Thursday, November 21, 2024
More
    હોમપેજદેશમહારાષ્ટ્રમાં બદલાપુર બળાત્કારના આરોપીનું એન્કાઉન્ટર: ધરપકડ બાદ પોલીસની બંદૂક છીનવીને ભાગવાનો કર્યો...

    મહારાષ્ટ્રમાં બદલાપુર બળાત્કારના આરોપીનું એન્કાઉન્ટર: ધરપકડ બાદ પોલીસની બંદૂક છીનવીને ભાગવાનો કર્યો હતો પ્રયત્ન, લોકોએ મીઠાઈ વહેંચી

    પોલીસ દ્વારા થયેલી આ કાર્યવાહીને વધાવવા થાણે જિલ્લાના બદલાપુર રેલવે સ્ટેશન પર શિવસેનાના કાર્યકર્તાઓએ યાત્રીઓને મીઠાઈ ખવડાવી હતી.

    - Advertisement -

    મહારાષ્ટ્રના બદલાપુર ખાતે એક શાળામાં બે છોકરીઓ પર બળાત્કાર કરવા બદલ ધરપકડ કરાયેલા અક્ષય શિંદેને સોમવારે પોલીસે એક અધિકારી પાસેથી હથિયાર છીનવ્યા બાદ તેમના પર ગોળીબાર કાર્યો હતો. સ્વબચવામાં પોલીસે પણ ગોળીબાર કરતા આરોપીનું મૃત્યુ થયું હતું. આ ઘટનામાં બે પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. એકબાજુ વિપક્ષ જ્યાં આને ખોટું એન્કાઉન્ટર ગણાવી રહયું છે, ત્યાં હાલ જમીની સ્તરથી લઈને સોશિયલ મીડિયા સુધી દરેક જગ્યાએ આ પોલીસ કાર્યવાહીની પ્રશંસા થઈ રહી છે.

    પોલીસે અહેવાલ આપ્યો હતો કે સાંજે 5:30 વાગ્યાની આસપાસ પોલીસ વાહનમાં તપાસ માટે તલોજા જેલમાંથી બદલાપુર લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે શિંદેએ એક અધિકારી પાસેથી હથિયાર પડાવી લીધું હતું. જે બાદ ગોળીબાર શરૂ થયો હતો. સામ સામે થયેલ ફાયરિંગમાં અનેક રાઉન્ડ ગોળી છૂટી હતી જેમાં 2 પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા.

    જે બાદ પોલીસે શિંદે પર જવાબી ગોળીબાર કર્યો હતો. ગોળીબાર દરમિયાન તેને ગંભીર ઈજાઓ થઈ હતી અને બાદમાં હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું.

    - Advertisement -

    વિપક્ષે એન્કાઉન્ટર પર ઉઠાવ્યા સવાલ

    આ ઘટનામાં ઘાયલ અધિકારીઓમાં મદદનીશ પોલીસ ઈન્સ્પેક્ટર નિલેશ મોરે અને ઈન્સ્પેક્ટર સંજય શિંદે છે, જેમણે આરોપીને ગોળી મારી હતી. સંજય શિંદે અગાઉ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્મા હેઠળ થાણે ક્રાઈમ બ્રાંચના ખંડણી વિરોધી સેલમાં ફરજ બજાવતા દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરની ધરપકડમાં સામેલ હતા. તે હાલમાં બદલાપુર કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)નો ભાગ છે.

    આ ઘટનાએ રાજકીય વિવાદને વેગ આપ્યો છે, વિપક્ષે સંજોગો પર સવાલ ઉઠાવ્યા છે, જ્યારે સરકારનું કહેવું છે કે તે સ્વબચાવનું કાર્ય હતું. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે બળાત્કારના આરોપીએ પોલીસનું હથિયાર કબજે કરવાનો પ્રયાસ કર્યો હતો અને ગોળીબાર કર્યો હતો, જેના કારણે પોલીસને સ્વબચાવમાં જવાબ આપવો પડ્યો હતો.

    બદલાપુર રેલવે સ્ટેશન પર મીઠાઈ વહેંચાઈ

    પોલીસ દ્વારા થયેલી આ કાર્યવાહીને વધાવવા થાણે જિલ્લાના બદલાપુર રેલવે સ્ટેશન પર શિવસેનાના કાર્યકર્તાઓએ યાત્રીઓને મીઠાઈ ખવડાવી હતી.

    આ સિવાય પણ મોટી સંખ્યામાં લોકોએ આ પોલીસ કાર્યવાહીને વધાવીને તેની ઉજવણી કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં