Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટલવ જેહાદના લપેટામાં હિંદુ દીકરીઓ, ક્યાંક તૌફીકે નંદિનીને મરવા મજબુર કરી, તો...

    લવ જેહાદના લપેટામાં હિંદુ દીકરીઓ, ક્યાંક તૌફીકે નંદિનીને મરવા મજબુર કરી, તો ક્યાંક દાનિશ સલમાને 8માં ધોરણની બાળકીને બ્લેકમેલ કરી; મધ્યપ્રદેશના એક એંગલના બે અપરાધ

    દેશભરમાંથી લવ જીહાદના વિવિધ કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેમાંથી મધ્ય પ્રદેશના બે મહત્વના કિસ્સાઓ છેલ્લા અમુક દિવસોમાં જ બન્યાં હોવાનું જાણવા મળ્યું છે.

    - Advertisement -

    લવ જેહાદના લપેટામાં હિંદુ દીકરીઓ દિવસેને દિવસે વધુ આવતી જય છે, હિંદુ નામ, ખોટી માયાજાળમાં ફસાવીને પ્રેમના નામે અનેક હિંદુ દીકરીઓને ફોસલાવીને, ભોળપણનો ફાયદો ઉઠાવી ધર્માંતરણ કરવા મજબુર કરવાના અનેક કિસ્સાઓ સામે આવે છે. લવ જેહાદના લપેટામાં હિંદુ દીકરીઓ ફસાઈને કઈ પ્રકારની યાતના અને પીડાઓ ભોગવે છે તેના 2 કિસ્સાઓ સામે આવ્યાં છે.

    ભીંડ માં લવ જેહાદે લીધો નંદીનીનો જીવ

    લવ જેહાદની પ્રથમ હ્રદય દ્રાવક ઘટના સામે આવી છે મધ્યપ્રદેશના ભીંડ ખાતે થી, મીડિયા અહેવાલો અનુસાર બે મહિના પહેલા મધ્યપ્રદેશના ભીંડમાં એક સરકારી કર્મચારી નંદીનીએ આત્મહત્યા કરી હતી. બે મહિના પહેલા શહેરના મહાવીર નગરમાં તેના જ સરકારી ક્વાર્ટરમાં કર્મચારી નદીનીની લાશ લટકતી હાલતમાં મળી આવી હતી. શરૂઆતના તબ્બકામાં આ સમગ્ર ઘટનાને ઉછીના પૈસા ન મળવાને કારણે મહિલા ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરી હોવાનો એન્ગલ બેસાડીને સમગ્ર ઘટનાની તપાસ પોલીસ કરી રહી હતી, અને આ કેસમાં તૌફીક ખાનને આરોપી બનાવવામાં આવ્યો હતો.

    - Advertisement -

    પરંતુ મૃતક નંદિનીની બહેને આ આત્મહત્યા પાછળ મુખ્ય કારણ પૈસાની લેતીદેતી નહિ પરંતુ લવ જેહાદ હોવાનો ખુલાસો કર્યો હતો. આ ઉપરાંત પરિવારજનોએ આગળ આવીને સ્થાનિક આગેવાનો દ્વારા આરોપીઓ તેમજ પોલીસ અને વહીવટીતંત્ર પર દબાણ જેવા ગંભીર આક્ષેપો કર્યા છે. મૃતક નદીનીની બહેનનો આરોપ છે કે તૌફીકે જ નંદિનીને પ્રેમ જાળમાં ફસાવી હતી. તેણે તેની સાથે લગ્ન પણ કર્યા અને તેનું ધર્મપરિવર્તન કરાવ્યું. તેઓને આઠ વર્ષની પુત્રી પણ છે. મીડિયા અહેવાલ મુજબ નંદિનીની બહેને જણાવ્યું કે, આત્મહત્યા બાદ તેના ઘરેથી વોટર આઈડી કાર્ડ મળી આવ્યું હતું. આમાં તેનું નામ બદલીને ઝોયા રાખવામાં આવ્યું છે. પતિનું નામ તૌફીક ખાન લખવામાં આવ્યું છે.

    નંદિનીના પરિવાર પર દબાણ

    નંદિનીની બહેનનો દાવો છે કે બે મહિના સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેના કારણે તે આ મામલો મીડિયા સામે લાવી છે. બીજી ઘણી છોકરીઓ છે જેની સાથે તૌફીકે અત્યાચાર કર્યો છે. સામાજિક ડરના કારણે લોકો આગળ નથી આવી રહ્યા. એટલા માટે અમે આ મામલો ઉઠાવ્યો છે. અમને સ્થાનિક નેતાઓના ફોન આવી રહ્યા છે કે ન્યાય મળશે પણ મામલો વધવા ન દો. પોલીસ સ્ટેશનમાંથી પણ દબાણ આવી રહ્યું છે કે તેઓ મામલાને વધુ ન ઉછાળે.

    ઇન્દોરમાં ધોરણ 8ની વિદ્યાર્થીની સાથે લવ જેહાદ

    લવ જેહાદનો બીજો કિસ્સો સામે આવ્યો છે મધ્યપ્રદેશનાજ ઇન્દોરથી, દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ આ કિસ્સો ઈન્દોરની 13 વર્ષની કિશોરીનો છે. જે 4 મહિના પહેલા શરૂ થયો હતો. આઠમા ધોરણની વિદ્યાર્થીની દવા લેવા મેડિકલ સ્ટોર પર ગઈ હતી. તેને અહીં એક યુવક મળ્યો. યુવકે મદદના બહાને તેનો મોબાઈલ નંબર લઇ લીધો હતો. ફોન પર વાતો બાદ મામલો બ્લેકમેલિંગ અને ધર્મ બદલી લગ્ન માટે દબાણ કરવા સુધી પહોંચ્યો હતો.

    ડિપ્રેશનમાં ઘેરાયેલી કિશોરીએ આ આખી વાત તેની માતાને કહી. યુવકે ગુરુવારે તેને મળવા માટે પણ બોલાવી હતી. આ સમયે યુવતી તેના પરિવાર સાથે તેને મળવા પહોંચી હતી. આ પછી હિન્દુ સંગઠનના લોકો યુવકને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગયા. પોલીસે આરોપીને ગુરુવારે કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને જેલ હવાલે કરાયો હતો.

    વિદ્યાર્થિનીએ પોલીસને જણાવ્યું કે, તે ચાર મહિના પહેલા દવા લેવા માટે મેડિકલમાં ગઈ હતી. અહીં એક યુવાન મળ્યો. તેણે પોતાનું નામ ડેનિશ હોવાનું જણાવ્યું હતું. મદદ કરવાના બહાના હેઠળ દાનિસ સલમાન મનસુરીએ તેની સાથે વાત કરી હતી. તેને વાતોમાં ફસાવી તેનો મોબાઈલ નંબર લીધો. યુવતી દવા લઈને તેના ઘરે આવી હતી. થોડી વાર પછી દાનિશનો ફોન આવ્યો. છોકરીએ પહેલા અવગણના કરી. થોડા દિવસો પછી બંને વચ્ચે વાતો થવા લાગી. છોકરીએ કહ્યું, “હું પહેલા કંઈ સમજી શકતી નહોતી.”

    કિશોરીનું નામ બદલી ધર્માંતરણ કરવા દબાણ

    અહેવાલો મુજબ એક દિવસ દાનિશે તેને મળવા બોલાવી, આ દરમિયાન આરોપીઓએ તેમની સાથે ફોટા પડાવ્યા હતા. દાનિશે તેની સાથે ગંદું કામ કરવાનો પ્રયાસ કર્યો હતો. થોડા દિવસો પછી, તેણે વિદ્યાર્થીને કહ્યું કે તે હિન્દુ નથી અને તેની સાથે લગ્ન કરવા માંગે છે. પરંતુ આ માટે વિદ્યાર્થીનીએ પોતાનો ધર્મ બદલવો પડશે. જો કે વિદ્યાર્થીની રાજી ન થતા દાનિશે ફોટો એડિટ કરીને વાયરલ કરવાની ધમકી આપવાનું શરૂ કર્યું. દાનિશે છોકરીનું નામ બદલીને રૂહીના કહીને બોલાવવાનું ચાલુ કર્યું હતું. હવે તે યુવતીને રૂહીના નામથી જ બોલાવવા લાગ્યો. સતત બ્લેકમેઈલિંગના કારણે વિદ્યાર્થી ડિપ્રેશનમાં સરી પડી હતી.

    પોલીસે વિદ્યાર્થીનીની ફરિયાદ બાદ પર બુધિ બરલાઈના રહેવાસી દાનિશ પુત્ર સલમાન મન્સૂરી (19 વર્ષ) વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આરોપીઓ સામે લવ જેહાદ, છેડતી અને પોક્સો એક્ટની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં