Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટતમારી સરકારની કોઈ પણ માહિતી લીક થતી નથી: India Today Group કોન્કલેવમાં...

    તમારી સરકારની કોઈ પણ માહિતી લીક થતી નથી: India Today Group કોન્કલેવમાં ગ્રુપના માલિક અરુણ પૂરીની પ્રધાનમંત્રીને મીઠી ફરિયાદ, જૂની સરકારોમાં આવું હતું નહીં  

    અરુણ પુરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જમીનથી જોડાયેલા વ્યક્તિ કહ્યા હતા. વધુમાં તેમણે કહ્યું હતું કે માટે જ તેઓ લોકોની રગ પારખી શકે છે.

    - Advertisement -

    ભારતના સૌથી મોટા મીડિયા ગ્રુપ માના એક એવા India Today Group દ્વારા આયોજિત એક કોન્ક્લેવમાં ગ્રુપના માલિક અરુણ પૂરી દ્વારા મોદી સરકાર બાબતે એવી વાત કહેવામાં આવી જે અગાઉ કોઈ જ સરકાર માટે કહેવામાં આવી નહોતી. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જયારે આ કોન્કલેવમાં પહોચ્યા ત્યારે અરુણ પૂરીએ કહ્યું હતું કે “તમારી સરકારની કોઈ જ વાત લીક કેમ નથી થતી?”

    મળતી માહિતી અનુસાર,  India Today Group દ્વારા આયોજિત કોન્કલેવ – 2023માં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોચ્યા હતા. તેમનું શાબ્દિક સ્વાગત કરવા માટે ગ્રુપના માલિક અરૂણ પૂરીએ માઈક સાંભળ્યું હતું. આ દરમિયાન તેમણે ફરિયાદ અને રમુજના ભાવે કહ્યું હતું કે “ગુસ્તાખી માફ, પરંતુ પ્રધાનમંત્રીશ્રી તમારી સરકારની કોઈ વાત કેમ લીક નથી થતી? તે પછી રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર હોય કે મુખ્યમંત્રીનું નામ હોય અને તેમાં પણ મંત્રાલયની વાત તો છોડી જ દેવાની અમારે.” તેમને વધુમાં જૂની સરકારને યાદ કરીને કહ્યું હતું કે “આ પહેલાની સરકારમાં આવું નહોતું. બધી ખબરો બહાર આવી જતી હતી.” તેમને કરેલ સવાલનો જાતે જ જવાબ આપતા અરુણ પૂરીએ કહ્યું હતું કે “મને ખબર છે કે તમે એમ જ કહેશો કે હું તમારી દુકાન શું કામ ચાલવું?” આ સાંભળી પ્રધાનમંત્રી અને સામે બેસેલા લોકો હસી પડ્યા હતા. 

    આટલું જ નહીં તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કામ કરવાની પદ્ધતિ અંગે કહ્યું હતું કે તેઓ જમીનથી જોડાયેલા વ્યક્તિ છે. આ વાતનો પુરાવો આપતા તેમણે કહ્યું હતું કે “નરેન્દ્ર મોદી ભારતના દરેક જીલ્લાનો પ્રવાસ કરી ચુક્યા છે” અરુણ પૂરીએ નરેન્દ્ર મોદીને નવા ભારતના મુખ્ય શિલ્પી કહ્યા હતા. 

    - Advertisement -

    અરુણ પૂરીએ મોદીજીના બે કામોના ઉદાહરણ આપીને તેમના વખાણ કર્યા હતા. તેમને પહેલી વાત  JAM કાર્યક્રમ બાબતે કરી હતી. જેના કારણે આજે આખું ભારત ડીજીટલ થયું છે, તેમજ કોઈ પણ યોજનાનો લાભ સીધો લાભાર્થીના ખાતામાં જાય છે. અહિયાં તેમણે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને યાદ કરીને ટાંક્યું હતું કે તેમને કહેલું કે એક રૂપીયો મોકલું છું અને 15 પૈસા નીચે પહોચે છે. 

    મોદી સરકારના બીજા કાર્ય બાબતે તેમણે કયું હતું કે આ સરકારે અને તેમાં પણ ખાસ કરીને પ્રધાનમંત્રીએ ઉત્તરી પૂર્વના તમામ રાજ્યોની કાયાપલટ કરી મૂકી છે. તેના કારણે જ જનતાએ તેમને ખોબલે ખોબલે વોટ આપ્યા છે અને ત્યાં તેમની સરકારો બની રહ છે.  

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં