પાડોશી ઇસ્લામિક દેશોમાં લઘુમતીઓ અને તેમાં પણ ખાસ કરીને હિંદુ સમાજની વિકટ સ્થિતિ બાબતે અવારનવાર સમાચારો આવતા રહે છે. હાલમાં જ બાંગ્લાદેશથી આવા જ એક સમાચાર આવી રહ્યા છે. મામલો એવો છે કે બાગ્લદેશના હિંદુ નેતા રાકેશ રોયને ઈશનિંદાના આરોપમાં ત્યાંની કોર્ટે 7 વર્ષની સજા સંભળાવી છે. તેમની ઉપર આરોપ છે કે ઈ.સ. 2017માં તેમણે પયગંબર મોહમ્મદ વિશે આપત્તિજનક ટિપ્પણી કરી હતી. જેના કારણે બધે પ્રદર્શનો થયા હતા. છેલ્લે સરકારે ટોળાના દબાણમાં આવીને તેમની ધરપકડ કરી હતી.
કોણ છે રાકેશ રોય?
રાકેશ રોય ‘બાંગ્લાદેશ જાતીય હિંદુ મોહાજોતે’ સંગઠનના સ્થાનિક યુનિટના મહામંત્રી છે. જેઓ સમયાંતરે હિંદુઓ પર થતા અત્યાચારો બાબતે અવાજ ઉઠાવતા રહ્યા છે. બાગ્લાદેશમાં હિંદુઓના થતાં ધર્માંતરણ બાબતે પણ તેમણે અવાજ ઉઠાવ્યો હતો. તેમનું માનવું છે કે તેના કારણે જ તેમની ફેક આઈડી બનાવી કોઈએ પયગંબર વિશે ટિપ્પણી કરી ફસાવવામાં આવ્યા છે.
હિંદુ નેતા રાકેશ રોયને સજા અપાવવા માટે રાજ્ય સરકારના વકીલ મુસ્તફા દિલાવર અલ અઝહરે કોર્ટમાં દલીલ કરી હતી. તેમની દલીલો સાંભળીને જજ અબુલ કાસિમે રાકેશ રોયને 07 વર્ષની સજા સંભળાવી હતી. બાંગ્લાદેશમાં ડિજિટલ કાયદાની કલમ 57 અંતર્ગત જેલ સાથે 1,00,000 ટાકા (બાગ્લાદેશનું નાણું )નો દંડ પણ ફટકાર્યો હતો. જોકે રાકેશ રોયનાં વકીલ ઈશ્તીયક અહેમદ ચોધરીએ કહ્યું હતું કે, “અમે આ નિર્ણયથી સહમત નથી. ઉચ્ચ કોર્ટમાં અપીલ કરીશું.“
Bangladesh Hindu leader, Rakesh Roy's jailed for 7 yrs & 1 lakh ৳ fine under pretext of blasphemy against Islam.
— Ratri Bose (@RatriBose3) January 3, 2023
Roy alleged 1 Abdul Aziz's working to convert Hindus in Islam. He protested. So vested group created fake FB ID under his name & made blasphemyhttps://t.co/XwiEjH2ISB
આ બાબતે રાકેશ રોયનું કહેવું છે કે, વર્ષ 2017માં અબ્દુલ અઝીઝ નામનો વ્યક્તિ જકીગંજમાં હિન્દુઓને ધર્માંતરણ કરાવી રહ્યો હતો. જ્યારે તેમણે આનો વિરોધ કર્યો તો કેટલાક લોકોએ તેના નામ પર નકલી આઈડી બનાવી અને પયગંબર પર વાંધાજનક ટિપ્પણી કરી અને ત્યારબાદ તેમની ધરપકડની માંગ કરવામાં આવી.
આખો મામલો ઈ.સ. 2017નો છે. તે સમય દરમિયાન રાકેશ રોયના ફેસબુક એકાઉન્ટ દ્વારા કથિત રીતે ઇસ્લામિક પયગંબર પર ટિપ્પણી કરવામાં આવી હતી. આ મુદ્દાને જમીયતના વિદ્યાર્થી નેતા ફુઝયાલ અહેમદે કલમ 57 (2) અંતર્ગત પોતાની ફરિયાદ નોધાવી હતી. જેમાં તેની ધરપકડ કરીને સખતમાં સખત કાર્યવાહી કરવા માંગ કરી હતી. તે વિસ્તારમાં રાકેશ રોયની ધરપકડ માટે પ્રદર્શનો પણ કરવામાં આવ્યા હતા. જેના દબાણમાં આવીને રાકેશ રોયની ધરપકડ કરાઈ હતી. જોકે સજા સંભળાવવા પહેલા રાકેશ જામીન પર બહાર હતા.
ઈશનિંદા કાયદો શુ છે?
ઘણા ઇસ્લામિક દેશોમાં આ કાયદો અમલમાં છે. આ કાયદા હેઠળ કોઈ પણ ધર્મ, મઝહબ વિશે કે કે તેમના પ્રતીકો વિશે ટિપ્પણી કરવી એ ગુનો માનવામાં આવે છે. જેમાં જેલથી લઈને મૃત્યુદંડની જોગવાઈઓ હોય છે. પરંતુ અનેક કેસોમાં એવું બન્યું છે કે ટોળાએ જ કથિત ‘ઈશનિંદા‘ના આરોપીની હત્યા કરી નાંખી હોય. પાકિસ્તાનમાં આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.