બિહારમાં રામનવમી બાદથી તણાવનો માહોલ છે. સાસારામ સહિતના વિસ્તારોમાં અહીં હિંસા ફાટી નીકળી હતી તો બૉમ્બ બ્લાસ્ટના સમાચારો પણ મીડિયામાં ફરતા થયા હતા. આ જ બનાવોને લઈને લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડીના (RJD) એક ધારાસભ્ય મોહમ્મદ નેહાલુદ્દીન દ્વારા નિવેદન આપતાં કહેવામાં આવ્યું છે કે, મુસ્લિમ યુવાનો આત્મરક્ષા માટે બૉમ્બ બનાવી રહ્યા હતા.
ઇન્ડિયા ટીવીના રિપોર્ટ અનુસાર, RJD ધારાસભ્ય મોહમ્મદ નેહાલુદ્દીન દ્વારા સાસારામ હિંસા બાબતે નિવેદન આપવામાં આવ્યું હતું કે, “મરતા ક્યા ન કરતા? જીવ બચાવવા માટે મુસ્લિમ યુવકોને આ કરવું પડી રહ્યું છે. તેઓ પોતાના આત્મરક્ષણ માટે બૉમ્બ બનાવી રહ્યા છે.” તેમણે આગળ તેમ પણ જણાવ્યું કે, “અગામી 2024ની લોકસભા ચૂંટણીઓમાં બિહારમાં 40 સીટો મેળવવા અને તે પહેલાં રાજ્યમાં રાષ્ટ્રપતિ શાશન લગાવવા ભાજપ યોજના બનાવી રહી છે.”
ઉલ્લેખનીય છે કે ગત રામનવમીના પર્વ પર બિહારના સાસરામમાં હિંસા ફાટી નીકળી હતી. જે દરમિયાન બૉમ્બ ફેંકાયા હોવાના પણ દાવાઓ કરવામાં આવ્યા હતા. ઘટના બાદ શહેરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. આ મામલે અત્યાર સુધીમાં 109 જેટલાં ઉપદ્રવીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. હિંસા બાદ સાસારામ અને બિહારશરીફમાં 4 એપ્રિલ સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે બંને શહેરોમાં કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે. આ સાથે સાસારામની તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
બૉમ્બ ફેંકાયા હોવાની માત્ર અફવા, ફટાકડા ફોડવામાં આવ્યા હતા: બિહાર પોલીસ
સતત હિંસાની ખબરો વચ્ચે બિહાર પોલીસ દાવો કરી રહી છે કે બિહારના નાલંદા અને સાસારામમાં સ્થિતિ સામાન્ય અને શાંતિપૂર્ણ છે. ઈન્ટરનેટ અને શાળા-કોલેજો બંધ છે. મોટી સંખ્યામાં પોલીસ તૈનાત છે. ગત રવિવારે (2 એપ્રિલ, 2022) ડીજીપી આર.એસ.ભટ્ટી પણ નાલંદા પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. દરમિયાન સોમવારે સવારે ફરી સાસારામમાં બોમ્બ ફૂટ્યા હોવાના સમાચાર આવ્યા હતા. જોકે પોલીસે તેને ‘ફટાકડા જેવો અવાજ’ ગણાવ્યો હતો. આ ઘટના બાદથી બિહાર પોલીસના એ દાવા પર સવાલો ઉઠી રહ્યા છે કે સ્થિતિ ‘સામાન્ય અને શાંતિપૂર્ણ’ છે.
आज दि०03.04.23 को प्रातः करीब 05:00 बजे सासाराम नगर थाना से करीब 03 कि०मी० पूरब-दक्षिण बस्ती मोड़ से 50 मी० अन्दर मोची टोला स्थित मन्नौवर राईन के घर की बाहरी दीवार पर किसी अज्ञात द्वारा पटाखा फोड़ा गया, जिससे वहाँ उपस्थित लोगों में बम विस्फोट होने का अफवाह फैल गया। #BiharPolice
— Bihar Police (@bihar_police) April 3, 2023
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના સાસારામના મોચી ટોલાની છેદીલાલ ગલીમાં બની હતી. એક મકાનના ઉપરના ભાગમાં દેશી બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. જોકે હજુ સુધી આ બોમ્બ ફેંકનારની ઓળખ થઈ શકી નથી. પોલીસ ઘટના સ્થળે પહોંચીને મામલાની તપાસ કરી રહી છે. સફેદ રંગના આ ઘરમાં બ્લાસ્ટથી કાળા નિશાન બની ગયા છે. ઘટના બાદ રેપિડ એક્શન ફોર્સના જવાનોને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે મોચી તોલાને સાંપ્રદાયિક દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે.
CM નીતીશ કુમાર ઇફતાર પાર્ટીઓમાં વ્યસ્ત
બિહાર હિંસાની આગમાં સળગી રહ્યું છે. પરંતુ રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમાર ઇફ્તારની પાર્ટી કરવામાં વ્યસ્ત છે. ઇસ્લામિયા ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂશન્સે રાજધાની પટનાના ફુલવારીશરીફમાં ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું. મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ આ પાર્ટીમાં હાજરી આપી હતી. સોશિયલ મીડિયા પર દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે બિહારના બિહારશરીફ અને સાસારામમાં હિંસાની આગ હજુ ઠંડી પડી નથી. પરંતુ નીતિશ કુમાર ઇફ્તાર પાર્ટીની મજા લઇ રહ્યા છે.
#धाकड़EXCLUSIVE: बिहार में जारी सियासी घमासान के बीच पटना में इफ्तार पार्टी में शामिल हुए सीएम नीतीश कुमार@Anant_Tyagii #NitishKumar #Iftar #BiharPolitics pic.twitter.com/LnpI3sbPEm
— Times Now Navbharat (@TNNavbharat) April 3, 2023