Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટધરપકડ બાદ ચંદા કોચરના પુત્રના હાઈપ્રોફાઈલ લગ્ન રદ્દ; ત્રણ મહિનાથી જેસલમેરમાં ચાલી...

    ધરપકડ બાદ ચંદા કોચરના પુત્રના હાઈપ્રોફાઈલ લગ્ન રદ્દ; ત્રણ મહિનાથી જેસલમેરમાં ચાલી રહેલી તડામાર તૈયારીઓ પર બ્રેક; અનેક બુકિંગ્સ રદ્દ

    અહેવાલો અનુસાર, ચંદા કોચરના પુત્ર અર્જુનના લગ્ન એક બિઝનેસ ફેમિલી સાથે સંબંધ ધરાવતી સંજના નામની છોકરી સાથે નક્કી કરવામાં આવ્યા છે. પ્રી-વેડિંગ પાર્ટી 7 જાન્યુઆરી 2023ના રોજ મુંબઈની તાજ હોટેલમાં યોજાવાની હતી. આ માટે મહેમાનોને આમંત્રણ પણ પાઠવવામાં આવ્યાં હતાં.

    - Advertisement -

    લોન કૌભાંડમાં ધરપકડ કરાયેલ ICICI બેંકના પૂર્વ સીઈઓ ચંદા કોચર અને તેના પતિ દીપક કોચરના પુત્ર અર્જુન કોચરના હાઈપ્રોફાઈલ લગ્ન રદ કરવામાં આવ્યા છે. લગ્નનું ફંક્શન જેસલમેરમાં થવાનું હતું. આ માટે બે લક્ઝુરિયસ હોટલ અને લગભગ 150 લક્ઝરી કાર બુક કરવામાં આવી હતી જે હવે રદ કરવામાં આવી છે.

    ચંદા કોચર અને તેના પતિ દીપક કોચરની સીબીઆઈ દ્વારા 23 ડિસેમ્બર 2022ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. વીડિયોકોન ગ્રુપને આપવામાં આવેલી કરોડો રૂપિયાની લોનના સંબંધમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. એવો આરોપ છે કે જ્યારે ચંદા કોચરે ICICI બેંકનો હવાલો સંભાળ્યો ત્યારે તેણે વીડિયોકોનને 3250 કરોડ રૂપિયાની લોન આપી હતી, જે બાદમાં નોન પરફોર્મિંગ એસેટ (NPA) બની ગઈ હતી. જો આપણે સરળ ભાષામાં એનપીએ કહીએ તો ICICI બેન્કનાં આ પૈસા ડૂબી ગયા હતાં.

    ચંદા કોચર અને તેના પતિ દીપક કોચરએ સીબીઆઈ દ્વારા તેમની ધરપકડને કોર્ટમાં પડકારી હતી. કોચર દંપત્તિએ પોતાની ધરપકડને પડકારતી અરજી કરી હતી. આ સાથે કોર્ટને આ અંગે તાત્કાલિક સુનાવણી કરવા વિનંતી કરવામાં આવી હતી. કોર્ટે અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે અરજી તાત્કાલિક સુનાવણી માટે યોગ્ય નથી.

    - Advertisement -

    અહેવાલો અનુસાર, અરજી રદ્દ થયા બાદ અર્જુન કોચરના લગ્ન પણ રદ કરવા પડ્યા હતા. અર્જુનના લગ્ન માટે મુંબઈની એક ઈવેન્ટ કંપની દ્વારા જેસલમેરમાં હોટેલ બુક કરવામાં આવી હતી. હોટેલો સાથે સંકળાયેલા લોકોએ માહિતી આપી છે કે મુંબઈની ઈવેન્ટ કંપનીએ આ હાઈપ્રોફાઈલ વેડિંગ માટે હોટલ બુક કરાવી હતી તે તમામ બુકિંગ કેન્સલ કરી દેવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ લગ્ન માટે જેસલમેરની 2 લક્ઝુરિયસ હોટલ બુક કરવામાં આવી હતી. આ સિવાય લગ્નમાં મહેમાનોને એરપોર્ટથી લાવવા અને જેસલમેરની ટૂર પર લઈ જવા માટે 150 લક્ઝરી વાહનોની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણ મહિના પહેલા જ જેસલમેરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી.

    અહેવાલો અનુસાર, ચંદા કોચરના પુત્ર અર્જુનના લગ્ન એક બિઝનેસ ફેમિલી સાથે સંબંધ ધરાવતી સંજના નામની છોકરી સાથે નક્કી કરવામાં આવ્યા છે. પ્રી-વેડિંગ પાર્ટી 7 જાન્યુઆરી 2023ના રોજ મુંબઈની તાજ હોટેલમાં યોજાવાની હતી. આ માટે મહેમાનોને આમંત્રણ પણ પાઠવવામાં આવ્યાં હતાં.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં