Tuesday, September 17, 2024
More
    હોમપેજદેશમહિલા ડૉક્ટર રેપ-મર્ડર કેસ: કોલકાતાની આરજી કર હોસ્પિટલ પહોંચી CBI ટીમ, ક્રાઇમ...

    મહિલા ડૉક્ટર રેપ-મર્ડર કેસ: કોલકાતાની આરજી કર હોસ્પિટલ પહોંચી CBI ટીમ, ક્રાઇમ સીનનું થશે ડિજિટલ મેપિંગ; IMAની રાષ્ટ્રવ્યાપી હડતાલ શરૂ

    હત્યા અને દુષ્કર્મની આ ઘટનાના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ 24 કલાકની રાષ્ટ્રવ્યાપી હડતાલની ઘોષણા કરી હતી. જેના પગલે હવે 24 કલાક માટે દેશભરની તમામ OPD બંધ રાખવામાં આવી છે.

    - Advertisement -

    કોલકાતાની મહિલા ડૉક્ટર સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના કેસને લઈને આખા દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. CBI આ કેસની તપાસ કરી રહી છે. બીજી તરફ IMAએ 24 કલાકની રાષ્ટ્રવ્યાપી હડતાલ શરૂ કરી દીધી છે. રવિવારે સવારે 6 વાગ્યા સુધી દેશભરની તમામ OPD બંધ રાખવા માટેનું આહ્વાન કરવામાં આવ્યું છે. ઉપરાંત CBI પણ ઘટનાસ્થળનું ડિજિટલ મેપિંગ કરવા માટે કોલકાતાની આરજી કર મેડિકલ કૉલેજ અને હોસ્પિટલ પહોંચી છે. એજન્સીએ તે હોસ્પિટલમાં ઘટના સમયે ફરજ બજાવી રહેલા 4 ડૉક્ટરોના નિવેદન પણ લીધાં છે.

    ઘટનાને લઈને સતત બીજા દિવસે શનિવારે (17 ઑગસ્ટ) પણ આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષ CBI સામે હાજર રહ્યા છે. શુક્રવારે (16 ઑગસ્ટ) CBIની ટીમ પૂછપરછ માટે તેમને પોતાની સાથે લઈ ગઈ હતી. જ્યારે હવે આ કેસને લઈને વિશેષ પૂછપરછમાં પણ તેમને સાથે રાખવામાં આવ્યા છે. જોકે, તેમની પૂછપરછ બાદ તરત જ CBIની એક ટીમ હોસ્પિટલ પહોંચી છે. હાલ હોસ્પિટલમાં CBI તપાસ ચાલુ છે. બીજી તરફ સુરક્ષાની સ્થિતિને ધ્યાને રાખીને વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી છે.

    IMAની રાષ્ટ્રવ્યાપી હડતાલ અને મહિલા આયોગની તપાસ સમિતિનો અહેવાલ

    હત્યા અને દુષ્કર્મની આ ઘટનાના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ 24 કલાકની રાષ્ટ્રવ્યાપી હડતાલની ઘોષણા કરી હતી, જેના કારણે શનિવારે સવારે 6 વાગ્યાથી તેની અસર દેખાવાની શરૂ થઈ ચૂકી છે. આ હડતાલ રવિવારે 6 કલાકે પૂર્ણ કરવામાં આવશે. તે દરમિયાન દેશભરની તમામ OPD બંધ રાખવામાં આવશે. દર્દીની સ્થિતિ અને બીમારીની ગંભીરતાને ધ્યાને લઈને 24 કલાક માટે ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવશે. તે સિવાયની તમામ સેવાઓ 24 કલાક માટે બંધ રહેશે. જેમાં ઑપરેશનની લઈને સર્જરી સુધીની સેવાઓનો પણ સમાવેશ થાય છે. જોકે, IMAએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, દેશભરના ડૉક્ટરો મેડિકલ એસોસિએશનના સમર્થનમાં એકત્રિત થયા છે. IMAએ પીડિતા ડૉક્ટરને એક નિશ્ચિત સમયમર્યાદામાં ન્યાય અપાવવા અને આ બર્બર ઘટનામાં સામેલ આરોપીઓને કડકમાં કડક સજા અપાવવાનું આહ્વાન કર્યું છે.

    - Advertisement -

    દરમિયાન જ રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)ની બે સદસ્યોની તપાસ સમિતિએ ઘટનાની આસપાસના સંજોગોની તપાસ કરી છે. તપાસ પૂર્ણ થયા બાદ સમિતિએ નોંધ્યું છે કે, “અપૂરતી સુરક્ષા, નબળી સુવિધાઓ, અયોગ્ય તપાસ અને સુરક્ષાનો અભાવ” ઘટનામાં મુખ્ય કારણભૂત છે. તેમણે આ પ્રારંભિક તારણોનો અહેવાલ મહિલા આયોગને સુપરત કર્યો છે. નોંધનીય છે કે, કોલકાતાની ઘટનાના પગલે ગુજરાતમાં પણ અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. ગુજરાતમાં પણ 24 કલાક માટેની હડતાલનું પૂર્ણ પાલન કરવા માટેનું આહ્વાન કરવામાં આવ્યું છે. 16 ઑગસ્ટે રાજ્યના લગભગ તમામ શહેરોમાં ડૉક્ટરોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં