વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ અને દુનિયામાં પ્રચંડ લોકચાહના ધરાવતા નેતા બની ચૂક્યા છે. ખાસ કરીને બાળકોનો મોદી પ્રત્યે અને મોદીનો બાળકો પ્રત્યેનો પ્રેમ ક્યાંય છૂપો નથી. તેવામાં અગામી ચૂંટણીને લઈને છત્તીસગઢ પ્રવાસે પહોંચેલા પીએમ મોદીએ કાંકેરમાં પોતાના વક્તવ્ય દરમિયાન પોતાનો સ્કેચ લઈને ઉભેલી બાળકી તરફ જોઇને જે વાત કહી, તે હાલ સોશિયલ મીડિયામાં ચર્ચા બની છે. લાંબા સમય સુધી હાથમાં સ્કેચ પકડીને ઉભેલી બાળકીને પીએમ મોદીએ ચાલુ વક્તવ્યમાં જ આશીર્વાદ આપ્યા હતા.
આ ઘટના તે સમયની છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છતીસગઢના કાંકેર ખાતે ચૂંટણીને લઈને જાહેર જનતાને સંબોધિત કરી રહ્યા હતા. આ સભામાં હાજર એક બાળકી ઘણા લાંબા સમથી પોતે બનાવેલો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સ્કેચ ઊંચો કરીને ઉભી હતી. આ બાળકી પર ધ્યાન જતાં જ મોદીએ પોતાનું ભાષણ ત્યાં જ અટકાવી દીધું અને તેને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ મંચ પરથી બાળકીને કહ્યું કે, “દીકરી, મેં તારો સ્કેચ જોયો, તું ખૂબ સરસ કામ કરીને આવી છો, હું તને આશીર્વાદ આપું છું. પણ દીકરી, તું ક્યારની ઉભી છે, થાકી જઈશ, નીચે બેસી જા.”
बेटी मैं तुम्हें आशीर्वाद देता हूं…
— 🦏 Payal M/પાયલ મેહતા/ पायल मेहता/ পাযেল মেহতা (@payalmehta100) November 2, 2023
अपना पता लिख देना,
मैं तुझे जरूर चिट्ठी लिखूंगा!
PM @narendramodi pic.twitter.com/erJRbegQTx
થેંક યુ બેટા, હું ચોક્કસ પત્ર લખીશ: પીએમ મોદી
વડાપ્રધાન મોદીની આ વાત સાંભળીને હાજર સહુ કોઈ આનંદમાં આવી ગયા હતા. એટલામાં જ વડાપ્રધાને સભાસ્થળ પર હાજર પોલીસકર્મીઓને કહ્યું કે, “એ દીકરી ચિત્ર આપવા માંગે છે, તે લઈને મારા સુધી પહોંચાડી દેજો.” સાથે જ વડાપ્રધાને સ્કેચ બનાવવા બદલ આભાર માનતા કહ્યું હતું કે, “થેન્ક યુ બેટા, તું તેના પર તારું સરનામું લખી આપજે, હું ચોક્કસ તને પત્ર લખીશ.”
આ સાંભળી સભામાં હાજર લોકોએ વડાપ્રધાન મોદીના સમર્થનમાં જયઘોષ પણ કર્યા. બીજી તરફ પોતાના ગમતા નેતા તરફથી મળેલા પ્રતિસાદને જોઈ ચિત્ર બનાવી લાવનાર બાળકી પણ રાજી થઇ હતી. ન્યુઝ એજન્સી ANI સાથે વાત કરતાં તેણે રાજીપો વ્યક્ત કર્યો અને કહ્યું કે, તેનું નામ આકાંક્ષા ઠાકુર છે અને તે 5મા ધોરણમાં ભણે છે. તેણે જણાવ્યું કે, “ઘણા દિવસોથી લોકો વાત કરી રહ્યા હતા કે મોદીજી અહીં આવી રહ્યા છે. તો મેં પણ વિચાર્યું કે હું મોદીજીને મળીને જ રહીશ, મેં કાલે રાત્રે એમના માટે સ્કેચ બનાવ્યો હતો.” સાથે જ તેણે એમ પણ જણાવ્યું હતું કે તે વડાપ્રધાનના પત્રની રાહ જોશે.
#WATCH | Kanker, Chhattisgarh: "Everyone was saying that PM Modi will be coming here. I made a sketch for him and he said that he would write a letter to me…," says Akansha Thakur who gifted PM Modi a sketch of him, during an election rally, earlier today. pic.twitter.com/csAjCeH3Ch
— ANI (@ANI) November 2, 2023
કોંગ્રેસ પર વરસ્યા નરેન્દ્ર મોદી, કહ્યું- છત્તીસગઢમાં ભાજપની આંધી (તોફાન) છે
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીનો છતીસગઢનો આ પ્રવાસ આગામી વિધાનસભા ચૂંટણીને લઈને હતો. અહીં સભાને સંબોધિત કરતા મોદીએ કહ્યું હતું કે, આ પાંચ વર્ષોમાં ખાલી કોંગ્રેસના નેતાઓના ઘર, કોઠીઓ અને ગાડીઓનો જ વિકાસ થયો છે. સાથે જ જાહેર જનતાને સંબોધતા વડાપ્રધાને કહ્યું હતું કે, “કોંગ્રેસ જયારે કેન્દ્ર પર શાસન કરી રહી હતી ત્યારે તેણે છત્તીસગઢની હંમેશા અવગણના કરી હતી. પરંતુ અમે આ રાજ્યના વિકાસ માટે તમામ જરૂરી પગલાં લીધાં. છત્તીસગઢમાં ભાજપના સમર્થનમાં આંધી ચાલી રહી છે અને તેની એક ઝલક કાંકેરમાં પણ જોવા મળી રહી છે.” ઉલ્લેખનીય છે કે પીએમની સભા કાંકેરમાં યોજાઈ હતી.