આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ એટલેકે AIની મદદથી ચીનમાં એક વ્યક્તિએ પોતાની દાદીને ફરીથી જીવતી કરવાનો કમાલ દેખાડ્યો છે. આ વ્યક્તિએ AIની મદદથી પોતાની દાદીને ડિજીટલી અવતરીત કર્યા છે. તેનો એક વિડીયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયામાં તેની જબરદસ્ત ચર્ચા ચાલી રહી છે.
વુ વુલીયુ નામનો આ વ્યક્તિ ચીનના શાંઘાઈ શહેરમાં રહે છે અને તેની ઉંમર 24 વર્ષની છે. વુ ની દાદી કોરોનાને લીધે જાન્યુઆરી 2023માં અવસાન પામી હતી. વુ ના માતાપિતાના છૂટાછેડા થઇ ગયા છે અને ત્યારબાદ તેની દાદીએ જ તેને ઉછેરીને મોટો કર્યો હતો. વુ વુલીયુને વારંવાર તેની દાદી યાદ આવતી હતી અને આથી તેણે AIની મદદથી દાદીનું AI કેરેક્ટર એટલેકે વર્ચ્યુઅલ વર્ઝન બનાવવાની યોજના તૈયાર કરી અને થોડા જ સમયમાં તેને સફળતા પણ મળી ગઈ.
વુ વુલીયુ પોતે એક વિઝ્યુઅલ ડિઝાઈનર છે અને દાદીનું AI કેરેક્ટર બનાવવા માટે તેણે Chat GPTનો ઉપયોગ કર્યો હતો. ચેટ જીપીટી ખુદ એક વર્ચ્યુલ મોડલ છે એટલે તેણે અહીં જ પોતાની દાદી સાથે વાતચીત કરવાની પદ્ધતિ શીખી. વુ પાસે દાદી સાથે થયેલી વાતચીતનું રેકોર્ડીંગ પહેલેથી જ ઉપલબ્ધ હતું. આ રેકોર્ડીંગને તેણે AI applicationમાં ઈમ્પોર્ટ કર્યું અને ત્યારબાદ તેણે પોતાની દાદીની પર્સનાલિટી તેમજ અન્ય બાબતોનો પ્રોગ્રામ પણ AIની મદદથી તૈયાર કરી દીધો. ત્યારબાદ દાદીનો ફોટો ઉમેરીને તેને દાદીનું વર્ચ્યુઅલ એઆઈ કેરેક્ટર ઉભું કરી દીધું.
A man, who goes by the name Wu Wuliu on #Bilibili, one of the country's most popular video-sharing platforms, uploaded a video in which he used #AI to create a #digital version of his late grandmother who died in January.
— China Focus (@China__Focus) April 11, 2023
The "grandmother" can blink, nod and even heartily laugh. pic.twitter.com/C81klLtUTv
આ બધું જ થયા બાદ વુ એ પોતાની દાદી સાથેની વાતચીતનો વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો હતો. આ વિડીયોમાં વુ પોતાની દાદીને કહી રહ્યો છે કે, “દાદી, મારા પિતા અને હું તમારી સાથે ચંદ્રનું નવું વર્ષ (Lunar New Year) મનાવવા માટે શહેર પરત જઈશું. જ્યારે મારા પિતાએ તમને છેલ્લી વખત કૉલ કર્યો હતો ત્યારે તમે એમને શું કહ્યું હતું?” આ પ્રશ્નનો જવાબ આપતા AI દાદીએ જવાબ આપ્યો કે, “મેં એને કહ્યું હતું કે દારૂ ન પી. સારો માણસ બન લાશ નહીં.”
ત્યારબાદ વુ કહે છે, “હા દાદી, તમારે એમને આમ જ કેહવું જોઈએ. પિતાજી હવે લગભગ 50 વર્ષના થઇ ગયા છે, પરંતુ હજી પણ દરરોજ દારૂ પીવે છે. તેમની પાસે કોઈજ બચત બચી નથી. દાદી, તમે લુનર ન્યૂ યર મનાવવા માટે કશું ખરીદ્યું છે?” આ પ્રશ્નના જવાબમાં દાદી કહે છે, “મેં ખાવાના તેલની બે બોટલો ખરીદી છે. આ તેલ ખેડૂતોએ જાતે બનાવ્યું છે. તેલની સુગંધ ખૂબ સરસ છે. એક બોટલ 75 યુઆનની છે.” આ વિડીયોમાં સહુથી મહત્વની બાબત એ છે કે AI દાદીની વાતચીત કરવાની રીત અને હાવભાવ એકદમ સાચા મનુષ્ય જેવા જ દેખાય છે.