Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅજમેરની ખ્વાજા મોઇનુદ્દિન ચિશ્તી દરગાહમાં ખાદીમો અને બરેલવીઓ બાખડ્યાં: વાર્ષિક ઉર્સમાં ઢીકા...

    અજમેરની ખ્વાજા મોઇનુદ્દિન ચિશ્તી દરગાહમાં ખાદીમો અને બરેલવીઓ બાખડ્યાં: વાર્ષિક ઉર્સમાં ઢીકા પાટુની મારામારીનો વિડીયો વાયરલ

    ઘટના પર અજમેર દરગાહ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ અમરસિંહે જણાવ્યું હતું કે સૂત્રોચ્ચારની માહિતી મળતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બંને પક્ષોને સમજાવવામાં આવ્યા હતા. આ દરમિયાન ઝપાઝપી પણ થઈ હતી, ઘટનાની વીડિયો ક્લિપિંગના આધારે લાલ પાઘડીવાળા શંકાસ્પદ વ્યક્તિની શોધખોળ કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    અજમેરની ખ્વાજા મોઇનુદ્દિન ચિશ્તી દરગાહનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જ્યાં વાર્ષિક ઉર્સમાં ખાદીમો અને બરેલવીઓ કોઈ કારણોસર બાખડી પડ્યા હતા. એટલું જ નહી અજમેરની દરગાહમાં ખાદીમો અને બરેલવીઓ દ્વારા કરવામાં આવેલા ઢીકા પાટુંની મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ભારે માત્રામાં પોલીસ દળ ઉતારી દેવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોવાના પણ અહેવાલો સામે આવી રહ્યાં છે.

    અહેવાલો અનુસાર ઇસ્લામના એકબીજાથી વિરોધી પંથોના ઇસ્લામિક નારા લગાવવાને લઈને અજમેરની દરગાહમાં ખાદીમો અને બરેલવીઓ ઢીકા પાટુંની મારામારી કરવા ઉપર ઉતરી આવ્યાં હતા. આ મારામારીના કારણે ત્યાં દોડધામ મચી ગઈ હતી. ઘટના બાદ સ્થાનિક પોલીસે વચ્ચે પાડીને મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી. 1 મિનિટ 8 સેકન્ડના આ વાયરલ વીડિયોમાં બંને પક્ષો એકબીજાને મારતા જોવા મળી રહ્યાં છે. થોડી વાર પછી એક વ્યક્તિ જમીન પર પડે છે. બીજી તરફ, આ જ દુર્ઘટનામાં ફસાયેલા અન્ય એક વ્યક્તિએ પોતે આ ઘટનાથી અજાણ હોવાનું કહીને ઝઘડાનું કારણ શું છે તે પૂછી રહ્યો છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર દરગાહ પર ચાલી રહેલા વાર્ષિક ઉર્સની છઠ્ઠી રાત્રે મુસ્લીમોના બે ટોળાઓ વચ્ચે તુતુ-મેમે થઈ હતી. ઘટના સમયે સદરતનો મેળાવડો ચાલી રહ્યો હતો. આ મેળામાં ખૂબ જ ભીડ જોવા મળી હતી. રાત્રે 2 વાગ્યે જન્નતી દરવાજા પાસે કેટલાક લોકોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. આ સૂત્રોચ્ચારથી દરગાહના ખાદીમ ગુસ્સે થયા હતા અને તેઓએ સૂત્રોચ્ચાર કરી રહેલા લોકોને માર માર્યો હતો. આ મારથી ગુસ્સે ભરાયેલા બરેલવીઓએ સૂત્રોચ્ચાર કરનારાઓએ જવાબી કાર્યવાહી કરી અને ખાદિમોને મારવાનું શરૂ કર્યું. આ કારણે ભીડ 2 ભાગમાં વહેંચાઈ ગઈ અને એકબીજાને મારવા લાગી.

    - Advertisement -

    જણાવવામાં આવી રહ્યું છે કે દરગાહની સુરક્ષા માટે તૈનાત બ્લુ યુનિફોર્મમાં આવેલા ખાદીમ અને સુરક્ષા કર્મીઓ પણ ઝપાઝપી દરમિયાન સ્થળ પરથી ભાગી છુટ્યા હતા. લડાઈથી બચવા ખાદીમોએ શાહજહાની મસ્જિદમાં આશરો લીધો. જ્યારે પોલીસને આ હંગામાની જાણ થઈ તો તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને બંને પક્ષોને અલગ કર્યા. પોલીસે આ સમયગાળા દરમિયાન શાંતિ ભંગ કરવાની શંકાના આધારે એક વ્યક્તિની પણ ધરપકડ કરી હતી. તે જ સમયે, પોલીસ લાલ પાઘડીવાળા વ્યક્તિને પણ શોધી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેમને કોઈ તરફથી કોઈ લેખિત ફરિયાદ મળી નથી . હાલમાં સ્થળ પર શાંતિ છે, જેને જાળવવા માટે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.

    ઘટના પર અજમેર દરગાહ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ અમરસિંહે જણાવ્યું હતું કે સૂત્રોચ્ચારની માહિતી મળતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બંને પક્ષોને સમજાવવામાં આવ્યા હતા. આ દરમિયાન ઝપાઝપી પણ થઈ હતી, ઘટનાની વીડિયો ક્લિપિંગના આધારે લાલ પાઘડીવાળા શંકાસ્પદ વ્યક્તિની શોધખોળ કરવામાં આવી રહી છે. શાંતિ ભંગ કરવા બદલ એક યુવકની પણ ધરપકડ કરવામાં આવી છે. જો કે હજુ સુધી કોઈ પક્ષે ફરિયાદ દાખલ કરવામાં નથી આવી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં