Thursday, November 14, 2024
More
    હોમપેજગુજરાતભાવનગરના સંવેદનશીલ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ, ધારાસભ્ય જીતુ વાઘાણીએ આપી જાણકારી: 27...

    ભાવનગરના સંવેદનશીલ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ, ધારાસભ્ય જીતુ વાઘાણીએ આપી જાણકારી: 27 વર્ષોથી હિંદુ સંગઠનો કરી રહ્યા હતા માંગ

    સંવેદનશીલ વિસ્તારોમાં મુસ્લિમો દ્વારા ઊંચા ભાવે મિલકતો ખરીદીને ડેમોગ્રાફી બદલવાનું ષડયંત્ર ચાલતું હોવાનો હિંદુ સંગઠનોનો આરોપ હતો. જેને લઈને છેલ્લા અનેક વર્ષોથી સંગઠનો પ્રદર્શનો કરીને આ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવાની માંગ કરી રહ્યા હતા.

    - Advertisement -

    ગુજરાત સરકારે ભાવનગર માટે એક ખુબ જ મહત્વનો નિર્ણય લીધો છે. અહીં સ્થાનિક લોકો અને હિંદુ સંગઠનો વર્ષોથી ઘણા વિસ્તારોમાં ડેમોગ્રાફી બદલાવાનું કારણ આપીને અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી રહ્યા હતા. તેઓનો આરોપ હતો કે મુસ્લિમ સમુદાયના લોકો ઊંચી કિંમતો આપીને આ વિસ્તારમાં મકાન ખરીદતા હોય છે જેના કારણે વિસ્તારોનું વસ્તી સંતુલન ખોરવાય છે. આખરે સરકારે ભાવનગરના લાંબા સમયથી ચાલી રહેલા પ્રશ્નનું નિરાકરણ કર્યુ છે.

    રાજ્ય સરકારે ભાવનગરના સંવેદનશીલ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ અંગેની જાણકારી ભાજપના સ્થાનિક ધારાસભ્ય જીતુ વાઘાણીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X પર આપી છે. તેમણે પોસ્ટમાં લખ્યું કે, “મારા ભાવનગર પશ્વિમ વિધાનસભા વિસ્તાર તેમજ બાકી રહેતા ભાવનગર પૂર્વ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા માટે અશાંત ધારા નાગરિક સમિતિ, ભારતીય જનતા પાર્ટી ભાવનગર શહેર તથા વિવિધ સંસ્થા તેમજ વિશ્વ હિન્દુ પરિષદ નાગરિકો દ્વારા અવિરત રજુઆતના અનુસંધાને માન. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાહેબ તેમજ ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી સાહેબનો ખુબ જ ટૂંકા ગાળામાં આ ઐતિહાસિક નિર્ણય બદલ ભાવનગર પશ્ચિમ વિધાનસભા અને ભાવનગરની જનતા વતી આભાર વ્યક્ત કરું છું અને ભાવેણાની જનતાને અભિનંદન પાઠવું છું.”

    આ સાથે પોસ્ટમાં તેમણે જે જે વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે, તેની માહિતી દર્શાવતા જાહેરનામાંનો ફોટો શેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, લગભગ 27 વર્ષથી વિવિધ હિંદુ સંગઠનો દ્વારા અશાંત ધારાની માંગ સાથે કરવામાં આવેલા પ્રદર્શનોનું ફળ અંતે તેમને મળી ગયું છે. આ નિર્ણયના અમલ બાદ ભાવનગરના પૂર્વ વિસ્તારના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં અશાંત ધારા હેઠળ મિલકતોની લે-વેચ પર નજર રાખવામાં આવશે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે ભાવનગરના ભગાતળાવ, રાણીકા, બોરડીગેઇટ, પ્રભુદાસ તળાવ, ગીતા ચોક, ડોન ચોક, ડેરી રોડ, મુનિ ડેરી, તિલકનગર, જૂની માણેકવાડી, નવી માણેકવાડી, આનંદ નગર, ક્રેસન્ટ, મેઘાણી સર્કલ, આંબાવાડી, ઘોઘા સર્કલ, રૂપાણી સર્કલ, સરદાર નગર, ભરતનગર, શિશુવિહાર, કરચલિયા પરા, ખેડૂત વાસ, શિવાજી સર્કલ જેવા મહત્વના અને સંવેદનશીલ વિસ્તારોમાં મુસ્લિમો દ્વારા ઊંચા ભાવે મિલકતો ખરીદીને ડેમોગ્રાફી બદલવાનું ષડયંત્ર ચાલતું હોવાનો હિંદુ સંગઠનોનો આરોપ હતો. જેને લઈને છેલ્લા અનેક વર્ષોથી સંગઠનો પ્રદર્શનો કરીને આ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવાની માંગ કરી રહ્યા હતા.

    શું છે અશાંત ધારો?

    અશાંત ધારો એ એક એવો કાયદો છે કે જે વિસ્તારમાં થતી મિલકતોની લે-વેચ પર નજર રાખે અને જરૂર પડે તો અટકાવે છે. આ કાયદો મોટા ભાગે એવા વિસ્તારોમાં લગાવવામાં આવે છે જ્યાં કોઈ એક સમુદાય ડેમોગ્રાફીમાં બદલાવ કરી રહ્યો હોય અને જેનાથી અન્ય સમુદાયો જોખમમાં મુકાતા હોય છે.

    જે વિસ્તારમાં અશાંત ધારો લાગુ પાડવામાં આવ્યો હોય ત્યાં મિલકતોના લે-વેચમાં અમુક નિયંત્રણો લગાવવામાં આવે છે. મિલકતના માલિકે તેને વેચતા પહેલા કલેક્ટરને જાણ કરવી પડે છે. સાથે જ એ મિલકત વેચવાનું યોગ્ય કારણ તથા તે મિલકત કોણ ખરીદી રહ્યું છે તેની પુરી જાણકારી આપવી પડે છે. જે બાદ સ્થાનિક કલેક્ટર આ જાણકારીઓ ક્રોસ ચેક કરે છે. કલેક્ટરને જો આ જાણકારીઓ યોગ્ય લાગે અને તેનાથી વિસ્તારની ડેમોગ્રાફીમાં બદલાવ ન થતો હોય તો જ તેઓ આ સોદાને મંજૂરી આપતા હોય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં