Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅંબાજી પ્રસાદના વકરી રહેલા વિવાદ વચ્ચે બનાસકાંઠા કલેકટરનું જાહેરનામું: સરકારી કચેરીઓ સામે...

    અંબાજી પ્રસાદના વકરી રહેલા વિવાદ વચ્ચે બનાસકાંઠા કલેકટરનું જાહેરનામું: સરકારી કચેરીઓ સામે પ્રદર્શન અને ધરણાઓ પર પ્રતિબંધ, કોઈ DJ પણ વગાડી શકશે નહીં

    હિન્દુવાદી સંગઠન VHPએ ચીક્કી પ્રસાદનો વિરોધ કર્યો છે, તેઓએ ગાંધીનગર ખાતે આવેલા વિવિધ મંદિરોમાં મોહનથાળનો પ્રસાદ વહેચીને વિરોધ નોધાવ્યો છે.

    - Advertisement -

    હિંદુ ધર્મમાં પ્રસાદનું અતિ મહત્વ છે. દરેક મંદિર પોતપોતાના પ્રસાદના પ્રકાર માટે જાણીતું છે. માટે જ આ પ્રસાદ બાબતે લોકોની આસ્થા વધુ ઘેરી હોય છે. આવી જ આસ્થા અંબાજી ખાતે વિતરિત થતા મોહનથાળના પ્રસાદ બાબતે લોકોની જોડાયેલ છે. મંદિર ટ્રસ્ટ અને સરકાર દ્વારા અહિયાં મોહનથાળના બદલે ચીક્કીનો પ્રસાદ આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયનો ભક્તો દ્વારા પુરજોરથી વિરોધ થઇ રહ્યો છે. આ વિરોધને ડામવા માટે વહીવટી તંત્ર પોતાનું જોર લાગવી રહ્યું છે. આવા સંજોગોમાં બનાસકાંઠા કલેકટર દ્વારા નવું જાહેર નામું બહાર પાડવામાં આવ્યું છે.

    મળતી માહિતી અનુસાર, અંબાજી ખાતે મોહનથાળના પ્રસાદના બદલે ચીક્કી કરવામાં આવ્યા બાદ આસ્થાવાન લોકોમાં ગુસ્સો છે. અનો પ્રતિકાર લોકો અલગ અલગ રીતે કરી રહ્યા છે. કોઈ પોતાના પૈસે મોહનથાળનો પ્રસાદ કરી રહ્યાં છે તો કોઈ સરકારનો મૌન રેલી કાઢીને વિરોધ કરી રહ્યું છે. આ વિવાદ હવે મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે, ત્યારે આ વિરોધને ડામવા માટે વહીવટી તંત્ર નવા નવા પ્રતિબંધો લગાવી રહ્યું છે. હાલમાં બનાસકાંઠા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે કે જીલ્લાની કોઈ પણ સરકારી કચેરી આગળ વિરોધ પ્રદર્શન કે ધરણા પર બેસી શકાશે નહીં. કલેકટરે DJના ઉપયોગ પર પણ પ્રતિબંધ મુક્યો છે.

    આટલું જ નહીં, જાહેરનામાં ભંગ કરનારને સીધી સજાની જોગવાઈ કરવામાં આવી છે.  જેમાં તેની સામે આઈ પી. સી. કલમ 188, 135 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવશે. આ જાહેરનામું 10/03/2023 થી 24/03/2023 સુધી લાગુ રહેશે. સાથે સાથે આ જાહેરનામાની નોટિસ અંબાજી મંદિર ના 7 નંબર ગેટ પર પણ લગાવવામાં આવી છે.  

    - Advertisement -

    વિશ્વ હિંદુ પરિષદે મોહનથાળ વહેચી કર્યો વિરોધ.

    હિન્દુવાદી સંગઠન VHPએ ચીક્કી પ્રસાદનો વિરોધ કર્યો છે, તેઓએ ગાંધીનગર ખાતે આવેલા વિવિધ મંદિરોમાં મોહનથાળનો પ્રસાદ વહેચીને વિરોધ નોધાવ્યો છે. સરકારને આ નિર્ણય પાછો લેવા માટે અપીલ કરી છે. જો આ નિર્ણય પાછો નહીં લેવામાં આવે તો આ આંદોલન સમગ્ર ગુજરાતમાં લઇ જવાની ચીમકી આપી હતી. 

    દાંતાના રાજવી પરિવારે પણ નિર્ણય પાછો લેવા કરી છે અપીલ. 

    તમને જણાવી દઈએ કે દાંતા રાજ્યના રાજવી પરમવીરસિંહે પણ આ નિર્ણયનો વિરોધ કરી, આને પાછો લેવા માટે અપીલ કરી હતી. જો સરકાર આ નિર્ણય પાછો નહીં લે તો મોટો રેલી કરીને વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.  

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં