Monday, October 14, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમધ્યપ્રદેશના જબલપુરમાં લવ જેહાદ, અસલમે સંજય બની એક વર્ષ સુધી યુવતી ઉપર...

    મધ્યપ્રદેશના જબલપુરમાં લવ જેહાદ, અસલમે સંજય બની એક વર્ષ સુધી યુવતી ઉપર બળાત્કાર ગુજાર્યો, ફરિયાદ દાખલ કરાઈ

    મધ્ય પ્રદેશની હિંદુ યુવતીને નામ બદલીને ઉત્તર પ્રદેશના મુસ્લિમ યુવકે ફસાવી અને ત્યાર બાદ તેની મરજી વિરુદ્ધ કૃત્યો કર્યા અને યુવતી જ્યારે ઉત્તર પ્રદેશ તેના ઘરે ગઈ ત્યારે તેને ખ્યાલ આવ્યો કે પોતે લવ જિહાદનો શિકાર થઇ છે.

    - Advertisement -

    મધ્યપ્રદેશના જબલપુરમાં લવ જેહાદ સાથે જોડાયેલો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહિલાએ ઉત્તર પ્રદેશના રહેવાસી મુસ્લિમ યુવક પર આરોપ લગાવ્યો છે કે તેણે માત્ર તેનો ધર્મ છુપાવીને તેની સાથે બળાત્કાર જ નથી કર્યો, પરંતુ લગ્ન કરીને તેને ધર્મ બદલવા માટે પણ દબાણ કર્યું હતું. હાલ પોલીસે બળાત્કાર સહિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. મહિલાએ આ અંગે રાંઝી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે બળાત્કાર સહિત અન્ય કલમો હેઠળ એફઆઈઆર નોંધી છે, પરંતુ હજુ સુધી આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.

    મળતા અહેવાલો મુજબ મહારાજપુર વિસ્તારની રહેવાસી મહિલાનું કહેવું છે કે તે સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરતી હતી. આ દરમિયાન તેની મુલાકાત સંજય નામના યુવક સાથે થઈ હતી. અગાઉ આ જ યુવક તેની છેડતી કરતો હતો. ત્યારબાદ તેણે યુવતીને પોતાના પ્રેમની જાળમાં ફસાવી હતી. આ દરમિયાન યુવકે તેની સાથે અનેકવાર શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા.

    પીડિતાને એક વર્ષ સુધી પીંખી

    - Advertisement -

    હેવાલોમાં જણાવ્યાં અનુસાર પોતાની ઓળખ છુપાવીને અસલમે યુવતી સાથે વર્ષ 2021માં મંદિરમાં લગ્ન કર્યા હતા. લગ્ન પછી તે લગભગ 1 વર્ષ જબલપુરમાં રહ્યો હતો, પરંતુ વચ્ચે વચ્ચે તે ઉત્તર પ્રદેશના ફતેહપુર જતો રહેતો હતો. પીડિતાએ જણાવ્યું કે આ દરમિયાન તેણે પણ ફતેહપુર જવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી, ત્યારબાદ યુવક તેને પોતાની સાથે ફતેહપુર લઈ ગયો હતો. પરંતુ ફતેહપુર પહોંચતા જ યુવતીની આંખો ફાટી ગઈ હતી. ત્યાં જઈને જોયું તો તેનો પતિ સંજય અસલમાં અસલમ હતો, પોતાની સાથે મુસ્લિમ યુવકે લવ જેહાદ થયો હોવાની જાણ થતા પીડિતાએ તેનો વિરોધ કર્યો તો અસલમ અને તેના પરિવારે યુવતી ઉપર મુસ્લિમ ધર્મ અપનાવવા દબાણ કરીને તેના ઉપર અત્યાચાર ગુજાર્યો હતો.

    એક મીડિયા અહેવાલ મુજબ યુવતી મહામહેનતે ફતેહપુરથી જબલપુર પહોંચી હતી, અને પછી રાંઝી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જોકે ફરિયાદ દાખલ થયા બાદ પણ પોલીસે કોઈ કાર્યવાહી નહી કરી હોવાના આક્ષેપો યુવતી દ્વારા કરવામાં આવ્યા હતા, આ બાબતે પોલીસ અધિક્ષકનું કહેવું છે કે આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. ટૂંક સમયમાં તેની ધરપકડ પણ કરવામાં આવશે. હાલમાં લવ જેહાદ સાથે જોડાયેલા આ કેસમાં પોલીસે બળાત્કારનો કેસ નોંધ્યો છે, જ્યારે તપાસ બાદ મધ્યપ્રદેશ ફ્રીડમ ઑફ રિલિજિયન એક્ટની કલમો પણ ઉમેરવામાં આવે તેવી શક્યતાઓ છે. મધ્ય પ્રદેશથી લવ જેહાદના અનેક કિસ્સાઓ અવાર નવાર સામે આવતા રહે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં