Tuesday, October 15, 2024
More
    હોમપેજક્રાઈમબાબા સિદ્દીકી હત્યાકાંડ મામલે એક આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર, એકની ઉંમરને...

    બાબા સિદ્દીકી હત્યાકાંડ મામલે એક આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર, એકની ઉંમરને લઈને ટેસ્ટ બાદ ફરી રજૂ કરવા આદેશ: મો. ઝીશાન અખ્તર સહિત બે આરોપીઓ ફરાર

    હમણાં સુધી ત્રણ આરોપીઓની ઓળખ જાહેર થઈ હતી અને તેમાંથી બેની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ હવે અન્ય એક ચોથા આરોપીની ઓળખ જાહેર કરવામાં આવી છે. તેનું નામ મોહમ્મદ ઝીશાન અખ્તર હોવાનું સામે આવ્યું છે.

    - Advertisement -

    મુંબઈમાં થયેલા બાબા સિદ્દિકી (Baba Siddiqui Murder Case) હત્યાકાંડ મામલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમાંથી એકની ઓળખ ગુરમેલ બલજીત સિંઘ તરીકે થઈ હતી, જ્યારે અન્ય એક આરોપી પોતાને સગીર ગણાવી રહ્યો છે. પ્રાથમિક પૂછપરછ બાદ બંને આરોપીઓને કોર્ટમાં (Court) રજૂ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે વધુ તપાસનો હવાલો આપીને આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે, કોર્ટે આરોપી ગુરમેલ સિંઘના 8 દિવસના રિમાન્ડ (Remand) મંજૂર કર્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય એક આરોપીની ઉંમરને લઈને જરૂરી ટેસ્ટ કર્યા બાદ ફરીથી તેને કોર્ટમાં રજૂ કરવાના આદેશ અપાયા છે.

    માહિતી અનુસાર, આ હત્યાકાંડમાં ચાર લોકો સામેલ હોવાનું સામે આવ્યું છે. હમણાં સુધી ત્રણ આરોપીઓની ઓળખ જાહેર થઈ હતી અને તેમાંથી બેની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ હવે અન્ય એક ચોથા આરોપીની ઓળખ જાહેર કરવામાં આવી છે. તેનું નામ મોહમ્મદ ઝીશાન અખ્તર હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગુરમેલ સિંઘ અને અન્ય એક આરોપીની ધરપકડ કરીને રવિવારે (31 ઑક્ટોબર) તેમને મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કર્યા હતા. જ્યારે અન્ય શિવા કુમાર અને મોહમ્મદ ઝીશાન અખ્તર ફરાર હોવાનું સામે આવ્યું છે.

    જાણવા મળી રહ્યું છે કે, આ બંને આરોપીઓને પકડવા માટે પોલીસે 10 ટીમોની રચના કરી છે. તે દરમિયાન જ મેજિસ્ટ્રેટ કોર્ટનો નિર્ણય પણ સામે આવ્યો હતો. મેજિસ્ટ્રેટ કોર્ટે ગુરમેલ સિંઘને 21 ઑક્ટોબર સુધી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં મોકલી દીધો છે. તેમજ પોતાને સગીર ગણાવી રહેલા અન્ય એક આરોપીની વાસ્તવિક ઉંમર જાણવા માટે બોન ઓસિફિકેશન ટેસ્ટ કરાવવામાં આવશે. કોર્ટે આ માટેની મંજૂરી પણ આપી છે. કોર્ટે કહ્યું છે કે, આરોપીને ટેસ્ટ બાદ ફરીથી કોર્ટમાં રજૂ કરવો.

    - Advertisement -

    નોંધનીય છે કે, શનિવારે (12 ઑક્ટોબર) રાત્રે મુંબઈમાં પૂર્વ સાંસદ અને NCP (અજિત પવાર જૂથ) નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. મુંબઈના બાંદ્રાના ખેરવાડી વિસ્તારમાંથી તેઓ તેમના પુત્ર ઝીશાનની ઑફિસની બહાર નીકળી રહ્યા હતા, આ દરમિયાન ત્રણ અજાણ્યા લોકોએ તેમના પર આડેધડ ગોળીઓ વરસાવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તેમના પર 2 બંદૂકોથી કુલ 6 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા. હાલ તે મામલે બે આરોપીઓની ધરપકડ થઈ છે જ્યારે અન્ય બે આરોપીઓની ઓળખ કરવામાં આવી છે, પરંતુ તે ફરાર છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં