Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટચક્રવાત બિપરજોયને લઈને કચ્છ-સૌરાષ્ટ્ર કાંઠા વિસ્તારમાં હવે 'રેડ અલર્ટ': મોરબી, જામનગર, પોરબંધર...

    ચક્રવાત બિપરજોયને લઈને કચ્છ-સૌરાષ્ટ્ર કાંઠા વિસ્તારમાં હવે ‘રેડ અલર્ટ’: મોરબી, જામનગર, પોરબંધર માટે ‘ઓરેંજ અલર્ટ’; વાવાજોડા સાથે અતિભારે વરસાદની પણ આગાહી

    અરબી સમુદ્રમાં સક્રિય બિપરજોય વાવાઝોડું વધુ આક્રમક બન્યું છે. વાવાઝોડું 8 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. વાવાઝોડું નજીક આવતા દરિયો ગાંડોતૂર બન્યો છે. ગુજરાત માટે આગામી 36 કલાક મહત્વના છે.

    - Advertisement -

    હવામાન ખાતા (IMD)એ સૌરાષ્ટ્ર અને કચ્છ દરિયાકાંઠા વિસ્તારો માટે રેડ અલર્ટ જાહેર કર્યું છે. હાલ આ વાવાઝોડું બિપરજોય અરબી સમુદ્રમાં જખૌ બંદરથી 280 કિમી દૂર, દેવભૂમિ દ્વારકાથી 290 કિમી દૂર છે. જે 15 જૂને સાંજે જખૌ બંદર પાસેથી પસાર થાય તેવી શક્યતા છે. 

    પોતાની ટ્વીટમાં હવામાન ખાતાએ વિગતો આપીને જણાવ્યું કે, “સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ચક્રવાતની ચેતવણી: રેડ અલર્ટ. VSCS BIPARJOY આજે 0530IST પર NE અરબી સમુદ્ર પર અક્ષાંશ 21.9N અને રેખાંશ 66.3E નજીક, જખૌ બંદર (ગુજરાત) ના લગભગ 280km WSW, દેવભૂમિ દ્વારકાના 290km WSW. VSCS તરીકે 15 જૂનની સાંજ સુધીમાં જખાઉ બંદર (ગુજરાત) નજીક પાર કરશે.”

    નોંધનીય છે કે અરબી સમુદ્રમાં સક્રિય બિપરજોય વાવાઝોડું વધુ આક્રમક બન્યું છે. વાવાઝોડું 8 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. વાવાઝોડું નજીક આવતા દરિયો ગાંડોતૂર બન્યો છે. ગુજરાત માટે આગામી 36 કલાક મહત્વના છે. વાવાઝોડાને લઈને ગુજરાતના બે જિલ્લામાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેથી અહીં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે.

    - Advertisement -

    ગુજરાતના 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

    ગુજરાતના મોરબી, જામનગર અને પોરબંદરમાં આજ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી છે. તો રાજકોટ અને જૂનાગઢમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

    સૌરાષ્ટ્ર કચ્છ રેડ અલર્ટ
    હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ જુદા જુદા અલર્ટ (ફોટો: હવામાન વિભાગ)

    આગામી 15 જૂનના રોજ પણ સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારના ત્રણ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકાનો સમાવેશ થાય છે. અહીં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. તો મોરબી, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેરવામાં આવ્યું છે. તો 16 જૂને કચ્છ, મોરબી, પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

    150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન

    બિપરજોય વાવાઝોડું હાલમાં જખૌ પોર્ટથી 280 કિમી, દ્વારકાથી 290 કિમી, નલિયાથી 300 કિમી, પોરબંદરથી 350 કિમી દૂર છે.

    વાવાઝોડાને પગલે હવામાન વિભાગે ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે. વાવાઝોડું ટકરાશે ત્યારે 150 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાશે. વાવાઝોડું પસાર થયા બાદ 65 કિમીની ઝડપે પવન ફૂંકાશે. તે સિવાય હવામાન વિભાગે કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગરમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. તે સિવાય આજે રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

    હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર, વાવાઝોડું અત્યારે 250 કિલોમીટર દૂર છે. દરિયામાં અત્યારે પવનની ગતિ 170 કિમીની છે. લેન્ડફોલના ચાર કલાક બાદ પવનની ગતિમાં ઘટાડો થશે. કચ્છના માંડવી પાસે વાવાઝોડું લેન્ડફોલ કરશે. વાવાઝોડું જ્યા લેન્ડફોલ કરશે ત્યાં વધારે નુકસાન થશે

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં