Friday, November 22, 2024
More
    હોમપેજવગેરે...મનોરંજનબૉલીવુડ અભિનેતા રણબીર કપૂરને ઈડીનું તેડુ: ઓનલાઈન સટ્ટાબાજી એપના પ્રમોશન મામલે થશે...

    બૉલીવુડ અભિનેતા રણબીર કપૂરને ઈડીનું તેડુ: ઓનલાઈન સટ્ટાબાજી એપના પ્રમોશન મામલે થશે પૂછપરછ

    મહાદેવ બેટિંગ એપ બનાવનાર સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલે રણબીર સિવાય બૉલીવુડના અનેક સિતારાઓને સટ્ટાબાજીની કમાણીથી રૂપિયા ચૂકવ્યા હતા. દાવો કરવામાં આવી રહ્યો છે કે રણબીર આ તમામ સેલિબ્રિટીઓમાં સહુથી વધુ નાણા કમાનાર વ્યક્તિ છે.

    - Advertisement -

    બૉલીવુડ અભિનેતા રણબીર કપૂરને EDએ સમન ફટકાર્યું છે. રણબીરને સોશિયલ મીડિયા પર ઓનલાઈન સટ્ટાબાજી એપના પ્રમોશન મામલે અગામી 6 ઓકટોબર, 2023ના રોજ હાજર થવા નિર્દેશ આપવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છ કે ‘મહાદેવ બેટિંગ એપ’ નામના સટ્ટાબાજી પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવેલા 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં થયેલી તપાસમાં રણબીરને ચૂકવવામાં આવેલા રૂપિયા મામલે પૂછપરછ કરવામાં આવશે તેમ અહેવાલો જણાવે છે.

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર, મની લોન્ડરિંગ કેસમાં તપાસ કરી રહેલી EDને જાણકારી મળી હતી કે રણબીરને મહાદેવ બેટિંગ એપના પ્રમોટરો દ્વારા તેમના ગેમિંગ એપના પ્રમોશન બદલ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. માલિકોએ ચૂકવવામાં આવેલા આ નાણાં ગેરકાયદેસર ઉચાપત કરીને ભેગા કર્યા હતા અને એમાંથી જ એક માતબર રકમ રણબીરને ચૂકવવામાં આવી હતી. મહાદેવ બેટિંગ એપ બનાવનાર સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલે રણબીર સિવાય બોલીવુડના અનેક સિતારાઓને સટ્ટાબાજીની કમાણીથી રૂપિયા ચૂકવ્યા હોવાની જાણકારી બહાર આવી હતી.

    દાવો કરવામાં આવી રહ્યો છે કે રણબીર આ તમામ સેલિબ્રિટીઓમાં સહુથી વધુ નાણા કમાનાર વ્યક્તિ છે. ન્યૂઝ18એ સૂત્રોને ટાંકીને આપેલા અહેવાલ અનુસાર ‘મહાદેવ બેટિંગ એપ’ના માલિકો સ્થાનિક વેપારીઓ, હવાલા સંચાલકો તેમજ પાકિસ્તાનમાં પણ લિંક ધરાવે છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં ‘મહાદેવ’ નામની સટ્ટાબાજીની એપ બનાવનાર સૌરભ ચંદ્રાકર નામના વ્યક્તિએ દુબઈમાં બૉલીવુડની અનેક હસ્તીઓને પોતાના લગ્નના કાર્યક્રમમાં દુબઈ બોલાવ્યા હતા. આ લગ્નમાં 200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. કહેવામાં આવ્યું હતું ઓનલાઈન બેટિંગ (સટ્ટાબાજીની) એપ્લિકેશન બનાવનાર ચંદ્રાકરે બોલીવુડના અનેક સિતારાઓને કરોડો રૂપિયા ચૂકવ્યા હતા. આ રૂપિયા ગેરકાયદેસર રીતે સટ્ટાબાજીની એપ દ્વારા કમાવવામાં આવ્યા હતા. આ જ મહાદેવ બેટિંગ એપની ઓનલાઈન ગેમિંગ એપ પ્રમોશન બદલ અભિનેતા રણબીર કપૂરને EDનું સમન મળ્યું છે.

    શું છે સટ્ટો રમાડતી એપ અને મની લોન્ડરિંગનો કેસ?

    આ સમગ્ર મામલો ‘મહાદેવ’ નામની સટ્ટાબાજીની એપ બનાવનાર સૌરભ ચંદ્રાકર સાથે જોડાયેલો છે. સૌરભે પ્રાઇવેટ જેટ મોકલીને બોલીવુડની અનેક હસ્તીઓને પોતાના લગ્નના કાર્યક્રમમાં દુબઈ બોલાવ્યા હતા. આ લગ્નમાં 200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેણે જ ‘મહાદેવ’ નામની ઓનલાઈન બેટિંગ (સટ્ટાબાજીની) એપ્લિકેશન બનાવી હતી.

    એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરે આ વર્ષે ફેબ્રુઆરીમાં લગ્ન કર્યાં હતાં. લગ્નમાં પરફોર્મ કરનાર બોલીવુડ સેલેબ્સમાં- સની લિયોની, ટાઇગર શ્રોફ, નેહા કક્કર, આતિફ અસલમ, રાહત ફતેહ અલી ખાન, અલી અસગર, વિશાલ ડડલાની, એલી અવરામ, ભારતી સિંહ, ભાગ્યશ્રી, કીર્તિ ખરબંદા, નુસરત ભરૂચા, કૃષ્ણા અભિષેક અને સુખવિન્દરસિંહનો સમાવેશ થાય છે. ‘મહાદેવ’ બેટિંગ એપ્લિકેશન મામલે માત્ર ED જ નહીં પણ ઘણાં રાજ્યોની પોલીસ પણ તેની પાછળ લાગેલી છે.

    સાથે જ આ બેટિંગ એપથી જોડાયેલી 417 કરોડની સંપતિ જપ્ત કરવામાં આવી છે. દુબઈથી સંચાલિત આ એપ્લિકેશન દ્વારા યુઝર્સને જોડવામાં આવતા હતા અને બેનામી બેન્ક ખાતાં દ્વારા યુઝર આઈડી બનાવીને મની લોન્ડરિંગ કરવામાં આવી રહ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં