નિતિશ કુમારના કાફલા પર હુમલો થયો હોવાના અહેવાલો મળી રહ્યા છે, માહિતી મુજબ કેટલાક લોકોએ બિહારના મુખ્યમંત્રીની ગાડીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં ત્રણ-ચાર વાહનોના કાચ તૂટી ગયા હતા. પટના જિલ્લાના ગૌરીચક પોલીસ સ્ટેશનના સોહગી ગામમાં પથ્થરમારાની ઘટના બની હતી. નીતીશ કુમારના કાફલા પર હુમલો થયો તે દરમીયાન સીએમની સુરક્ષામાં તૈનાત સુરક્ષાકર્મીઓ હાજર હોવા છતાં અજાણ્યા લોકોએ આ હુમલો કર્યો હતો. ઘટના સમયે નિતિશ કુમાર આ કાફલામાં ન હતા.
મળતી માહિતી મુજબ, પટના-ગયા મુખ્ય માર્ગ પર જ્યાંથી બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારનો કાફલો પસાર થઈ રહ્યો હતો તે રસ્તા પર એક યુવકની હત્યાને લઈને ગુસ્સે થયેલા લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં જ્યારે ટોળાએ કાફલાને પસાર થતો જોયો તો લોકો ગુસ્સે થઈ ગયા હતા. રસ્તા પરથી પત્થર ઉપાડીને ગાડીઓ ઉપર વરસાવવામાં આવ્યાં હતા. આ પથ્થરમારામાં માત્ર વાહનોને જ નુકસાન નહોતું થયું, પરંતુ તેની સાથે કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા.
निशाने पर CM! LIVE वीडियो:राजधानी पटना से बड़ी खबर सामने आ रही है.रविवार को मुख्यमंत्री नीतीश कुमार के कारकेड की गाड़ियों पर पथराव हुआ है.नीतीश कुमार इस कारकेड में मौजूद नहीं थे.पथराव के कारण सीएम के कारकेड के 3-4 गाडियों के शीशे टूट गए.घटना गौरीचक थाना के सोहगी गांव के पास का है pic.twitter.com/K9qyVqblth
— Prakash Kumar (@kumarprakash4u) August 21, 2022
પથ્થરમારાની ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ટોળું વાહનોને રોકી રહ્યું છે અને તેમના પર પથ્થરમારો કરી રહ્યું છે. કેટલાક લોકો દંડાઓ અને લાકડીઓ વડે વાહનોના કાચ તોડી રહ્યા છે. બીજી તરફ આજુબાજુ વાળા તેઓને રોકવાના બદલે હંગામો મચાવી રહ્યા છે. વીડિયો બનાવનારને કહેતા સાંભળી શકાય છે કે, “આજે આ લોકો તોડી નાખશે. આ બધી સરકારી ગાડીઓ છે”
ઉલ્લેખનીય છે કે 22 ઓગસ્ટ 2022ના રોજ મુખ્યમંત્રી નિતિશ કુમાર નિર્માણાધીન રબર ડેમનું નિરીક્ષણ કરવા પહોંચવાના છે. ત્યાં તેઓ જિલ્લામાં દુષ્કાળની સ્થિતિ અંગેની બેઠકની અધ્યક્ષતા પણ કરશે. મળતા અહેવાલ મુજબ તેઓ હેલિકોપ્ટર દ્વારા ગયા આવશે, તેથી જ તેમને લઈ જતા વાહનોનો કાફલો એક દિવસ પહેલા જ ત્યાં જઈ રહ્યો હતો. જોકે રસ્તામાં આ ઘટના બની હતી. ગુસ્સે ભરાયેલા લોકોએ કાફલાને પોતાના નિશા પર લઈ લીધો હતો.