માફિયામાંથી રાજકારણી બનેલા અતીક અહેમદના પુત્ર અસદને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના કસારી મસારી કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યો છે. અસદ અહેમદની દફનવિધિ તેના નાના હામિલ અલી અને માસાએ કરી હતી. અસદ અને તેનો સાથી મોહમ્મદ ગુલામ ઉમેશ પાલ હત્યાના આરોપમાં ફરાર હતા. 13 એપ્રિલે બંને ઉત્તર પ્રદેશ એસટીએફ દ્વારા એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. મેહંદોરી સ્થિત કબ્રસ્તાનમાં શૂટર ગુલામ હસનને દફનાવવામાં આવ્યો હતો.
પ્રયાગરાજના કસારી મસારી કબ્રસ્તાનમાં થઈ અસદ અહેમદની દફનવિધિ
માફિયા અતીક અહેમદના દીકરા અસદ અહેમદની દફનવિધિ પ્રયાગરાજના કસારી મસારી કબ્રસ્તાનમાં કરવામાં આવી. કહેવાય છે કે, આ અતીક અહેમદનું પારિવારિક કબ્રસ્તાન છે. અતીકના પિતાને પણ અહીં જ દફનાવવામાં આવ્યા હતા. દાદાની બાજુમાં અસદની કબર ખોદવામાં આવી હતી.
#WATCH | Uttar Pradesh: Last rites of Mafia-turned-politician Atiq Ahmed's son Asad being performed at Prayagraj's Kasari Masari graveyard.
— ANI (@ANI) April 15, 2023
Asad and his aide Ghulam were killed in an encounter on April 13 by UP STF. pic.twitter.com/IX1R9Qf8yg
શૂટર ગુલામ હસન મેહંદોરીના કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક
ઉમેશ પાલ હત્યાકાંડને અંજામ આપનારા શૂટર ગુલામ હસનને શિવકુટીના મેહંદોરી સ્થિત કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યો છે. આ દરમિયાન માટી આપવા માટે ભીડ એકઠી થઈ ગઈ હતી. શનિવાર સવારે તેનો મૃતદેહ પ્રયાગરાજ પહોંચ્યો હતો.
ગુલામની દફનવિધિમાં તેની પત્ની અને પિતા સામેલ થયા હતા. ભાઈ રાહિલ હસને હાજરી આપી ન હતી. ગુલામ હસનને માફિયા અતીક અહેમદના દીકરા અસદ સાથે જ એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યો હતો. ગુલામ હસન સીસીટીવીમાં ઉમેશ પાલ પર ગોળીઓ ચલાવતો ઝડપાઈ ગયો હતો.
પરિવારના 20-25 લોકો કબ્રસ્તાનમાં હાજર રહ્યા
પ્રયાગરાજના એસીપી આકાશ કુલ્હારીએ જણાવ્યું હતું કે, અસદના પરિવારના 20-25 લોકો કબ્રસ્તાનમાં હાજર રહ્યા હતા. નાનાએ અસદની અંતિમવિધિ કરી હતી. જોકે, માફિયા અતીક અહેમદને પુત્રની દફનવિધિમાં સામેલ થવાની પરવાનગી આપવામાં નહોતી આવી.
Prayagraj, UP | Last rites of gangster Atiq Ahmed's son, Asad who was killed in an encounter by UP STF yesterday, will be performed in Kasari Masari graveyard.
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 14, 2023
Atiq Ahmed's father was also cremated here. Members of his (Asad) family will be present during the last rites: Mohd… pic.twitter.com/WixM7q5bqY
ઉમેશ પાલ હત્યાકાંડમાં ફરાર હતા અસદ અને ગુલામ
ઉલ્લેખનીય છે કે, અસદ અને તેના સાથી ગુલામને 13 એપ્રિલના સવારે ઝાંસી ખાતે એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યા હતા. ગત 24 ફેબ્રુઆરીએ બંનેએ ધોળા દિવસે ઉમેશ પાલ પર ગોળી ચલાવી હતી. વકીલ ઉમેશ પાલ, રાજુ પાલ હત્યાકાંડનો સાક્ષી હતો.
અતીક અહેમદ કોર્ટમાં ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો
13 એપ્રિલે પુત્ર અસદ ઉત્તર પ્રદેશ STFના હાથે માર્યો ગયો એ સાંભળીને કોર્ટમાં હાજર રહેલો અતીક અહેમદ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો હતો. બાદમાં તેના ભાઈ અશરફે તેને સંભાળ્યો હતો. પોલીસના રિમાન્ડ અને પુત્રના મૃત્યુના સમાચાર સાંભળીને અતીક બસ એટલું બોલી શક્યો હતો કે, આ તેના જ કારણે થયું છે અને તે દુનિયાનો સૌથી કમનસીબ પિતા છે.
બીજી તરફ અતીકની મુશ્કેલીઓ પણ વધી રહી છે. હવે પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ અને લશ્કર સાથે તેના કનેક્શનને લઈને તેની સામે એફઆઈઆર દાખલ થઈ શકે છે. ED ના દરોડામાં તેની કરોડોની બેનામી પ્રોપર્ટી પણ સામે આવી હતી.