Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘અર્બન નક્સલોએ કચ્છને દાયકાઓ સુધી પાણીથી વંચિત રાખ્યું’: કચ્છમાં જાહેરમંચ પરથી મુખ્યમંત્રી...

    ‘અર્બન નક્સલોએ કચ્છને દાયકાઓ સુધી પાણીથી વંચિત રાખ્યું’: કચ્છમાં જાહેરમંચ પરથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મેધા પાટકર આણી કંપનીની ખબર લઇ નાંખી

    કચ્છમાં કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 'અર્બન નક્સલીઓ' પર પ્રહારો કર્યા હતા.

    - Advertisement -

    મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કચ્છમાં આયોજિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે કચ્છને દાયકાઓ સુધી પાણી અને વિકાસથી વંચિત રાખનાર મેધા પાટકર અને તેમની ગેંગને આડેહાથ લીધી હતી અને કહ્યું હતું કે, આ અર્બન નક્સલોને રાજકીય પાર્ટીઓનું સમર્થન પણ મળ્યું હતું. મુખ્યમંત્રીના આ ભાષણની ગઈકાલથી ચર્ચા થઇ રહી છે. 

    મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મંચ પરથી ભાષણ આપતાં કહ્યું હતું કે, “આજે જ્યારે આપણે કચ્છમાં મા નર્મદાના જળ પહોંચાડવાનો આનંદ માનવી રહ્યા છીએ ત્યારે એ પણ યાદ કૃવ જોઈએ કે એવા કોણ લોકો હતા જેમણે પાંચ-પાંચ દાયકા સુધી કચ્છને નર્મદાના પાણીથી વંચિત રાખ્યું હતું, તરસ્યું રાખ્યું હતું અને સૂકું રાખ્યું હતું.” 

    સીએમ પટેલે કહ્યું કે, “આપણે બધા બરાબર જાણીએ છીએ કે વિરોધ કરનારા આ અર્બન નક્સલીઓ કોણ હતા? આ એ જ અર્બન નક્સલીઓ છે જેમણે નર્મદા યોજનાનો વિરોધ, કચ્છનો વિરોધ અને ગુજરાતનો વિરોધ કર્યો હતો. આ એ જ અર્બન નક્સલીઓ છે જેમણે ગુજરાત અને કચ્છને વિકાસથી વંચિત રાખવાના તમામ પ્રયત્નો કર્યા હતા.” 

    - Advertisement -

    મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મેધા પાટકર અંગે ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, તેઓ આ લોકો પૈકીનું જ એક નામ છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, આપણે જાણીએ છીએ કે તેઓ કઈ પાર્ટી સાથે જોડાયેલા છે અને કોણે તેમને સાંસદની ચૂંટણી લડવાની ટિકિટ આપી હતી? 

    મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતના લોકોને ભ્રામિક તરીકે નક્સલવાદ લાવવાના તેમના મનસૂબા ગુજરાતની શાણી અને સમજુ અને કચ્છની ખમીરવંતી પ્રજાએ ક્યારેય સફળ થવા દીધા નથી અને ક્યારેય થવા દેશે પણ નહીં. 

    આ ઉપરાંત, મુખ્યમંત્રીએ એ પણ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મા નર્મદાનું પાણી કચ્છના સૂકા વિસ્તારોમાં પહોંચાડવા માટે નર્મદા યોજનાના વિરોધીઓ અને ગુજરાતના વિરોધીઓ સામે કેટલો સંઘર્ષ કર્યો તેની પણ ગુજરાતની જનતા સાક્ષી છે. 

    ઉલ્લેખનીય છે કે નર્મદા બચાવો આંદોલનથી ચર્ચામાં આવનાર તથાકથિત એક્ટિવિસ્ટ મેધા પાટકરને આમ આદમી પાર્ટીએ 2014ની લોકસભા ચૂંટણીમાં ટિકિટ આપી હતી. મેધા પાટકર ઉત્તર-પૂર્વ મુંબઈની લોકસભા બેઠક પરથી ‘આપ’ની ટિકિટ પર ચૂંટણી લડ્યાં હતાં, પરંતુ હારનો સામનો કરવો પડ્યો હતો. તેમને માત્ર 8.9 ટકા મતો મળ્યા હતા. આ બેઠક પરથી ભાજપના કિરીટ સોમૈયાનો વિજય થયો હતો. 

    કચ્છના સૂકા વિસ્તારો સુધી નર્મદાનું પાણી પહોંચાડવાની ગુજરાત સરકારની યોજના અને સરદાર સરોવર યોજનામાં રોડાં નાંખવામાં મેધા પાટકર અને તેમના નર્મદા બચાવો આંદોલનનો મોટો ફાળો રહ્યો હતો. મેધા પાટકરે મધ્યપ્રદેશથી સરદાર સરોવર ડેમ સાઈટ સુધી 36 દિવસીય યાત્રાનું આયોજન કર્યું હતું. ‘નર્મદા બચાવો આંદોલન’ના નામે હજારો પર્યાવરણ કાર્યકરો અને વિદ્યાર્થીઓને ભેગા કરીને આંદોલનો કર્યાં હતાં અને પ્રોજેક્ટમાં વિલંબ કરવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. 

    આ આંદોલનના કારણે વર્લ્ડ બેન્ક તરફથી મળવામાં આવેલ લૉન પણ રદ કરી દેવામાં આવી હતી. જોકે, મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા બાદ કોર્ટે લીલી ઝંડી આપી હતી અને ડેમનો માર્ગ મોકળો કર્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં