Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબીજેપી નેતા અને અભિનેત્રી સોનાલી ફોગાટનું ગોવામાં હાર્ટ એટેકથી અવસાન, હરિયાણાના મુખ્યમંત્રી...

    બીજેપી નેતા અને અભિનેત્રી સોનાલી ફોગાટનું ગોવામાં હાર્ટ એટેકથી અવસાન, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે શોક વ્યક્ત કર્યો

    સોનાલી ફોગાટ બે વર્ષ પહેલા જૂન મહિનામાં કોરોનાના સમયગાળા દરમિયાન ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે મંડી કાર્યકરને માર માર્યો હતો.

    - Advertisement -

    બીજેપી નેતા અને અભિનેત્રી સોનાલી ફોગાટનું ગોવામાં હાર્ટ એટેકથી અવસાન થયું છે. તેમના ભાઈ વતન ઢાકાએ આ ખબરની પુષ્ટિ કરી છે. સોનાલીના મૃત્યુના સમાચાર મળતા જ તેમનું પરિવાર ગોવા જવા રવાના થઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટી (BJP)એ તેમને હરિયાણાના હિસાર જિલ્લાની આદમપુર વિધાનસભા સીટ પરથી ઉમેદવાર બનાવ્યા હતા, જોકે તેઓ આ ચૂંટણી હારી ગયા હતા. સોનાલીની સામે 2019ની ચૂંટણીમાં કોંગ્રેસના નેતા કુલદીપ બિશ્નોઈ ઉમેદવાર હતા.

    મળતી માહિતી મુજબ બીજેપીના હરિયાણા યુનિટે પણ તેમને મહિલા મોરચાના રાજ્ય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. સોનાલીના પતિ સંજય ફોગાટનું પણ 2016માં રહસ્યમય સંજોગોમાં અવસાન થયું હતું. સોનાલીએ નાના પડદાની ઘણી સિરિયલોમાં કામ કર્યું છે. સોનાલી ફોગાટે સોમવારે રાત્રે જ ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જે તેમનો અંતિમ વિડીયો છે. ટિકટોક સહિત ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેમસ થયેલી સોનાલીએ રિયાલિટી શો બિગ બોસની 14મી એડિશનમાં પણ ભાગ લીધો હતો.

    હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે સોનાલી ફોગાટના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે- ” બીજેપી નેતા શ્રીમતી સોનાલી ફોગાટ જીના આકસ્મિક નિધનના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા. પરમાત્મા દિવંગત આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે અને શોકાતુર પરિવારજનોને આ અપાર ખોટ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ!”

    - Advertisement -

    એન્કરિંગથી કરી કારકિર્દીની શરૂઆત

    સોનાલીનો જન્મ 21 સપ્ટેમ્બર 1979ના રોજ થયો હતો. હરિયાણાના ફતેહાબાદમાં જન્મેલી સોનાલીએ ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો હતો, અને તેમને સંતાનમાં એક પુત્રી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમણે 2006માં હિસારના દૂરદર્શનમાં એન્કરિંગ કરીને પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

    સોનાલી ફોગાટ બે વર્ષ પહેલા જૂન મહિનામાં કોરોનાના સમયગાળા દરમિયાન ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે મંડી કાર્યકરને માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સામે આવ્યો હતો. વાયરલ થયેલા વીડિયોમાં તે હિસાર માર્કેટ કમિટીના સેક્રેટરી સુલતાન સિંહને મારતી જોવા મળી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં