે તે અવારનવાર તેને પરેશાન કરતો રહેતો હતો. યુવતી તેણે છેડતીનો વિરોધ કર્યો હતો અને કહ્યું કે તે રૂપેશને પ્રેમ કરે છે. રૂપેશ પીથમપુરની જ બજાજ ફાયનાન્સ કંપનીમાં કામ કરતો હતો. 

    રૂપેશની હત્યાના સમાચાર ફેલાતાં જ હિંદુ સંગઠનોએ પરિજનો સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો અને લગભગ ચાર કલાક સુધી ચક્કાજામ કર્યું હતું. પોલીસ તંત્ર વિરુદ્ધ પણ નારાબાજી કરવામાં આવી હતી. 

    આ મામલે એડિશનલ એસપી દેવેન્દ્ર પાટીદારે જણાવ્યું હતું કે, મુખ્ય આરોપી આશિક પટેલના બે પુત્રો અઝહર અને અસલમને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. રિમાન્ડમાં થયેલી પૂછપરછ અને સીસીટીવી ફૂટેજમાં તેમની પણ ભૂમિકા જાણવા મળી છે. આ મામલામાં કુલ આઠ આરોપીઓ થયા છે, જેમાંથી બે ફરાર છે. 

    બીજી તરફ, રૂપેશની હત્યા બાદ મુખ્ય આરોપીની ગેરકાયદેસર ઇમારત પર બુલઝોડર ચાલ્યું હોવાનું જાણવા મળ્યું છે. આશિક દ્વારા 15950 વર્ગફુટ જમીન પર ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું અને 200થી વધુ રૂમની કોલોની બનાવવામાં આવી હતી, જેને તોડી પાડવામાં આવી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં