Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભારતના ઝારખંડમાં 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા સાથે ઓવૈસીનું સ્વાગત કરવામાં આવ્યું, પોલીસે વાયરલ...

    ભારતના ઝારખંડમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા સાથે ઓવૈસીનું સ્વાગત કરવામાં આવ્યું, પોલીસે વાયરલ વીડિયોની નોંધ લીધી

    AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીના ઝારખંડ ચૂંટણી પ્રચારના પ્રવાસ વખતે એરપોર્ટ પર પાકિસ્તાન તરફી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

    - Advertisement -

    હૈદરાબાદના સાંસદ રવિવારે (19 જૂન, 2022) બપોરે રાંચી પહોંચ્યા હતા. એરપોર્ટથી બહાર નીકળતાની સાથે જ તેમની પાર્ટીના કાર્યકર્તાઓએ તેમનું ફૂલો અને હાર પહેરાવી સ્વાગત કર્યું હતું. આ દરમિયાન પાકિસ્તાન ઝિંદાબાદના નારા પણ લગાવવામાં આવ્યા હતા.

    તે વાયરલ વીડિયોમાં સાંભળી શકાય છે એમ ઝારખંડની રાજધાની રાંચીમાં AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીનું મુસ્લિમ ભીડ દ્વારા પાકિસ્તાન ઝિંદાબાદના નારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સૂત્રોચ્ચાર તેમના સમર્થકો દ્વારા જ કરવામાં આવ્યા હતા.

    હજુ સુધી, ભીડમાં સૂત્રોચ્ચાર કરનારાઓની ઓળખ થઈ નથી. નારા લાગી રહ્યા હતા તે દરમિયાન મીડિયાકર્મીઓનું ધ્યાન ઓવૈસી પર હતું, જેઓ એરપોર્ટથી બહાર નીકળી રહ્યા હતા. અસદુદ્દીન ઓવૈસી અહીં ચૂંટણી પ્રવાસ પર આવ્યા છે, તેથી આ મામલો ગરમ મુદ્દો બની શકે છે. ઓવૈસીનું કહેવું છે કે તેઓ રાંચીની હિંસામાં જીવ ગુમાવનારા ‘બાળકો’ના પરિવારને મળવા આવ્યા છે. તેમણે કહ્યું કે વહીવટીતંત્ર અને સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે તેઓ તેમને મળી શક્યા નથી.

    - Advertisement -

    આ દરમિયાન ‘અગ્નિપથ’ યોજનાનો વિરોધ કરતા તેમણે કેન્દ્ર સરકાર પાસે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે ભારતીય સેનામાં લાખો જગ્યાઓ ખાલી છે, તેથી 4 વર્ષ માટે કોન્ટ્રાક્ટ પર ભરતી કરવી યોગ્ય નથી.

    નોંધનીય છે કે રાંચીના જ મંદાર વિધાનસભા ક્ષેત્ર માટે ગુરુવારે (23 જૂન, 2022) પેટાચૂંટણી યોજાવાની છે. ઓવૈસી ત્યાં અપક્ષ ઉમેદવાર દેવ કુમાર થાનના પ્રચાર માટે પહોંચ્યા હતા. ઝારખંડ પોલીસે પણ સૂત્રોચ્ચાર પર પ્રતિક્રિયા આપી છે.

    રાંચી સિટી એસપી અંશુમન કુમારે કહ્યું કે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગવાની વાત તેમના ધ્યાન પર આવી છે અને સામે આવેલા વીડિયો-ઓડિયોની સત્યતાની ચકાસણી કર્યા બાદ યોગ્ય કાર્યવાહી શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે CAA વિરોધી વિરોધમાં એક રેલી દરમિયાન ઓવૈસીના મંચ પરથી એક છોકરીએ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. તેમની સામે રાજદ્રોહનો કેસ હતો. તાજેતરની રેલીમાં ઓવૈસીએ મુખ્યમંત્રી હેમંત સોરેનને ‘લોભી’ ગણાવ્યા અને કહ્યું કે કોંગ્રેસ પણ હવે વૃદ્ધ થઈ ગઈ છે, તેનાથી કંઈ થશે નહીં.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં