Sunday, September 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસ્ટિંગ ઓપરેશનનો ડંખ ચેતન શર્માને લાગ્યો; ચીફ સિલેક્ટર પદેથી રાજીનામું આપ્યું -...

    સ્ટિંગ ઓપરેશનનો ડંખ ચેતન શર્માને લાગ્યો; ચીફ સિલેક્ટર પદેથી રાજીનામું આપ્યું – જાણીએ આખો ઘટનાક્રમ

    આ આખો મામલો સામે આવ્યાં બાદ બોર્ડ પર ચેતન શર્માને હટાવવા માટે ભારે દબાણ હતું, નોંધનીય છે કે ચેતન શર્માને ડીસેમ્બર 2020માં પ્રથમ વાર ચીફ સિલેક્ટરની જવાબદારી સોંપવામાં આવી હતી,

    - Advertisement -

    તાજેતરમાં એક ન્યુઝ ચેનલ દ્વારા પૂર્વ ક્રિકેટર ચેતન શર્માનું એક સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે ટીમ ઇન્ડીયાના પૂર્વ કેપ્ટન સહીત અન્ય ખિલાડીઓ વિશે ચોંકાવનારા નિવેદનો આપ્યાં હતા. આટલું જ નહી, શર્માએ BCCIના પૂર્વ અધ્યક્ષને લઈને પણ ખુલાસો કર્યો હતો.. તેમના આ સ્ટિંગ ઓપરેશન બાદ BCCI શર્મા વિરુદ્ધ કોઈ પગલા લે તે પહેલા જ ચેતન શર્માએ ચીફ સિલેક્ટર પદેથી રાજીનામું આપ્યું છે.

    મળતી માહિતી અનુસાર ચેતન શર્માએ ચીફ સિલેક્ટર પદેથી રાજીનામું આપ્યું તેની પાછળ એક ન્યુઝ ચેનલે કરેલા સ્ટિંગ ઓપરેશનને કારણભૂત માનવામાં આવી રહ્યું છે. જેમાં શર્માએ ખેલાડીઓ સાથે જોડાયેલા કેટલાય ખુલાસાઓ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે 80-85 ટકા ફીટ હોવા છતાં ખેલાડીઓ ઇન્જેક્શનનો વપરાશ કરે છે. આ ઓપરેશનમાં તેઓ એમ પણ જણાવી રહ્યાં છે કે સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલી વચ્ચેના સબંધોમાં મોટી તિરાડ પડી ગઈ હતી, કોહલીનું માનવું હતું કે તેમનું કેપ્ટનનું પદ ગાંગુલીના કારણે છીનવાયું હતું. પણ તેવું કશું ન હતું, અ બન્નેના ખટરાગ પાછળનું મુખ્ય કારણ ઈગો હતો. વિરાટે કેપ્ટન પદેથી હટી ગયા બાદ ગાંગુલી પર અનેક ખોટા આરોપો લગાવ્યાં હતા.

    આટલું જ નહિ, આ સ્ટિંગ ઓપરેશનમાં પૂર્વ ચીફ સિલેક્ટર ચેતન શર્માએ હાલના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાને લઈને પણ ટીપ્પણી કરી હતી, તેમણે જણાવ્યું હતું કે હાર્દિક કેપ્ટનનું પદ મેળવવા માટે તેમના ઘરના ધક્કા ખાતા હતા. શર્માએ તેમ પણ કહ્યું કે રોહિત શર્મા સાથે પણ તેમની અડધો-અડધો કલાક વાત થાય છે. આ ઉપરાંત આ સ્ટિંગ ઓપરેશનમાં ચેતન શર્મા ઉમેશ યાદવ, દીપક હુડ્ડા સહીતના અનેક ખેલાડીઓના નામ લેતા સાંભળવા મળ્યા હતા.

    - Advertisement -

    આ આખો મામલો સામે આવ્યાં બાદ બોર્ડ પર ચેતન શર્માને હટાવવા માટે ભારે દબાણ હતું, નોંધનીય છે કે ચેતન શર્માને ડીસેમ્બર 2020માં પ્રથમ વાર ચીફ સિલેક્ટરની જવાબદારી સોંપવામાં આવી હતી, આ બાદ તેમને નવેમ્બર 2020માં તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યાં હતા. જેનું કારણ ભારતીય ક્રિકેટ ટીમ દ્વારા T20 વર્લ્ડ કપમાં કરવામાં આવેલું ખરાબ પ્રદર્શન માનવામાં આવે છે. પણ તે પછી તેમને ફરી એક વાર ચીફ સિલેક્ટરનું પદ આપવામાં આવ્યું હતું.

    ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી ચેતન શર્માનો ચીફ સિલેક્ટર તરીકેનો આ દ્વિતીય કાર્યકાળ હતો. ઉપર જણાવ્યાં મુજબ T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શનના કારણે તેમનું પદ છીનવી લેવામાં આવ્યું હતું. પણ ફરી એક વાર તેમના પર ભરોસો મુકીને BCCIએ તેમને ચીફ સિલેક્ટરના પદ પર બેસાડ્યા હતા, પણ તેવામાં ચેતને સ્ટિંગ ઓપરેશનમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ વિશે કહેલી વાતો બાદ વિવાદમાં સપડાયા, અને તેમને રાજીનામું આપવાનો વારો આવ્યો. કહેવામાં આવી રહ્યું છે કે તેમણે જય શાહ ને પોતાનું રાજીનામું સોપ્યું હતું, અને તેને સ્વીકારી લેવામાં આવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં