Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોંગ્રેસનો ગુજરાતદ્વેષ: મહિલા કોંગ્રેસના સોશિયલ મીડિયા ઈન્ચાર્જનું કહેવું છે કે 'ગુજરાતીઓ માત્ર...

    કોંગ્રેસનો ગુજરાતદ્વેષ: મહિલા કોંગ્રેસના સોશિયલ મીડિયા ઈન્ચાર્જનું કહેવું છે કે ‘ગુજરાતીઓ માત્ર બેંકો લૂંટવા માટે જ જાણીતા છે, મેડલ જીતવા માટે નહીં’

    કોંગ્રેસનેતા શર્માને ગુજરાતીઓનું અપમાન કરવાનો એટલો ગર્વ હતો કે તેણે થોડા સમય પછી પોતાની ટ્વીટને રીટ્વીટ કરવાનું પણ પસંદ કર્યું, જેથી વધુ લોકો તેની "બુદ્ધિ"ની પ્રશંસા કરી શકે.

    - Advertisement -

    જ્યારે દેશ બર્મિંગહામમાં તાજેતરમાં પૂર્ણ થયેલી કૉમનવેલ્થ ગેમ્સમાં તેના રમતવીરોના શાનદાર પ્રદર્શનની ઉજવણીમાં વ્યસ્ત છે, ત્યારે કોંગ્રેસ ફરી એકવાર ગુજરાત અને ગુજરાતીઓને નિશાન બનાવવા માટે આ પ્રસંગનો ઉપયોગ કરવાથી પોતાને રોકી શકી નથી. મહિલા કોંગ્રેસના સોશિયલ મીડિયા ઈન્ચાર્જ નતાશા શર્માએ આ તકનો ઉપયોગ કરીને પોતાનો તથા પોતાની પાર્ટી કોંગ્રેસનો ગુજરાતદ્વેષ છતો કરતા કહ્યું કે ગુજરાતીઓ માત્ર બેંકો લૂંટવા માટે જાણીતા છે, મેડલ જીતવા માટે નહીં.

    ભારતીય રમતવીરો અત્યંત સફળ રમતો પછી બર્મિંગહામથી પરત ફરતી વખતે, નત્તાશા શર્માએ તેના ટ્વિટર એકાઉન્ટ પર જઈને ગુજરાતીઓને ટોણા મારતા કહ્યું, “શું ‘ગુજરાત’માંથી કોઈ પણ રમતોમાં ગોલ્ડ મેડલ લઈને આવ્યા છે? કે પછી તેઓ માત્ર બેંકો લૂંટીને ભાગવામાં જ ગોલ્ડ મેડલ વિજેતા છે?”

    શર્માને ગુજરાતીઓની મજાકનો એટલો ગર્વ હતો કે તેણે થોડા સમય પછી પોતાની ટ્વીટને રીટ્વીટ કરવાનું પસંદ કર્યું, જેથી વધુ લોકો તેણીની “બુદ્ધિ”ની પ્રશંસા કરી શકે.

    - Advertisement -

    જાગૃત નેટિઝન્સે બતાવ્યો અરીસો

    કોંગ્રેસ નેતાના ગુજરાતદ્વેષથી ભરપૂર ટ્વીટને પગલે, ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે નોંધ્યું કે કેવી રીતે આ એક નવી ઘટના નથી અને કોંગ્રેસ હંમેશાથી જ ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન કરે છે.

    એક સોશિયલ મીડિયા યુઝર દર્શન પાઠકે ટ્વીટ કર્યું, “આમાં કોઈ આશ્ચર્ય નથી કે ગુજરાતીઓએ @INCIndia ને 1995 થી સત્તાથી દૂર રાખ્યા છે.”

    ગુજરાતની ચૂંટણીને માંડ 5 મહિના બાકી છે ત્યારે કેટલાક વપરાશકર્તાઓને આશ્ચર્ય થયું કે શું કોંગ્રેસ પણ ગુજરાતીઓને સતત નિશાન બનાવીને ત્યાં ચૂંટણી લડવાનું આયોજન કરી રહી છે.

    કોંગ્રેસના કેટલાક સમર્થકો પણ માની શકતા નથી કે આવા લોકો તેમની પાર્ટી માટે સોશિયલ મીડિયા ચલાવી રહ્યા છે. અને પોતાની પાર્ટીના મોટા નેતાને મેંશન કરીને આ વિષયમાં પગલાં લેવા તથા આ ટ્વીટ ડીલીટ કરવા કહ્યું હતું.

    કેટલાક મદદગાર યુઝર્સે શર્માને સત્ય સમજાવવાનો પણ પ્રયાસ કર્યો હતો કે ગુજરાતીઓ પણ કૉમનવેલ્થ ગેમ્સમાં ઘણા મેડલ્સ જીતીને પાછા ફરી રહ્યા છે. જેમાં વડનગર, મહેસાણાની ભાવિના પટેલનો સમાવેશ થાય છે જેમણે તેની ટેબલ ટેનિસ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો.

    અન્ય એક ટ્વીટર યુઝર @Surtilala24 એ ગુજરાતીઓ દ્વારા કૉમનવેલ્થ ગેમ્સમાં જીતાયેલ મેડલ્સને ટાંકતા લખ્યું કે, “CWG ટેબલ ટેનિસ સુવર્ણ ચંદ્રક વિજેતા હરમીત દેસાઈ સુરતના વતની છે જે ગુજરાતમાં છે, ભાવિના પટેલ પણ મહેસેનાના છે જે ગુજરાતમાં છે. ગુજરાત પ્રત્યેની આ નફરતનું કારણ છે કે તમે લોકો છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં સત્તાથી દૂર છો.”

    અન્ય એક યુઝર @imBzala39 એ કૉમનવેલ્થ ગેમ્સમાં જીતાયેલ મેડલ્સની રાજ્યવાર યાદી, કે જેમાં ગુજરાતના રમતવીરોને નામે 4 મેડલ્સ બોલી રહ્યા છે, આપીને કોંગ્રેસી નેતાને પોતાનું જ્ઞાન ચકાસવાની સલાહ આપી હતી.

    આ પહેલીવાર નથી કે કોંગ્રેસે ગુજરાત અને ગુજરાતીઓને અપમાનિત કરવાનો પ્રયાસ કર્યો હોય. કદાચ તેઓ એ સહન ન કરી શકે કે રાજ્યએ લગભગ 3 દાયકામાં કોંગ્રેસને ફરીથી સત્તામાં ન આપી હોય અથવા કદાચ એટલા માટે કે રાજ્યએ નરેન્દ્ર મોદીનું નિર્માણ કર્યું જેમણે રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસને ખતમ કરી નાખી છે. કારણ ગમે તે હોય, ગુજરાત વિરુદ્ધનો આ પ્રચાર ખૂબ જ ઉપરના સ્તરેથી થાય છે અને નતાશા શર્મા રાજ્યને નિશાન બનાવનાર પ્રથમ કોંગ્રેસી નેતા નથી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં