હરિયાણાના નૂંહમાં (Nuh) ગયા વર્ષે થયેલી ઇસ્લામી હિંસા બાદ હવે ફરી એકવાર સજ્જડબંધ સુરક્ષા સાથે પાંડવકાલિન શિવ મંદિરોમાં બ્રિજમંડળ જળાભિષેક યાત્રાનો પ્રારંભ થયો છે. આ યાત્રા નલ્હડ શિવ મંદિરેથી શરૂ થઈ છે. ગાડીઓમાં નીકળેલી આ યાત્રા ફિરોજપુર ઝિરકાના ઝિરકેશ્વર મંદિરે પહોંચશે, ત્યાં જળાભિષેક બાદ પુન્હાનાના શ્રૂંગેશ્વર મહાદેવ મંદિરમાં યાત્રા પૂર્ણ થશે. યાત્રા દરમિયાન 5000 જેટલા સુરક્ષાદળના જવાનો ખડેપગે છે. અભેદ્ય સુરક્ષા સાથે યાત્રા નીકળી રહી રહી છે. સુરક્ષા એજન્સીઓ ડ્રોન દ્વારા મોનીટરીંગ કરી રહી છે. આ પહેલાં હરિયાણા સરકારના ગૃહ મંત્રાલયે યાત્રા દરમિયાન ઈન્ટરનેટ (Internet) સેવા અને SMS સેવાઓ પર 24 કલાક માટે પ્રતિબંધ લગાવી દીધો હતો.
પવિત્ર સોમવારના (22 જુલાઈ) રોજ હરિયાણાના (Haryana) નૂંહમાં બ્રિજમંડળ જળાભિષેક યાત્રાનો પ્રારંભ થયો છે. આ યાત્રા 80 કિલોમીટર લાંબી છે. સુરક્ષાની સ્થિતિને ધ્યાને રાખીને પ્રશાસને સોમવારે સાંજે 6 વાગ્યા સુધી ઈન્ટરનેટ અને SMS સેવાઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. નૂંહમાં 5000 જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. અરાવલીના પહાડી વિસ્તારમાં ડ્રોન દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. યાત્રાની બંને તરફ પોલીસે સિક્યુરિટી કવર આપ્યું છે. કોઈપણ પ્રકારની હિંસાને સખત શબ્દોમાં જવાબ આપવા માટેના સરકારના આદેશ છે.
#WATCH | Haryana: Security heightened in Nuh ahead of Brajmandal Jalabhishek Yatra that is to be commenced today.
— ANI (@ANI) July 22, 2024
Mobile internet and bulk SMS services are temporarily suspended in Nuh district till 22nd July, 18:00 hrs. There is an apprehension of causing tension, annoyance,… pic.twitter.com/xkoB66EdAO
યાત્રા પહેલાં રવિવારે (21 જુલાઈ) હરિયાણાના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ (Additional Chief Secretary) અનુરાગ રસ્તોગીના આદેશ અનુસાર, જિલ્લામાં ઈન્ટરનેટ સેવા રવિવારે સાંજે 6 વાગ્યાથી સોમવારે સાંજે 6 વાગ્યા સુધી સ્થગિત રહેશે. આદેશમાં કહેવાયું છે કે, નૂંહ જિલ્લામાં તણાવ, આંદોલન, જાહેર અને ખાનગી સંપત્તિને નુકશાન અને શાંતિ અને સૌહાર્દમાં ખલેલ પહોંચવાની સંભાવનાને જોતાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ, વોટ્સએપ, ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી ખોટી માહિતી અને અફવાઓને ફેલાવતી રોકવા માટે લગાવવામાં આવ્યો છે.
2023માં હિંદુઓ પર ઇસ્લામી ટોળાંએ કર્યો હતો હુમલો
અહીં ઉલ્લેખનીય છે કે, 31 જુલાઈ, 2023ના રોજ હરિયાણાના મેવાતના (Mewat) નૂંહ જિલ્લામાં હિંદુ સંગઠનોએ શ્રાવણના પવિત્ર સોમવારે બ્રિજમંડળ જળાભિષેક યાત્રાનું (Brij Mandal Jalabhishek Yatra) આયોજન કર્યું હતું. પરંતુ યાત્રા થોડી જ આગળ વધી ત્યાં મુસ્લિમ વિસ્તારમાં યાત્રા પર હુમલો કરી દેવામાં આવ્યો અને પથ્થરો ફેંકાયા હતા. ત્યારબાદ વાહનોમાં આગચંપી કરવામાં આવી અને મોટાપાયે હિંસા ફાટી નીકળી હતી. ઇસ્લામી કટ્ટરપંથીઓએ પવિત્ર નલ્હડ મંદિરને ત્રણ બાજુથી ઘેરી લીધું અને ગોળીબાર કર્યો હતો. જેના કારણે 1500થી વધુ હિંદુઓ મંદિરમાં ફસાયા હતા. જોકે, પછીથી તેમને સુરક્ષિત બચાવી લેવાયા હતા. આ આખી ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.