Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઉદ્ધવ સરકાર રાજીનામાં પહેલા હિન્દુત્વના શરણે, હિન્દુત્વવાદી છાપ બચાવવા શહેરોના નામ બદલવાનો...

    ઉદ્ધવ સરકાર રાજીનામાં પહેલા હિન્દુત્વના શરણે, હિન્દુત્વવાદી છાપ બચાવવા શહેરોના નામ બદલવાનો કીમિયો?

    સરકાર છોડવા અગાઉ ઉદ્ધવ ઠાકરેએ કેટલાક ઝડપી નિર્ણયો લીધા હતા જેમાં ઔરંગાબાદનું નામ બદલીને સંભાજી નગર અને ઓસ્માનાબાદનું નામ બદલીને ધારાશિવ રાખવા ઉપરાંત નવી મુંબઈ એરપોર્ટનું નામ પણ બદલવામાં આવ્યું હતું.

    - Advertisement -

    ઉદ્ધવ સરકાર રાજીનામાં પહેલા હિન્દુત્વના શરણે આવતી દેખાઈ હતી, રાજકીય ઉથલપાથલ વચ્ચે મહારાષ્ટ્ર સરકારની યોજાયેલી કેબીનેટ બેઠકમાં રાજ્યના કેટલાક શહેરોના નામ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયથી ઉદ્ધવ સરકાર પોતાની સત્તા બચાવવા મરણીયો પ્રયાસ કરી રહી હોય તેવું લાગી રહ્યું હતું, જેના માટે છેલ્લે છેલ્લે ઉદ્ધવ સરકારે હિંદુ કાર્ડ રમીને શહેરોના નામ બદલવાની તૈયારી કરી હતી, પોતાના રાજીનામાં પહેલા ઉદ્ધવ સરકાર હિન્દુત્વના શરણે આવ્યા હતા તેવી અટકળો પણ ચાલી રહી છે.

    ઉદ્ધવ ઠાકરેએ રાજીનામાં આપતા પહેલા રાજ્યના શહેરોના નામ બદલવાનો મોટો નિર્ણય લીધો હતો. કેબિનેટની બેઠકમાં ઔરંગાબાદનું નામ સંભાજી નગર અને ઉસ્માનાબાદનું નામ ધારાશિવ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ નવી મુંબઈ એરપોર્ટનું નામ પણ બદલીને ડીબી પાટીલ ઈન્ટરનેશનલ એરપોર્ટ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં ફ્લોર ટેસ્ટ અંગેની સુનાવણી દરમિયાન ઉદ્ધવ કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. અંતિમ સમયમાં ભૂતપૂર્વ ઉદ્ધવ સરકારના આ નિર્ણયને હિન્દુત્વના કાર્ડ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.

    નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટનું પણ થશે નામકરણ

    - Advertisement -

    નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ દિ.બા. પાટીલ તરીકે ઓળખાશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ માતોશ્રી પર સ્થાનિક લોકોને બોલાવીને તેમને મળ્યા બાદ આ નિર્ણય લીધો હતો. આ એરપોર્ટનું નામ બાળાસાહેબ ઠાકરેના નામ પર રાખવાનો પ્રસ્તાવ સરકારમાં વિચારણા હેઠળ હતો. એકનાથ શિંદેએ ગયા વર્ષે આ સંદર્ભે ઠરાવ કરતી વખતે સિડકોને સૂચનાઓ આપી હતી. જોકે, સ્થાનિક લોકો દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

    દિ.બા. પાટીલનો પરિચય

    દિનકર બાલુ પાટીલ એટલે કે દિ.બા. પાટીલનો જન્મ રાયગઢ જિલ્લાના ઉરણ તાલુકાના જસાઈ ગામમાં થયો હતો. ખેડૂત પરિવારમાં જન્મેલા દિ.બા. પાટીલે વર્ષ 1951માં કાયદામાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. તે પછી તેઓ રાજકારણમાં સક્રિય થયા. તેઓ ખેડૂત વર્કર્સ પાર્ટીના હતા. વર્ષ 1957 થી 1980 ની વચ્ચે, તેઓ પનવેલ વિધાનસભા ક્ષેત્રમાંથી પાંચ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ 1977 થી 1984 સુધી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઓ 1972 થી 1977 અને 1982-83 સુધી મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા પણ હતા. 1975માં ઈમરજન્સી દરમિયાન તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી.

    અંતિમ બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ કરી અંતિમ આભારવિધિ

    મીડિયા રીપોર્ટ પ્રમાણે રાજીનામાં પહેલા ઉદ્ધવ ઠાકરેએ કેબિનેટ બેઠકમાં તમામનો આભાર માન્યો હતો. ઠાકરેએ કહ્યું કે, “તમે જે રીતે અઢી વર્ષ સુધી સાથ આપ્યો તેના માટે આભાર. જો કોઈ ભૂલ હોય તો હું માફી માંગુ છું.” ઉદ્ધવ ઠાકરેના આ આભાર વિધિનો અર્થ એવો પણ લેવામાં આવી રહ્યો છે કે તે સમજી ચુક્યા હતા કે હવે તેમની સરકાર પડી ભાંગવાની છે. અને અંતે રાજીનામાની ઘોષણા કરી હતી

    છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રમાં રાજકીય વાવાઝોડાએ ઉદ્ધવ સરકારને બાનમાં લીધી હતી, શિવસેનાના કદાવર નેતા અને બાળાસાહેબ ઠાકરેના શિષ્ય એવા એકનાથ શિંદેએ સરકાર વિરુદ્ધ બંડ પોકાર્યું હતું. આ બળવાખોરીમાં શિવસેના અને અપક્ષ 40 ધારાસભ્યો જોડાયા હતા, ઉલ્લેખનીય છે કે કોર્ટની રાહત બાદ શીવસેના આદેશ વિરુદ્ધ સુપ્રીમકોર્ટમાં ગઈ હતી, અને રાજ્યપાલે આવતીકાલે મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર પણ બોલાવ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં