Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ'આવતા 6 મહિનામાં દેશમાં આવશે મોટો રાજનૈતિક ભૂકંપ': PM મોદીએ ચૂંટણી પ્રચારના...

    ‘આવતા 6 મહિનામાં દેશમાં આવશે મોટો રાજનૈતિક ભૂકંપ’: PM મોદીએ ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે કર્યો પરિવારવાદી પાર્ટીઓ પર જોરદાર હુમલો

    તેમણે કહ્યું કે ભારત હવે વિકસિત ભારત બનવાના માર્ગ પર છે. આવનારા 5 વર્ષ સુવર્ણ ભારતના નિર્માણમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. આ એક મોટો વળાંક છે અને તે 4 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે.

    - Advertisement -

    આજે લોકસભા ચૂંટણી અંતર્ગત પ્રચારનો છેલ્લો દિવસ હતો. દરેક પાર્ટીએ પૂરા દમખમથી પ્રચાર કર્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના મથુરાપુરમાં દાવો કર્યો હતો કે 4 જૂન પછીના છ મહિનામાં દેશ વિકાસની નવી ગતિ પ્રાપ્ત કરશે. આ સિવાય આવતા 6 મહિના દેશમાં મોટો રાજનૈતિક ભૂકંપ આવશે અને પરિવારવાદી પાર્ટીઓ તેમાં ડૂબી જશે.

    પોતાના આ સંબોધનમાં PM મોદીએ કહ્યું કે પરિવાર આધારિત તમામ પાર્ટીઓના કાર્યકરોમાં નિરાશા ચરમસીમા પર છે. વારંવાર નિષ્ફળ ગયેલા પરિવારના નેતાઓને તેમના જ લોકો દ્વારા પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. તેથી, આગામી 6 મહિનામાં આપણે વંશવાદી પક્ષોમાં એક નવું વિભાજન જોવા મળશે.

    તેમણે કહ્યું કે ભારત હવે વિકસિત ભારત બનવાના માર્ગ પર છે. આવનારા 5 વર્ષ સુવર્ણ ભારતના નિર્માણમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. આ એક મોટો વળાંક છે અને તે 4 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે. વડાપ્રધાને કહ્યું કે 2024ની આ લોકસભા ચૂંટણી ઘણી રીતે અલગ છે, તે અદ્ભુત છે. દેશની જનતા પોતે આ ચૂંટણી લડી રહી છે. કારણ કે, એ જ જનતાએ 10 વર્ષની વિકાસની સફર જોઈ છે અને 60 વર્ષની દુ:ખ પણ જોયા છે.

    - Advertisement -

    પીએમ મોદીએ કહ્યું કે દેશના કરોડો ગરીબ લોકો જીવનની મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. ભારત જેવા દેશમાં ભૂખમરાના અહેવાલો સામાન્ય હતા. કરોડો લોકોના માથા પર છત નહોતી. મહિલાઓને ખુલ્લામાં શૌચ કરવાની ફરજ પડી હતી. પીવા માટે પાણી ન હતું. 18 હજારથી વધુ ગામોમાં વીજળી નહોતી. ઉદ્યોગો માટે કોઈ સંભાવના નહોતી. સૌથી મોટી કમનસીબી એ હતી કે સુધારા માટે કોઈ ચર્ચા થઈ ન હતી.

    પીએમ મોદી ધ્યાન માટે પહોંચ્યા કન્યાકુમારી

    નોંધનીય છે કે અગાઉ જાહેર કર્યા અનુસાર ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડ્યા બાદ PM મોદી સીધા કન્યાકુમારી પહોંચ્યા છે. અહીં 24 કલાક માટે તેઓ તે જ ખડક પર ધ્યાન કરશે, જ્યાં એક સમયે સ્વામી વિવેકાનંદને ભારત માતાના દર્શન થયા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં