ચંદીગઢ યુનિવર્સિટી MMS કાંડમાં પીડિતાના વકીલે દાવો કર્યો છે કે પોલીસને મળી આવેલા બંને વીડિયો છોકરીના નહીં પણ છોકરાના મોબાઈલમાંથી મળી આવ્યા છે. બીજો વિડિયો એક વિદ્યાર્થિનીનો નહાતી વખતેનો છે, જે બાથરૂમની નીચેથી બનાવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ચંદીગઢ યુનિવર્સિટી MMS કાંડમાં 3 આરોપીઓની ધરપકડ બાદ હવે પોલીસ આ સમગ્ર ઘટનામાં ચોથા આરોપીને પણ શોધી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર યુવતીએ બનાવેલો પહેલો વીડિયો તેના મિત્રને મોકલવો એ ગુનો નથી.
એક મીડિયા રિપોર્ટ અનુસાર ધરપકડ કરાયેલ યુવતીએ પોલીસ સમક્ષ કબૂલ્યું છે કે તેણે યુનિવર્સિટીની 8 છોકરીઓનો વાંધાજનક વીડિયો બનાવીને તેના મિત્ર સનીને મોકલ્યો હતો. યુવતીએ વધુમાં જણાવ્યું હતું કે તેના મિત્રને વીડિયો મોકલ્યા બાદ તેણે તેના ફોનમાંથી વીડિયો ડિલીટ કરી દીધો હતો. જો કે તે વિડિયો અન્ય યુવતીના મોબાઈલ ફોનમાં કેવી રીતે આવ્યો તેની તેને કોઈજ જાણ નથી.
અન્ય એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર મામલાની તપાસ માટે રચવામાં આવેલી SITના સભ્ય રુપિન્દર કૌર ભટ્ટીએ જણાવ્યું હતું કે તપાસ ટીમ ફોરેન્સિક રિપોર્ટની રાહ જોઈ રહી છે. તેમના મતે ત્યાં સુધી કોઈપણ વીડિયોને સાચો કે ખોટો કહેવું યોગ્ય નથી. રુપિન્દર કૌર ભટ્ટીએ એ પણ જણાવ્યું છે કે પૂછપરછ દરમિયાન ધરપકડ કરાયેલ યુવતીએ તેનો વીડિયો બનાવીને તેના મિત્ર સનીને મોકલવાની વાત સ્વીકારી છે. તેણે એ પણ જણાવ્યું કે બીજો આરોપી રંકજ પણ યુવતીને ફોન કરીને તે ફોટો અને વીડિયો માંગતો હતો.
બીજી તરફ ચંદીગઢ યુનિવર્સિટીના વહીવટી અધિકારી પ્રભદીપ સિંહે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને પોલીસ તપાસની રાહ જોવાની અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે આ મામલામાં કોઈ વિદેશી એંગલ નથી. જો કે યુનિવર્સિટીના અનેક વિદ્યાર્થીઓએ પોતાને ડરી ગયેલા ગણાવીને અન્ય યુવતીઓના વીડિયો બનાવવાની ઘટનાને પોલીસ કેમ નકારી રહી છે તે અંગે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.
ચંદીગઢ યુનિવર્સિટી MMS કેસમાં ચોથો શંકાસ્પદ કોણ છે?
આ મામલાની તપાસ કરી રહેલી SIT ટીમનો ભાગ બનેલા SSP ચંદીગઢના જણાવ્યા અનુસાર , યુવતી દ્વારા તેના મિત્રને મોકલવામાં આવેલા વીડિયોને જ્યાં સુધી સાર્વજનિક કરવામાં ન આવે ત્યાં સુધી તેને ગુનો ગણવામાં આવશે નહીં. તે જ સમયે, સામે આવેલા બીજા વીડિયોમાં છોકરીનો ચહેરો સ્પષ્ટ નથી દેખાઈ રહ્યો.
23 videos of #chandigarhuniversity girls were recovered from that girl’s phone. Special SIT made to solve the #MMSCase . I think now fair investigation is doing by SIT .#justiceforCUgirls #Punjab #MohaliGirlsHostel #BhagwantMann pic.twitter.com/qafbqjwL3h
— Ashu Yadav (@ashuyadav_16) September 20, 2022
પોલીસના જણાવ્યા અનુસાર, બીજા વીડિયોમાં દેખાતી યુવતી ધરપકડ કરાયેલી યુવતીથી અલગ છે. આ રીતે હવે પોલીસ ચોથા શંકાસ્પદને શોધી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલ યુવતીના મોબાઈલમાંથી કેટલાક વીડિયો પણ ડિલીટ કરવામાં આવ્યા છે. ડિલીટ કરાયેલા આ વીડિયોની ફોરેન્સિક તપાસ ચાલી રહી છે.
એક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પોલીસ ટીમે અત્યાર સુધીમાં 23 ફૂટેજ રિકવર કર્યા છે. તેમાં હોસ્ટેલની સીસીટીવી ક્લિપ્સ પણ સામેલ છે. પોલીસ ડેટા રિકવર કરવા માટે આરોપીને શિમલા લઈ જવાની તૈયારી કરી રહી છે.
પોલીસને એવી પણ શંકા છે કે ધરપકડ કરાયેલા બંને આરોપી વિદ્યાર્થીઓ છોકરીઓના વીડિયો ઓનલાઈન વેચતા હતા. જો કે આ મામલે પોલીસ હજુ પણ તપાસ કરી રહી છે. અત્યાર સુધીની પૂછપરછમાં એ વાત પણ સામે આવી છે કે બંને આરોપી વિદ્યાર્થીઓ છોકરીઓના વીડિયો મંગાવતા હતા અને તેને અન્ય કોઈ ડિવાઈસમાં જમા કરાવતા હતા.
પોલીસને આશંકા છે કે પૈસા કમાવવા માટે આવું કરવામાં આવ્યું હતું. બંને આરોપીઓના 10 દિવસના કસ્ટડી રિમાન્ડની માંગણી સાથે પોલીસે કોર્ટમાં વીડિયો ઓનલાઈન વેચવાની આશંકા વ્યક્ત કરી હતી. જોકે પોલીસે 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
ડરમાં ચંદીગઢ યુનિવર્સિટીના વિદ્યાર્થીનીઓ
આ મામલો સામે આવ્યા બાદ યુનિવર્સિટીની અન્ય યુવતીઓ ડરી ગઈ હોવાનું કહેવાય છે . એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમને ડર છે કે તે વીડિયો ઇન્ટરનેટ પર અપલોડ ન થઈ જાય. ઘણી વિદ્યાર્થિનીઓ એવો પણ દાવો કરે છે કે ઘટના બાદ હોસ્ટેલના વોર્ડન દ્વારા તેમના ફોન જપ્ત કરવામાં આવ્યા હતા.
ચંદીગઢ યુનિવર્સિટીની એક વિદ્યાર્થીનીએ કહ્યું કે જ્યારે પણ તે વોશરૂમમાં જાય છે ત્યારે લાગે છે કે તેનો વીડિયો બનાવવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીએ વધુમાં જણાવ્યું કે હવે તે વોશરૂમમાં જવામાં અથવા કપડાં બદલવામાં ખૂબ જ અસ્વસ્થતા અનુભવે છે અને વિચારે છે કે જો કોઈ તેનો વીડિયો બનાવી લેશે તો શું થશે.
અન્ય એક બીટેક સ્ટુડન્ટના જણાવ્યા અનુસાર, જ્યારે તે ગઈકાલે નહાવા ગઈ ત્યારે તેણે લાઈટો બંધ કરી દીધી હતી જેથી કોઈ તેનો વીડિયો ન બનાવી શકે. આ સાથે વિદ્યાર્થીએ એમ પણ જણાવ્યું કે, વોશરૂમના દરવાજા ફ્લોર સુધી નથી પહોંચતા, જેથી નીચેથી કોઈ કેમેરો ન મુકીદે તેવો ડર રહે છે.