બોલિવૂડ તેની નબળી માનસિકતાને કારણે સતત નીચે જઈ રહ્યું છે. તેની પાયાવિહોણી ફિલ્મોને દર્શકો નકારી રહ્યા છે. તો બીજી તરફ, બોલિવૂડ સેલિબ્રિટીઓ પણ તેમની નબળી સામાન્ય સમજ અને ભારત વિરોધી વલણ બદલ ચર્ચામાં છે. તેનું તાજું ઉદાહરણ રિચા ચઢ્ઢા છે. બુધવારે (23 નવેમ્બર 2022)ના રોજ ટ્વિટર પર રીચા ચઢ્ઢાએ દેશના વીરગતી પામેલા જવાનોની ઠેકડી ઉડાડી હતી.
વાસ્તવમાં, ભારતીય સેનાના ઉત્તરી કમાન્ડના કમાન્ડિંગ-ઇન-ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીએ એક નિવેદનમાં કહ્યું હતું કે જો સરકાર આદેશ જાહેર કરે તો ભારતીય સેના પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) પરત લેવા માટે તૈયાર છે. આ નિવેદન ‘બાબા બનારસ’ નામના ટ્વિટર હેન્ડલથી શેર કરવામાં આવ્યું હતું. આ ટ્વીટના જવાબમાં રીચા ચઢ્ઢાએ દેશના વીરગતી પામેલા જવાનોની ઠેકડી ઉડાડી અને ટોણો માર્યો કે તમને ગલવાન ઘાટી Hi કહી રહી છે.(તમને ગલવાન ઘાટી યાદ છે ને?), જોકે રીચાએ પોતાનો એજન્ડા ચલાવીને લિબરલોના હાથમાં એક નવો મુદ્દો રમવા આપવાના મનસુબાને પાર પાડીને અમુક કલાકો બાદ ટ્વીટ ડીલીટ પણ કરી નાખી હતી.
નોંધનીય છે કે જૂન 2020માં ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકોની ચીની સૈનિકો સાથે અથડામણ થઈ હતી, જેમાં 20 ભારતીય સૈનિકોએ પોતાના પ્રાણોની આહુતિ આપીને ભારતીય સીમાઓની રક્ષા કરી હતી. કલાકો સુધી ચાલેલી અથડામણમાં ઘણા ચીની સૈનિક પણ માર્યા ગયા હતા. પરંતુ ચીને ક્યારેય સત્તાવાર રીતે તેના મૃત સૈનિકોની ચોક્કસ સંખ્યા જાહેર કરી નથી. ગલવાન અથડામણ બાદ લદ્દાખમાં બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ યુદ્ધવિરામ થયો હતો . જોકે બંને દેશોએ આ ક્ષેત્રમાં લગભગ 60,000 સૈનિકો અને અદ્યતન હથિયારો તૈનાત કર્યા હતા.
हम पाकिस्तान से पीओके वापस लेने के लिए पूरी तरह तैयार हैं। हम सरकार के आदेश का इंतजार कर रहे हैं: लेफ्टिनेंट जनरल उपेंद्र द्विवेदी, कमांडिंग-इन-चीफ उत्तरी कमान भारतीय सेना।
— world_new_trending (@worldnewtrendi2) November 22, 2022
अब मोदी सरकार कब आर्डर देती है, इस पर सरकार के हौसलों की अग्नि परीक्षा है।,🤔🤔
#Agniveer #agnipath pic.twitter.com/N9YS2nmpxp
રિચા ચઢ્ઢાને તે ઘટનાની મજાક ઉડાવતા જોવું ખૂબ જ હાસ્યાસ્પદ છે. તેને કદાચ ખબર પણ નહીં હોય કે ભારતીય સૈનિકોએ બહાદુરીપૂર્વક કોઈપણ હથિયાર વિના ચીની સેનાનો સામનો કર્યો અને તેમને પાછળ ધકેલવામાં સફળ રહ્યા હતા.
બોલિવૂડ સ્ટાર્સ ક્યારેય તેમની કોમન સેન્સ માટે જાણીતા નથી, પરંતુ રિચા ચઢ્ઢાએ આ મામલે પોતાની જાતને આગળ કરી દીધી છે. આટલું જ નહીં, ગલવાનમાં પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનાર 20 જવાનોના પરિવારો પ્રત્યે પણ આ સંવેદનહીનતા છે.
જ્યાં સુધી PoK પર ભારતીય સેનાની પ્રતિક્રિયાની વાત છે , તે ભારતીય પત્રકારોના મૂર્ખ પ્રશ્નોના પ્રમાણભૂત જવાબ છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ PoK પાછું લઈ શકે છે, તો આ એકમાત્ર જવાબ છે જે આર્મી આપી શકે છે, તેનો અર્થ એ નથી કે તેઓ કાલે પાકિસ્તાન પર આક્રમણ કરી રહ્યા છે. આપણે ચોક્કસપણે તેવું નથી ઈચ્છતા કે સેના એમ કહે કે તેઓ પીઓકે પાછું લેવામાં સક્ષમ નથી.