યુકેના વડાપ્રધાન ભારતીય મૂળના ઋષિ સુનક (Rishi Sunak) પણ G-20 સમિટમાં ભાગ લેવા માટે ભારત આવ્યા છે. આજે સમિટના બીજા દિવસે તેઓ દિલ્હીના અક્ષરધામ મંદિર (Akshardham Temple) પહોંચ્યા હતા, જ્યાં પૂજા-અર્ચના કરી હતી.
Honoured to welcome 🇬🇧 Prime Minister @RishiSunak and #AkshataMurthy to celebrate the shared cultural heritage between India and the UK @BAPS #SwaminarayanAkshardham during the #G20 #LivingBridge pic.twitter.com/6IXtanxn15
— Swaminarayan Akshardham (@DelhiAkshardham) September 10, 2023
રવિવારે (10 સપ્ટેમ્બર, 2023) ઋષિ સુનક અને તેમનાં પત્ની અક્ષતા મૂર્તિ દિલ્હી સ્થિત અક્ષરધામ મંદિરે પહોંચ્યાં હતાં. અહીં બંનેએ મંદિરમાં પૂજા કરી હતી. તેમનો કાર્યક્રમ પહેલેથી નક્કી હતો અને મંદિરમાં તમામ તૈયારીઓ કરી રાખવામાં આવી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઋષિ સુનક રાજઘાટ જવા માટે રવાના થયા હતા.
#WATCH | G 20 in India | On UK Prime Minister Rishi Sunak's visit to Akshardham Temple, Director of Akshardham Temple, Jyotindra Dave says,"…His experience was extraordinary…He performed the Pooja and Aarti with a lot of faith…We showed him the temple and also gave him a… pic.twitter.com/DQFylPCo8m
— ANI (@ANI) September 10, 2023
અક્ષરધામ મંદિરના ડાયરેક્ટર જ્યોતીન્દ્ર દવેએ કહ્યું હતું કે, “તેમનો અનુભવ ખૂબ સારો રહ્યો. તેમણે ખૂબ આસ્થાપૂર્વક પૂજા અને આરતી કર્યાં…અમે તેમને મંદિર બતાવ્યું તેમજ ભેટ તરીકે મંદિરની પ્રતિકૃતિ પણ આપી. તેઓ સમય કરતાં વધુ અહીં રોકાયા. તેમનાં પત્ની પણ ખૂબ ખુશ હતાં.”
કહ્યું હતું- હિંદુ હોવાનો મને ગર્વ, મંદિરે પણ જઈશ
સમિટમાં ભાગ લેવા માટે ભારત આવ્યા બાદ ઋષિ સુનકે મીડિયાને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં તેમણે પોતાનાં ભારતીય મૂળ અને હિંદુ ધર્મ વિશે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે તેમને હિંદુ હોવાનો ગર્વ છે. સાથે એમ પણ કહ્યું હતું કે તેઓ મંદિરની મુલાકાતે પણ જશે.
બ્રિટીશ પીએમએ કહ્યું હતું, “હું એક ગર્વિત હિંદુ છું. મારો ઉછેર પણ એ જ રીતે થયો છે. આશા છે કે થોડા દિવસ માટે અહીં છું તો મંદિરમાં પણ જઈ શકીશ. તાજેતરમાં જ અમે મારા ભાઈ-બહેનો સાથે રક્ષાબંધનની પણ ઉજવણી કરી, મને રાખડીઓ પણ બાંધવામાં આવી. જોકે, જન્માષ્ટમીની ઉજવણી કરવાનો સમય નહીં મળ્યો. પરંતુ હવે મંદિરની મુલાકાતે જઈશ તો તે પણ થઈ શકશે.”
આગળ તેમણે કહ્યું કે, “મારા માટે આસ્થાનું ઘણું મહત્વ છે. આસ્થા એવી ચીજ છે જે સૌ કોઈને જીવનમાં મદદ કરે છે. ખાસ કરીને મારા જેવા લોકો જેમને ઘણું કામ હોય છે, તેમને તે શક્તિ આપે છે. એટલે તેનું એક આગવું મહત્વ છે.”
ઓક્ટોબરમાં યુકેના વડાપ્રધાન બન્યા બાદ ઋષિ સુનકની આ પહેલી ભારત મુલાકાત છે. તેમની આ મુલાકાત એટલા માટે પણ ખાસ છે કારણ કે તેઓ ભારતીય મૂળના છે. તેઓ શુક્રવારે ભારત આવી પહોંચ્યા હતા. ત્યારબાદ શનિવારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી હતી અને બંને દેશોના સંબંધો વધુ ઘનિષ્ઠ બનાવવા માટે તેમજ ખાસ કરીને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને લઈને ચર્ચા કરી હતી.