Thursday, September 19, 2024
More
    હોમપેજદેશ'સરકારની નાકામી, દવાખાનાને તાળા મારી દો': જ્યાં મહિલા તબીબના બળાત્કાર અને હત્યાની...

    ‘સરકારની નાકામી, દવાખાનાને તાળા મારી દો’: જ્યાં મહિલા તબીબના બળાત્કાર અને હત્યાની ઘટના બની, તે હોસ્પિટલમાં હિંસા બાદ કલકત્તા હાઈકોર્ટે મમતા સરકારનો ઉધડો લીધો

    કલકત્તા હાઈકોર્ટે 14 ઓગસ્ટની રાત્રે આરજી કર હોસ્પિટલમાં તોડફોડ મામલે મમતા બેનર્જીની TMC સરકારનો ઉધડો લેતા આકરા શબ્દોમાં ટિપ્પણીઓ કરી છે. કોર્ટનું માનવું છે કે આ ઘટના એ સરકારી મશીનરીની સંપૂર્ણ નકામીનું મોટું ઉદાહરણ છે.

    - Advertisement -

    પશ્ચિમ બંગાળના કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં ગત 14 ઓગસ્ટ 2024ના રોજ એક ટોળાએ હિંસા ફેલાવી હતી. આ એ જ હોસ્પિટલ છે, જ્યાં એક ટ્રેની તબીબની બળાત્કાર કરીને હત્યા કરી દેવામાં આવી હતી. આરોપ છે કે ઘટનાના પુરાવાઓ નષ્ટ કરવા માટે થઈને ટોળું ત્યાં ધસી ગયું હતું અને તોડફોડ આદરી હતી. આ મામલે કલકત્તા હાઈકોર્ટે રાજ્યની મમતા બેનર્જી સરકારનો ઉધડો લીધો છે. કોર્ટે સખ્ત શબ્દોમાં ટિપ્પણી કરીને કહ્યું છે કે આ હિંસા એ સરકારની ચૂક છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર કલકત્તા હાઈકોર્ટે (Calcutta High Court) 14 ઓગસ્ટની રાત્રે આરજી કર હોસ્પિટલમાં (RG Kar Hospital) તોડફોડ મામલે મમતા બેનર્જીની (Mamta Banerjee) TMC સરકારનો ઉધડો લેતા આકરા શબ્દોમાં ટિપ્પણીઓ કરી છે. કોર્ટનું માનવું છે કે આ ઘટના એ સરકારી મશીનરીની સંપૂર્ણ નકામીનું મોટું ઉદાહરણ છે. કોર્ટે કહ્યું હતું કે, આ પ્રકારે વહીવટ કરવા કરતા સરકારે હોસ્પિટલને તાળા મારીને બંધ કરી દેવી જોઈએ અને દર્દીઓને અન્યત્ર ખસેડી દેવા જોઈએ.

    કોર્ટની આ ટિપ્પણી સાંભળીને બંગાળ સરકાર પક્ષે હાજર વકીલે દલીલ આપતા કહ્યું હતું કે ઘટના સમયે ત્યાં પોલીસ દળ હાજર હતું. આ દલીલ સાંભળી ચીફ જસ્ટીસની આગેવાનીવાળી ખંડપીઠે કહ્યું હતું કે તેઓ (પોલીસ) પોતાની જ સુરક્ષા ન કરી શક્યા. આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતાં કોર્ટે કહ્યું હતું કે તબીબો આવા વાતાવરણમાં નીડર થઈને કામ કેવી રીતે કરી શકે?

    - Advertisement -

    7000 લોકો ઘૂસી ગયા તે સરકારની વિફળતા

    કોર્ટે સરકારને ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, “ઘટના બાદ તમે શું કરી રહ્યા છો? તકેદારી માટે શું પગલા લેવામાં આવ્યા હતા?” દરમિયાન પોતાની નિષ્ફળતાનું ઠીકરું ટોળા પર ફોડતા સરકારે કહ્યું હતું કે એક સાથે 7000 લોકો ધસી આવ્યા હતા. જેના પર પણ કોર્ટે તેમને અવળા હાથે લીધા હતા. કોર્ટે કહ્યું હતું કે, “લોકો હોસ્પિટલમાં ઘૂસી આવે તો તેવી સ્થિતિ માટે પોલીસે ત્યાં હાજર રહેવું પડે. જો 7000 લોકો ઘૂસી ગયા હોય તો તે માનવું મુશ્કેલ નથી છે કે રાજ્ય સરકાર અસફળ સાબિત થઇ છે. આટલા લોકો કાંઈ પગે ચાલીને તો નહીં આવ્યા હોય ને? આ રાજ્ય સરકારની મશીનરીની વિફળતા છે.”

    સરકાર પક્ષે હાજર વકીલે દલીલ આપી હતી કે જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના પર અસંતોષ દર્શાવતા કોર્ટે કહ્યું હતું કે જો 10-15 લોકો ઘૂસ્યા હોય તો સમજી શકાય, પણ 7000 લોકો ઘૂસ્યા હોય તો તે નિષ્ફળતા જ છે. આ દરમિયાન કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને કહ્યું હતું કે તેમને આ ઘટના પર બંગાળના નાગરિક હોવાના કરને દુખી થવું જોઈએ. કોર્ટે સરકાને કહ્યું કે, “અમે આપની વાત સાંભળી, તેને રેકોર્ડ પર લો. અમને બર્બરતા થઈ હોવાના અનેક મેસેજ મળ્યા છે. આ ઘટનાઓ શા માટે થઈ. લોકોએ કેમ તોડફોડ કરી? શું આ કાયદો વ્યવસ્થાની નિષ્ફળતા નથી? તમારે સમજવું જોઈએ કે રાજ્યની જનતા પીડામાંથી પસાર થઇ રહી છે. કોર્ટે સરકારને એવું કશું કરવાનું કહ્યું હતું કે જેનાથી રાજ્યની જનતા અને કોર્ટ બંને તેમના પર ભરોસો કરી શકે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં