રાજસ્થાનના ઝુંઝુનુમાં વિસ્ફોટક બનાવતા સમયે એક મુસ્લિમ પરિવારના ઘરે બુધવારે (12 જુલાઈ, 2023) વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટમાં વિસ્ફોટક પદાર્થ બનાવનાર મહિલા 25 ફૂટ દૂર બીજા ઘરની છત પર પડતા લાશના ટુકડા થયા હતા. આ ઘટનામાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
વિસ્ફોટ એટલો જોરદાર હતો કે મહિલાના શરીરના ટુકડા થઈ ગયા હતા. મહિલાના શરીર પરથી એક હાથ અને એક પગ ઉડીને ક્યાંક દૂર ફેંકાઈ ગયા હતા. પોલીસે અલગ થયેલા હાથ અને પગ માટે કલાકો સુધી શોધખોળ કરી હતી. તેમાંથી પગ લગભગ 30 ફૂટ દૂર એક વાડામાંથી મળી આવ્યો હતો, જ્યારે હાથ હાલ મળી શક્યો નથી.
ઘટના ઝુંઝુનુના ઉદયપુરવાટીની છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે સવારે લગભગ 8 વાગ્યે ઇસ્લામિયા મદરેસા પાસે એટલો જોરદાર વિસ્ફોટ થયો કે તેનો અવાજ આખા ઉદયપુરવાટીમાં સંભળાયો અને લાશના ટુકડા અલગ-અલગ જગ્યા પર ઉડયા. જોરદાર અવાજ સાંભળીને આજુબાજુના લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. જે ઘરમાં બ્લાસ્ટ થયો હતો તે એક મુસ્લિમ પરિવારનું છે.
ઝુંઝુનુમાં આ મુસ્લિમ પરિવાર વિસ્ફોટક બનાવવાનું કામ કરે છે. ઘટના સમયે તમામ લોકો પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. જાવેદની 27 વર્ષની પત્ની આફરીન પણ ફટાકડામાં કેમિકલ ભરવાનું કામ કરી રહી હતી. આ દરમિયાન જોરદાર વિસ્ફોટ થયો અને આફરીન હવામાં ઉઘલીને બીજાના ઘર પર પડી હતી.
જે ઘરમાં ફટાકડા બનાવવાનું કામ થતું હતું ત્યાં મુસ્લિમ પરિવારના 6-7 સભ્યો રહેતા હતા. મૃતક આફરીનનો પતિ જાવેદ સાપ પકડવાનું કામ કરે છે. પરિવાર મજૂરી કરે છે અને લગ્ન પ્રસંગે ફટાકડાની દુકાન પણ ખોલે છે. આફરીનના સસરા લાલ મોહમ્મદ પાસે ફટાકડા બનાવવાનું લાઇસન્સ હતું. લાલ મોહમ્મદનું વર્ષ 2022માં અવસાન થયું હતું.
પોલીસે મૃતદેહનો કબજો લઈ આ મામલે તપાસ શરૂ કરી છે. ASI રામ સિંહે જણાવ્યું કે આ દુર્ઘટના મદરેસા પાસે જાવેદના ઘરે થઈ હતી. મહિલાની છૂંદાઇ ગયેલી લાશ પડોશીના ઘરની અગાસી પરથી મળી આવી હતી. વિસ્ફોટક સામગ્રીના કારણે વિસ્ફોટ થયા હોવાની માહિતી મળી રહી છે, પરંતુ અત્યારે તેના વિશે વધુ કંઈ કહી શકાય તેમ નથી.
જે ઘરમાં આ ઘટના બની હતી, તે ઘરમાં લગભગ 20 વર્ષ પહેલા એક ભયાનક ઘટના બની હતી. ત્યારે દશેરા નિમિત્તે પરિવારને રાવણ બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. રાવણ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટમાં ઘર ધરાશાયી થયું હતું અને પરિવારના 5 સભ્યોના મોત થયા હતા.