ચૂંટણી પ્રચાર દરમિયાન ઉત્તર પૂર્વ દિલ્હીથી કોંગ્રેસ અને INDI ગઠબંધનના ઉમેદવાર કન્હૈયા કુમાર સાથે મારપીટનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, માળા પહેરાવવા આવેલા યુવકે કન્હૈયા કુમાર પર હુમલો કર્યો હતો અને થપ્પડ ચોંટાડી દીધી હતી. આ પછી સ્થળ પર અફરાતરફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો. આ ઘટના ઉત્તર પૂર્વ દિલ્હીના ઉસમાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કરતાર નગરમાં બની હતી. સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલા વિડીયોમાં એક યુવક ફૂલોની માળા લઈને કન્હૈયા કુમાર તરફ આગળ વધી રહ્યો હતો. દરમિયાન જ એક વ્યક્તિ બોલતો સાંભળી શકાય છે કે, “કન્હૈયા અબ પીટને વાલા હૈ, કન્હૈયા અબ પીટેગા.” તે સમયે જ ફૂલોની માળા લઈને આગળ વધી રહેલો વ્યક્તિ કન્હૈયાને તમાચો મારી દે છે અને સાથે તેના પર શાહી પણ ફેંકે છે. જોકે, ટોળાંમાં ઉભેલા કન્હૈયાના સમર્થકોએ તે યુવકને પકડી પાડ્યો હતો. પરંતુ ઘટનાનો વિડીયો વાયરલ થતાં લોકોમાં પણ આ ઘટના અંગે કુતૂહલ સર્જાયું હતું.
भारत तेरे टुकड़े होंगे टुकड़े होंगे का सरग़ना इंडी गठबंधन का नॉर्थ ईस्ट दिल्ली से प्रत्याशी कन्हैया कुमार को लोगो ने पीटा। pic.twitter.com/7PmCNmBTBW
— Sudarshan News Delhi (@SudarshanNewsDL) May 17, 2024
આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના કાઉન્સિલર છાયા શર્માએ પોલીસને લેખિત ફરિયાદ કરી હતી. ફરિયાદમાં તેમણે પોલીસને જણાવ્યું હતું કે, જ્યારે તેઓ કન્હૈયાને છોડવા માટે બહાર આવ્યા ત્યારે કેટલાક લોકોએ તેમની સાથે મારપીટ કરવાનો પ્રયાસ કર્યો હતો. છાયાએ કહ્યું કે, જ્યારે તેમણે કન્હૈયાને બચાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમને પણ ધમકી આપવામાં આવી હતી. AAP કાઉન્સિલરની ફરિયાદ પર નોર્થ ઈસ્ટ DCPએ જણાવ્યું છે કે, “અમે ફરિયાદ નોંધી છે અને તપાસ શરૂ કરી દીધી છે. કન્હૈયા અને છાયાનું નિવેદન પણ નોંધવામાં આવશે.”
તેમણે વધુમાં કહ્યું કે, “જે લોકો ઘટના સમયે હાજર હતા તેમના પણ નિવેદન નોંધવામાં આવશે. સુસંગત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા તમામ વિડીયોની તપાસ કરવામાં આવી રહી છે. જે લોકોએ શરૂઆતમાં વિડીયો રેકોર્ડીંગ કર્યું તે કોણ હતા અને તેમને આ ઘટના વિશે પહેલાંથી જ જાણકારી હતી કે કેમ, તે અંગે પણ તપાસ કરવામાં આવશે.”
‘જે દેશના ટુકડા કરવાની વાત કરશે, તેનો આવો જ ઈલાજ કરવામાં આવશે’
સોશિયલ મીડિયા પર એક અન્ય વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દેખાઈ રહેલા 2 વ્યક્તિઓ કન્હૈયા કુમાર પર હુમલો કરવાની જવાબદારી લે છે. પોલીસ તે વિડીયોની પણ તપાસ કરી રહી છે. વિડીયોમાં એક વ્યક્તિ કહી રહ્યો છે કે, “જે કન્હૈયા કુમારે નારા લગાવ્યા હતા કે, ‘ભારત તેરે ટુકડે હોંગે, ‘અફઝલ હમ શરમિંદા હૈ, તેરે કાતિલ જિંદા હૈ’.. જુઓ ભાઈ, બંને ભાઈઓએ થપ્પડનો જવાબ આપ્યો છે. રેલીમાં પહોંચીને મોઢા પર શાહી ફેંકીને થપ્પડનો જવાબ આપ્યો છે. ભારતના ટુકડા કોઈ નહીં કરી શકે.”
This guy was one of them who beat Kanhaiya Kumar..
— Mr Sinha (Modi's family) (@MrSinha_) May 17, 2024
He says "He was upset with Kanhaiya because he raised anti India slogans, and called Indian Army rapists".
The sentimental boy lost his cool after seeing him roaming like a hero on the street of Delhi.. pic.twitter.com/Rffe5BUkHN
બીજો એક વ્યક્તિ કહે છે કે, “જે દેશને તોડવાની વાત કરે છે, તેને દિલ્હીમાં પણ નહીં ઘૂસવા દઈએ. જે ભારતના સૈનિકોને રેપિસ્ટ ગણાવે છે. તેની સારવાર કરી દીધી છે. જે અમે કહ્યું હતું, તે કરી દીધું છે. જેટલા પણ જવાન છે, તે તમામનો બદલો લીધો છે.” આ સાથે બંને વ્યક્તિઓએ ‘ભારત માતા કી જય’ના નારા પણ લગાવ્યા હતા.