અગામી લોકસભા ચૂંટણી પહેલા નીતીશ સરકારે તૃષ્ટિકરણનો દાવ ખેલ્યો હોય તેવા અહેવાલો સામે આવી રહ્યા છે. વાસ્તવમાં બિહારની સરકારે રમઝાન મહિનામાં રોઝા કરતા કર્મચારીઓને 1 કલાક વહેલા રજા આપવાની છૂટ આપી છે. આટલું જ નહી, ફરતા કરવામાં આવેલા સર્ક્યુલરમાં તેવો પણ ઉલ્લેખ છે કે આ છૂટ દર વર્ષે આપવામાં આવશે. નીતીશ સરકારના આ નિર્ણય બાદ ભારતીય જનતા પાર્ટીએ હિંદુ તહેવારોમાં પણ આ પ્રકારની છૂટછાટ આપવાની માંગ કરી છે.
અહેવાલો અનુસાર ગઈકાલે (17 માર્ચ 2023 શુક્રવાર) જાહેર કરવામાં આવેલા સર્ક્યુલરમાં બિહારની સરકારે રમઝાન મહિનામાં રોઝા કરતા કર્મચારીઓને 1 કલાક વહેલા રજા આપવાની છૂટ આપી છે. બિહાર સરકારના મુખ્ય સચિવ તરફથી જાહેર કરવામાં આવેલા આ આદેશને તમામ વિભાગો, વિભાગ સહ અધ્યક્ષો, ડીજીપી, જીલાધીકરીઓ, અને અન્ય મહત્વના હોદ્દેદારોને મોકલવામાં આવ્યું છે. આદેશમાં જણાવ્યાં અનુસાર જ્યાં બાયોમેટ્રિક લગાવવામાં આવ્યું છે ત્યાં પણ આ આદેશ લાગું કરવામાં આવશે. તેમાં તેવો પણ ઉલ્લેખ છે કે આ આદેશ દર વર્ષે રમઝાન મહિનામાં સ્થાયી રૂપે લાગું કરવામાં આવશે.
बिहार सरकार का तुगलकी आदेश…
— Sudarshan News (@SudarshanNewsTV) March 18, 2023
रमजान से पहले बदला ऑफिस आने-जाने का समय…
रमजान में एक घंटे पहले ऑफिस आ-जा सकेंगे मुस्लिम कर्मचारी…@NitishKumar @yadavtejashwi pic.twitter.com/dVKFAbLjj8
ભાજપે લગાવ્યો તૃષ્ટિકરણનો આરોપ
બિહારની નીતીશ સરકારના આ નિર્ણય બાદ રાજ્યની વિપક્ષીય પાર્ટી ભાજપે તેને તૃષ્ટિકરણની રાજનીતિ ગણાવી હતી. ભાજપે તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે નીતીશ કુમારે હિંદુ તહેવારોને લઈને તો ક્યારેય આ પ્રકારના નિર્ણયો નથી લીધા. ભાજપ નેતા અરવિંદ કુમારે આ બાબતે જણાવ્યું હતું કે બિહાર સરકારે નવરાત્રી, અને રામનવમી દરમિયાન હિંદુ કર્મચારીઓ માટે પણ આ પ્રકારના નિર્ણયો લેવા જોઈએ અને સરકારી આદેશો જાહેર કરવા જોઈએ.
તો બીજી તરફ નીતીશ સરકારના આ નિર્ણયને RJDએ વધાવી લીધો છે. આ બાબતે એઝાજ અહમદે કહ્યું હતું કે દેશની ધર્મનિરપેક્ષતાને મજબુત કરવા માટે આ પ્રકારના નિર્ણયો મહત્વનો ભાગ ભજવશે. બિહાર સરકારના આ નિર્ણયથી ગંગા-જમના તહેઝીબ વધુ મજબુત થશે , તો બીજી તરફ JDUએ પણ કહ્યું હતું કે સરકારના આ નિર્ણયથી કોઈ પણ કામ અટકવાના નથી, અને કોઈને પણ હાલાકી ભોગવવાનો વારો નહી આવે. તમામ કર્યો યથાવત ચાલુ રહેશે.