અમદાવાદથી કોર્ટમાં હાજર થવા ઉત્તર પ્રદેશ જઈને પાર્ટ અમદાવાદ આવેલા માફિયા અતીક અહેમદને હાલ કોઈ રાહત મળતી દેખાઈ નથી રહી. અહેવાલો મુજબ ઉમેશ પાલ હત્યા કેસ અંતર્ગત અતીકનું વધુ પૂછપરછ કરવા માટે પ્રયાગરાજ પોલીસની એક ખાસ ટીમ અમદાવાદ આવી શકે છે.
ANIના અહેવાલની માનીએ તો, માફિયામાંથી રાજકારણી બનેલા અતીક અહેમદની પૂછપરછ કરવા પ્રયાગરાજ પોલીસની એક ટીમ જલ્દી અમદાવાદ આવશે. આ પૂછપરછનો મુખ્ય વિષય હશે ઉમેશ પાલ હત્યા કેસ.
Umesh Pal murder case | A team of Prayagraj police to go to Ahmedabad to question mafia-turned-politician Atique Ahmed while his brother Ashraf Ahmed will be questioned once he is sent on remand. He will be today produced in court.
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 1, 2023
અતીક અહેમદના ભાઈને આજે CJM કોર્ટમાં રજૂ કરાશે
બીજી બાજુ પ્રયાગરાજ પોલીસ 31 માર્ચે માફિયા અતીક અહેમદના ભાઈ અશરફને લેવા બરેલી જિલ્લા જેલમાં પહોંચી હતી. તેને 2006ના ઉમેશ પાલ અપહરણ અને અન્ય કેસોમાં આગળની કાર્યવાહી માટે 01 એપ્રિલે અલ્હાબાદ કોર્ટમાં લઈ જવામાં આવશે. અશરફ અહેમદ આ કેસમાં નિર્દોષ જાહેર કરાયેલા સાત લોકોમાંથી એક છે. તેને 28 માર્ચે બરેલી જેલમાં ખસેડવામાં આવ્યો હતો.
તેના વિશે બોલતા, એક સ્થાનિક વકીલે કહ્યું, “હું અહીંનો સ્થાનિક વકીલ છું પરંતુ હાલના સમય માટે હું અહીં તેના એડવોકેટ વિજય મિશ્રા વતી છું. હું અહીં માત્ર એ તપાસવા આવ્યો છું કે અમારા ડિફેન્ડરને યોગ્ય રીતે અને સુરક્ષા હેઠળ લેવામાં આવી રહ્યા છે કે નહીં. ઉમેશ પાલ અપહરણ અને અન્ય કેટલાક કેસોમાં આગળની કાર્યવાહી માટે તેને અલ્હાબાદ લઈ જવામાં આવશે.”
માફિયા અતીક અહેમદના ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફે અશરફ અહેમદને શનિવારે CJM કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. ઉમેશ પાલ હત્યા કેસમાં અશરફને રજૂ કરવામાં આવશે. અશરફની હાજરી લગભગ 4 વાગ્યાની આસપાસ હશે. આ પહેલા અશરફ અહેમદની પત્ની તેના એન્કાઉન્ટરને લઈને ચિંતિત છે.
અશરફ અહેમદની પત્નીને સતાવે છે એન્કાઉન્ટરનો ડર
શનિવારે મીડિયા સાથે વાત કરતા અશરફની પત્નીએ કહ્યું, “આજે તેની કોર્ટમાં હાજરી છે. અમે તેના એન્કાઉન્ટરથી ડરીએ છીએ. અમે સીબીઆઈ તપાસની માંગ કરીએ છીએ, તેને ફસાવવામાં આવી રહ્યો છે. તેને એવી ધમકી પણ આપવામાં આવી હતી કે 2 અઠવાડિયામાં કાર્યવાહી કરવામાં આવશે.”
નોંધનીય છે લે પ્રયાગરાજ પોલીસે 28 માર્ચે જ CJM કોર્ટમાં અરજી દાખલ કરીને અશરફને ન્યાયિક કસ્ટડી આપવાની માંગ કરી હતી. જે બાદ તેને સોમવારે હાજર કરવામાં આવશે.
ન્યાયિક કસ્ટડીમાં લીધા બાદ શનિવારે યુપી પોલીસ પૂછપરછ માટે તેની કસ્ટડી માંગશે. પ્રયાગરાજ પોલીસ હવે બે અઠવાડિયાના કસ્ટોડિયલ રિમાન્ડ માંગી શકે છે. ઉમેશ પાલ હત્યા કેસમાં પોલીસ પૂછપરછ માટે અશરફને તેમની કસ્ટડીમાં લેશે. સૂત્રોનો દાવો છે કે ઉમેશ પાલ હત્યા કેસમાં સંડોવાયેલા ઘણા શૂટરો અશરફને બરેલી જેલમાં મળ્યા હતા. અશરફ બાદ માફિયાઓ ગુજરાતની સાબરમતી જેલમાંથી અતીક અહેમદને ફરી પ્રયાગરાજ લાવવાનો પ્રયાસ કરશે.